ના‘પાક’ નફરત:પાકિસ્તાનમાં ધુળેટી રમતા હિન્દુ વિદ્યાર્થીઓ પર કટ્ટરપંથીના હુમલા

કરાચી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટ્ટરપંથી ઇસ્લામી જમિયત તુલબા દ્વારા હુમલા થયા

પાકિસ્તાનના લાહોરની પંજાબ યુનિવર્સિટી અને કરાચીની સિંધ યુનિવર્સિટીમાં હોળી રમી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. કટ્ટર ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી જમિયત તુલબાના લોકોએ હિન્દુ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી, જેમાં 20 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. પંજાબ યુનિવર્સિટીના પી.યુ. લૉ કૉલેજમાં અંદાજે 30 વિદ્યાર્થી હોળી રમવા ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ અનુસાર, તેઓએ તેના માટે કોલેજના વહીવટીતંત્રની પરવાનગી લીધી હતી.

સિંધ કાઉન્સિલ જનરલ સેક્રેટરી કાશિફ બ્રોહીએ જણાવ્યું કે ઇવેન્ટ દરમિયાન અચાનક ત્યાં આઇજેટીના લોકો આવ્યા અને મારપીટ કરવા લાગ્યા હતા. તેઓને ફેસબુક મારફતે હોળી મનાવવા અંગે જાણકારી મળી હતી. બીજી તરફ, સિંધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મારપીટની ઘટના અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા યુનિવર્સિટી મામલાના મંત્રી ઇસ્માઇલ રાહુએ સંજ્ઞાન લઇને તપાસનો નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...