ન્યૂઝીલેન્ડ સફેદ વાદળોની ભૂમિ:ન્યૂઝીલેન્ડમાં દેશ, શહેરો અને નગરોનાં નામ બદલવા છેડાયું અભિયાન, દેશના પ્રતિનિધિ ગૃહમાં કરી રજૂઆત

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશની પ્રાચીન ઓળખ જીવંત રાખી દેશનું નામ આઓટેરોઆ રાખવા માગ કરવામાં આવી છે

શહેરો કે વિસ્તારોનાં નામ બદલવા અંગેની ચર્ચા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પણ આ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની માઓરી પાર્ટી (Maori Party)એ દેશનું નામ બદલીને આઓટેરોઆ (Aotearoa) કરવાની માગ સાથે વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. આઓટેરોઆ એટલે તે રેઓ માઓરી ભાષામાં 'લાંબા સફેદ વાદળની ભૂમિ' થાય છે.

ન્યૂઝીલેન્ડનું નામ બદલવા અંગેનું અભિયાન

 • દેશનું નામ બદલવા ઉપરાંત ન્યૂઝીલેન્ડના મૂળ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતી માઓરી પાર્ટીએ પ્રતિનિધિ ગૃહમાં દેશનાં તમામ નગરો, શહેરો તથા સ્થળોનાં નામોને માઓરી નામો ફરી આપવાની ઉગ્ર માગ સાથે અરજી દાખલ કરી છે. માઓરી પાર્ટીએ સોમવારે કહ્યું હતું કે દેશની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સારી રીતે દર્શાવવા માટે દેશનું નામ બદલવું ખૂબ જરૂરી છે.
 • પ્રશાંત મહાસાગરમાં વસેલા આ દેશ ભવિષ્યમાં આઓટેરોઆ તરીકે ઓળખાય તેવું પાર્ટીના નેતાઓનું માનવું છે. ન્યૂઝીલેન્ડની સ્વદેશી માઉરી ભાષામાં આ શબ્દનો અર્થ 'સફેદ વાદળોની ભૂમિ' થાય છે, જેને તે રેયો પણ કહેવામાં આવે છે. માઓરી પાર્ટીનું કહેવું છે કે "તે રે માઓરી" આ દેશની પ્રથમ અને સત્તાવાર ભાષા રહી છે. માઓરી પાર્ટીનું કહેવું છે કે તે રે માઓરી આ દેશની પ્રથમ અને સત્તાવાર ભાષા રહી છે.
 • ન્યૂઝીલેન્ડના સ્થાનિક નાગરિકો જે રીતે ઈતિહાસ ભુલાવવામાં આવી રહ્યો છે અને એના પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે એ અંગે નારાજ છે. માઓરીની ભાષાનો બોલચાલની ભાષામાં ઉપયોગ કરનારા નાગરિકોની સંખ્યા વર્ષ 1910થી 1950 દરમિયાન 90 ટકા ઘટી 26 ટકા થઈ ગયેલી. છેલ્લાં 40 વર્ષમાં આટલા વ્યાપક પ્રમાણમાં પરંપરાગત ભાષા લુપ્ત થઈ હતી.
 • વર્તમાન સમયમાં તો આ આંકડો અત્યંત આઘાતજનક છે, એટલે કે ફક્ત 3 ટકા લોકો જ માઓરી ભાષા બોલે છે. હવે જે અરજી કરવામાં આવી છે એમાં દેશ, નગરો, શહેરો અને પ્રાંતોનાં નામોને 2026 સુધીમાં બદલવા માટે કહેવામાં આવ્યું છે, એટલે કે દેશના પ્રાચીન ઈતિહાસ અને મૂળ નામને ફરી પ્રસ્થાપિત કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે માઉરી નેતાઓએ ટે રેયો અને માઉરીના ઈતિહાસને ધોરણ-10 સુધી પાઠ્ય પુસ્તકોમાં સામેલ કરવા તથા 4 કરોડ ડોલરનો આ માટે ખર્ચ કરવાની માગ કરી હતી.
માઓરી પાર્ટીના નેતાઓ રાવિરી વાઇટીટી અને ડેબી નગારેવા-પેકર.
માઓરી પાર્ટીના નેતાઓ રાવિરી વાઇટીટી અને ડેબી નગારેવા-પેકર.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઓટેરોઆ

