તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:જર્મનીમાં 20 દિવસ લોકોને માસ્ક પહેરાવીને કઢાયેલું તારણ - ફેસ માસ્કથી કોરોનાનો ખતરો 45% સુધી ઘટે છે

ન્યૂયોર્ક4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જર્મનીમાં માસ્ક ફરજિયાત અને જાહેરમાં કોરોના રોકવા અકસીર
 • કોરોનાનો સામનો કરવા માસ્ક સસ્તું અને અસરકારક સાધન

દુનિયાભરના દેશો અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધી લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા અનેક સાર્વજનિક ઉપાયો લાગુ કર્યા છે. ભારતના પણ અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણની ઝડપ ફરી એકવાર વધી છે. આ જ કારણસર સરકાર લોકોને સતત જાહેર સ્થળોએ અને કારમાં પણ માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે, જેથી સંક્રમણને કાબુમાં લઈ શકાય. દુનિયાના અનેક દેશોમાં થયેલા સંશોધનમાં પણ એ સાબિત થઈ ગયું છે કે, માસ્કના ઉપયોગથી કોરોના સંક્રમણનો દર 45% સુધી ઓછો કરી શકાય છે.

માસ્ક પહેરવાથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય
જર્મનીમાં થયેલા એક સંશોધન પ્રમાણે, માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાતું અટકાવી શકાય છે. ખાસ કરીને ભીડભાડ ધરાવતા જાહેર સ્થળોએ કોરોનાને રોકવામાં માસ્ક અકસીર સાબિત થયું છે. આ જ કારણ છે કે, જર્મનીએ પોતાના ત્યાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. હાલમાં જ અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસના સંશોધન પત્રમાં પ્રકાશિત એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે, જર્મનીના કેટલાક વિસ્તારોમાં પ્રયોગ કરીને તારણ કઢાયું છે કે, જે વિસ્તારોમાં સતત 20 દિવસ સુધી માસ્કનો ઉપયોગ કરાયો હતો, ત્યાં કોરોના સંક્રમણના કેસમાં 45% સુધી ઘટાડો નોંધાયો હતો.

કોઈ પણ સાધન કરતા તેનો ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો
આ અભ્યાસ પરથી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે, કોરોના વાઈરસનો સામનો કરવા માટે માસ્ક એક સસ્તું અને પ્રભાવશાળી સાધન છે. કોરોનાને રોકવાના બીજા કોઈ પણ સાધન કરતા તેનો ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો આવે છે. વળી, તેનો ઉપયોગ પણ ખૂબ જ સરળ છે. ઉપરોક્ત સંશોધનમાં માલુમ પડ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં ચોક્કસ દિવસ સુધી લોકો પાસે માસ્કનો ઉપયોગ કરાવતા વીસેક દિવસના ગાળામાં નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા 15%થી 75% ઘટી ગઈ હતી. તેથી કહી શકાય કે, માસ્કથી કોરોના સંક્રમણની ગતિ ઘટાડી શકા છે. આ સંશોધન પરથી નિષ્ણાતો એ તારણ પર આવ્યા છે કે, માસ્કની મદદથી કોરોના સંક્રમણનો દૈનિક વૃદ્ધિ દર આશરે 47% સુધી ઓછો કરી શકાય છે.

નવા સંક્રમિત દર્દીની સંખ્યા ઘટી
અભ્યાસમાં કહેવાયું હતું કે તેવો જે ક્ષેત્ર અંગે વિચાર કરી રહ્યાં હતા તેના આધારે જોવા મળ્યું કે અનિવાર્યરૂપે ફેસ માસ્કના ઉપયોગથી તે વિસ્તારમાં 20 દિવસના સમયગાળા દરમિયાન 15 ટકાથી 75 ટકા જેટલા નવા સંક્રમિત દર્દીની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. સંશોધકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ફેસ માસ્કને કારણે સંક્રમણની દૈનિક વૃદ્ધિના દરને લગભગ 47 ટકા સુધી ઘટાડી શકાય છે. આ માટે જ દરેક દેશની સરકારો માસ્ક પહેરવા પર વધુ ભાર આપે છે. અમેરિકામાં માસ્ક નહીં પહેરવાને કારણે દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધુ નોંધાઈ છે. નવા ચૂંટાયેલા પ્રમુખ બાઈડેને પણ માસ્કને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો