સોશિયલ મીડિયા:ફેસબુક બાળકો અને લોકશાહી માટે મોટો ખતરો, તેને કાબૂમાં કરવું જરૂરી

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ડેટા પ્રમુખ હોગેને અમેરિકી સેનેટમાં સાક્ષી પૂરી

ફેસબુકના ચર્ચિત પૂર્વ ડેટા વિજ્ઞાની ફ્રાન્સિસ હોગેને કહ્યું કે ફેસબુક બાળકોના માનસિક સ્વાસ્થ્ય, લોકતંત્ર અને સમાજ માટે મોટો ખતરો છે. તે ભેદભાવ પેદા કરે છે. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ તેને કાબૂમાં લેવી જોઈએ.

કેમ કે ફેસબુક કંપની જાણે છે કે તેની ઈન્સ્ટાગ્રામ જેવી એપ સુરક્ષિત નથી પણ તેમ છતાં કંપની સુધારા માટે કોઈ કાર્યવાહી કરતી નથી. અમેરિકી સેનેટમાં લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી પોતાની સાક્ષીમાં ફ્રાન્સિસે કહ્યું કે ફેસબુક બાળકોને જાણીજોઈને તેની ટેવ પાડવાનો પ્રયાસ કરી રહી છે.

સેનેટની આ સાક્ષીનું નેતૃત્વ કરનાર કનેક્ટિકટના ડેમોક્રેટ સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે કહ્યું કે આ જાણકારીઓ સનસનાટી મચાવનાર છે. ફ્રાન્સિસે ફેસબુકની એ વાતનો ખુલાસો કર્યો છે જેના પર ફેસબુક પરદો નાખતી હતી. ફ્રાન્સિસે કહ્યું કે કંપનીની સુરક્ષા પર લાભને વધુ મહત્ત્વ આપવાની રણનીતિ વધુ જવાબદાર છે.

ચીન-ઈરાને પોતાની તરફેણમાં ઉપયોગ કર્યો

  • મ્યાનમાર અને ઈથિયોપિયામાં ગૃહયુદ્ધ દરમિયાન જુઠ્ઠી માહિતીઓ ફેલાવાઈ. ફેસબુકે સ્વીકાર્યું કે ઘૃણાસ્પદ પોસ્ટ પર રોક ન લગાવી.
  • ચીન અને ઈરાન મામલે પણ એવું જ થયું. એકાધિકારવાદી સરકારોએ ફેસબુકનો ઉપયોગ પોતાની તરફેણમાં કર્યો.
  • ફેસબુકે આતંકવિરોધી તેના સેલમાં સમજી વિચારેલી રણનીતિ હેઠળ સ્ટાફમાં ઘટાડો કર્યો.

માનવીય ભૂલની આશંકા હંમેશા જળવાઈ રહેશે

  • ​​​​​​​શું આ કોઈ સાઈબર હુમલો કે હેકિંગ હતું?

ફેસબુકે સાઈબર હુમલો કે હેકિંગ થયાનો ઈનકાર કર્યો છે. તકલીફ ફોલ્ટી કોન્ફિગ્રેશન ચેન્જથી થઇ હતી. ટ્રાફિક રાઉટિંગમાં ગરબડથી આ સમસ્યા પેદા થઈ હતી. આ એક માનવીય ભૂલ હતી. મુખ્ય સર્વર રિસેટ કરવું પડ્યું.

  • ભવિષ્યમાં આવું થઈ શકે છે?

હાર્ડવેર ઓપરેશનમાં માનવીય ભૂલની આશંકા રહે છે. એવામાં ભવિષ્યમાં ફરી આવું થવાની આશંકા રહે છે. સંભવ છે કે વર્ષો સુધી ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થવાની ઘટના ન બને પણ એ સુનિશ્ચિત કરવું અસંભવ છે.

  • આ ઘટનાથી શું બોધ મળ્યો?

વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડિંગ, સ્લૉટ બુકિંગ કે નજીકનાઓને મેસેજ આપવા માટે વોટ્સએપ તથા ફેસબુકનો ઉપયોગ ન કરો તો સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...