 • ન્યૂઝીલેન્ડના આદિવાસી લોકોનું માનવું છે કે આઓટેરોઆ નામ સૌથી પહેલા પૂર્વી પોલિનેશિયન શોધકર્તા કુપે દ્વારા આપવામાં આવ્યું હતું. કુપે તથા તેની પત્ની કુરામારોટીની તથા ચાલકદળ એ તપાસ કરવા માગતાં હતાં કે ક્ષિતિજની આગળ છે. તેમણે સફેદ વાદળોથી ઘેરાયેલી જમીનની શોધ કરી હતી.
 • અન્ય એક માન્યતા પ્રમાણે વર્ષ 1640નો દાયકો છે કે જ્યારે એક ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સંશોધક હબીલ તસ્માને આ દ્વીપ જોયો હતો. ત્યાર બાદ ડચ દ્વારા નીઉવ જીલેન્ડ તરીકે નામ આપવામાં આવેલું. તે ડચ પ્રાંત જીલેન્ડના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
 • આ ઘટનાનાં 100 વર્ષ બાદ નાવિક કેપ્ટન જેમ્સ કૂક પહોંચ્યા હતા અને તેમને ક્ષેત્રનું વિસ્તરણ કર્યું તથા સટીક નકશા તૈયાર કર્યો, જેમાં ન્યૂઝીલેન્ડ તરીકે આ પ્રદેશનો ઉલ્લેખ કર્યો હતો.
 • આઓટેરોઆ શબ્દનો ઉપયોગ મોટા ભાગે ન્યૂઝીલેન્ડના પાસપોર્ટ સહિત અનેક સત્તાવાર દસ્તાવેજો પર પણ કરવામાં આવે છે. અનેક લોકોનું માનવું છે કે આઓટેરોઆ શબ્દનો ઉપયોગ સમગ્ર દેશને બદલે ઉત્તરી દ્વીપ માટે કરવામાં આવતો હતો.
 • જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ નામ આશરે સો વર્ષ અગાઉ આવ્યું હતું, કારણ કે માઓરી પાસે આવા કોઈ નામ ક્યારેય ન હતા. જોકે સરકારે વર્ષ 2011માં આઓટેરોઆ નામ પાસપોર્ટ પર રજૂ કરેલું. જ્યારે રિઝર્વ બેન્કે વર્ષ 2015માં બેન્કની નોટ્સ પર આ નામ રજૂ કરેલું. ઈતિહાસકારોકારોનું માનવું છે કે આઓટેરોઆ શબ્દ મૌખિક ઈતિહાસ મળે છે,જે ઘણો જૂનો છે. આઓટેરોઆ શબ્દનો ઉપયોગ વર્ષ 1850 આજુબાજુ પાંડુલિપિયો, અખબારો અને સત્તાવાર દસ્તાવેજોમાં જોવા મળે છે.

સરકારની શી પ્રતિક્રિયા છે

 • ન્યૂઝીલેન્ડના કેટલાક નાગરિકો, જેમાં રાજકીય નેતાઓ અને રાજ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે તેઓ ન્યૂઝીલેન્ડને બદલે આઓટેરોઆ નામનો અવારનવાર ઉપયોગ કરે છે.
 • ગયા વર્ષે વડાંપ્રધાન જેસિન્ડા આર્ડર્નએ એમ કહીને નામ બદલાની બાબતને પરોક્ષ રીતે ટેકો આપ્યો હતો કે હું અવારનવાર આઓટેરોઆનો ન્યૂઝીલેન્ડની જગ્યાએ ઉપયોગ થતો સાંભળી રહી છું, જે એક પોઝિટિવ બાબત છે અને આવકાર્ય બાબત છે.