સોશિયલ મીડિયા:ફેસબુકે જાણીજોઈને પોતાની સિસ્ટમ નથી બદલી

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂલ સ્વીકારવાના બદલે બીજા પર દોષારોપણનો વ્યૂહ

મેં પાંચ વર્ષ પહેલાં ફેસબુકની સંસ્કૃતિ, બિઝનેસ મોડલ અને કન્ટેન્ટ પર કાબૂ રાખનારા કમ્પ્યુટર પ્રોગ્રામ, અલ્ગોરિધમ બદલવાનું મિશન હાથ ધર્યું હતું. હું શરૂઆતમાં કંપનીનો સલાહકાર અને રોકાણકાર પણ હતો. મેં અને બીજા લોકોએ કંપનીના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ પર ઘણીવાર ફેસબુકમાં સુધારા કરવાનું દબાણ કર્યું, પરંતુ પરિણામ ના આવ્યું.

ગયા મહિને ફ્રાન્સિસ હોગેને ફેસબુક પર લખેલી આ પોસ્ટે સ્થિતિ બદલી નાંખી છે. ફેસબુકને પણ ખબર પડી ગઈ છે કે તેના કન્ટેન્ટથી નુકસાન થઈ રહ્યું છે. આમ છતાં, તેણે આવું કન્ટેન્ટ બમણું કરી દીધું છે. હકીકતમાં ફેસબુક પોતે તેમાં સુધારો નહીં કરે. લોકતંત્રને નુકસાન કરીને પૈસા કમાતી કંપની પોતે નહીં બદલાય. ફેસબુક પર પરિવર્તનનું દબાણ આવે છે, ત્યારે તે એવું કંઈક કરે છે કે, બધાને લાગે કે હવે બધું સારું થઈ જશે. તેનું સૌથી મોટું અને ખોટું ઉદાહરણ 2018માં અલ્ગોરિધમમાં કરેલા ફેરફારો છે.

ફેસબુકે દાવો કર્યો છે કે, આ પરિવર્તનથી ફેસબુકમાં સારો સંવાદ વધશે, પરંતુ તેનાથી વિપરીત નફરત વધારતું, ભ્રામક માહિતી ફેલાતું અને કાવતરું ઘડીને અરાજકતા ફેલાવતું કન્ટેન્ટ વધ્યું છે. ફેસબુક યુઝર્સ સહિત બીજા પર જવાબદારી થોપવાનું પસંદ કરે છે. ફેસબુક દેખરેખની મૂડીવાદી સિસ્ટમમાં નફો કરી શકે એમ નથી. (મેકનામી ફેસબુકના સલાહકાર રહી ચૂક્યા છે)

2.17 લાખ કરોડનો નફો
ફેસબુકે 2020માં જાહેર કર્યું હતું કે તેને રૂ. 2.17 લાખ કરોડ નફો થયો છે. તે ગયા વર્ષની તુલનામાં 58% વધુ છે. આ વર્ષે કંપનીનું બજારમૂલ્ય પણ રૂ. 75 લાખ કરોડે પહોંચી ગયું હતું. બાદમાં પૂર્વ કર્મચારી હોગેનના અનેક ખુલાસા પછી તેમાં થોડો ઘટાડો પણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...