કોપીરાઈટ મળશે?:ફેસબુક ‘Meta’ નામ ખરીદવા રૂ.1.50 અબજની ચુકવણી કરે તેવી શક્યતા

ન્યૂયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘મેટા પીસી’ નામ નોંધાવનારી કંપની પાસેથી ફેસબુકે ‘નામ’ ખરીદવું પડશે!
  • ‘મેટા પીસી’ નામની કંપનીના ફોલોઅર્સમાં 5 હજાર ગણો વધારો

ફેસબુક હવે મેટા (Meta) નામે ઓળખાશે. જોકે, આ માટે ફેસબુક એપનું નામ નહીં બદલાય, પરંતુ તેની પેરેન્ટ કંપની મેટા નામે ઓળખાશે. જોકે, આ પહેલા મેટા નામ ઘણાં લોકોએ વિચાર્યું છે. તો ફેસબુકને તેના અધિકાર મળશે?

ટેકનિકલ નિષ્ણાતોના મતે, વેબ બ્રાઉઝરમાં મેટા.કોમ લખતા જ યુઝર્સ ફેસબુક પર રિડાયરેક્ટ થઈ જાય છે. એટલે કે ફેસબુકનું ‘અબાઉટ’ ઓપ્શન ઓપન થાય છે, જ્યાં મેટાને લગતી માહિતી મળે છે. તો શું મેટા ડોમેઈન પહેલેથી જ ઉપલબ્ધ હતું?

અહેવાલો પ્રમાણે, જો ગાર્ગર અને ઝેક શૂટ ઘણાં વર્ષોથી મેટા પીસી (Meta PC) નામની કંપની ચલાવે છે, પરંતુ આ ટ્રેડમાર્ક તેમણે હાલમાં જ ફાઈલ કરાવ્યો હતો. તેમની કંપનીનું નામ મેટા પીસી છે, એટલે તેમને ફક્ત મેટા નામના કોપીરાઈટ નથી મળ્યા.

આમ છતાં, પહેલા કોપીરાઈટ તેમણે ફાઈલ કર્યા છે, તેથી આ નામ તેમને જ મળશે. એવું થશે તો ફેસબુકે મેટા પીસીના માલિકોને આશરે 20 મિલિયન ડૉલર એટલે કે રૂ. 1.49 અબજ આપવા પડશે. એકસરખા જેવા નામ ધરાવતી બેમાંથી એક કંપનીએ નામ બદલવું પડે છે.

આ અહેવાલો પછી મેટા પીસીના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પણ 5000 ગણા વધી ગયા છે કારણ કે, લોકો મેટા સર્ચ કરતા જ મેટા પીસીના રિઝલ્ટ દેખાય છે. જોકે, આ એક ટેક કંપની છે.

અન્ય સમાચારો પણ છે...