તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Explosion In A Bus Carrying Workers In Kohistan, An Area Above Khyber Pakhtunkhwa; 10 Killed, Including 6 Chinese Engineers

પાકિસ્તાનમાં સતત બીજા દિવસે આતંકી હુમલો:ખૈબર પખ્તૂનખ્વામાં કર્મચારીઓને લઈ જઈ રહેલી બસમાં વિસ્ફોટ; ચીનના 9 એન્જિનિયર સહિત 13નાં મોત

ઇસ્લામાબાદ(પાકિસ્તાન)20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ બસમાં ચીનના 30 એન્જિનિયર સવાર હતા. ઘણા ઘાયલ થયા છે. - Divya Bhaskar
આ બસમાં ચીનના 30 એન્જિનિયર સવાર હતા. ઘણા ઘાયલ થયા છે.
  • હુમલા પાછળ કયા આંતકી સંગઠનનો હાથ છે એ હજુ સુધી સામે આવ્યું નથી
  • પાકિસ્તાની સેનાનો દાવો- 3 આતંકી માર્યા, 2 જવાન શહીદ

પાકિસ્તાનમાં સતત બીજા દિવસે આતંકી હુમલો થયો છે. ખૈબર પખ્તૂનખ્વાના પરના કોહિસ્તાન વિસ્તારમાં બુધવારે બસમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે અને અન્ય કેટલાય લોકો ઘાયલ થયા છે, એવા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એજન્સી AFP પ્રમાણે, મૃત્યુ પામેલા લોકોમાં 9 ચીની એન્જિનિયર, સુરક્ષાદળોના 2 જવાન અને કેટલાક મજૂરોનો સમાવેશ થયો છે. હુમલા પાછળ કયા આંતકી સંગઠનનો હાથ છે એ હજુ સુધી સામે આવ્યું નથી.

પાકિસ્તાની મીડિયા અનુસાર, બસ દસુ બંધ પર કામ કરી રહેલા ચીનના એન્જિનિયરો અને મજૂરોને લઇને જઇ રહી હતી. બસમાં આશરે 30 જેટલા ચીનના એન્જિનિયરો સવાર હતા. બસની સુરક્ષા પાકિસ્તાની સૈનિક કરી રહ્યા હતા. અચાનક બસમાં બ્લાસ્ટ થયો હતો. ડેપ્યુટી કમિશનર મોહમ્મદ આરિફએ જણાવ્યું હતું કે આ એક હુમલો છે કે દુર્ઘટના છે એની તપાસ ચાલી રહી છે. એ સાબિત થઇ ગયા પછી જ આગળની તપાલ ચાલુ થઇ શકશે.

ખૈબર પખ્તૂનખ્વામાં આર્મી કેપ્ટન સહિત 12 જવાનોનાં મોત
આ ઘટના પહેલાં ખૈબર પખ્તૂનખ્વામાં મંગળવારે આતંકવાદીઓએ પાકિસ્તાની આર્મીને નિશાન બનાવ્યા હતા. એમાં એક કેપ્ટન સહિત 12 જવાનોનાં મૃત્યુ થયાં હતાં. 15 જવાનો ઘાયલ થયા હતા. આતંકીઓએ 6 ટેલિકોમ ઓપરેટરને બંધક બનાવી લીધા હતા.

હુમલા પાછળ પ્રતિબંધિત આંતકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)નો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકીઓએ કેટલાક જવાનોનો પણ બંધક બનાવી લીધા છે. આ ઘટનામાં 28 બલોચ રેજિમેન્ટના કેપ્ટન અબ્દુલ બાસિતનું મૃત્યુ થયું છે.

પાકિસ્તાની સેનાનો દાવો- 3 આતંકી માર્યા, 2 જવાન શહીદ
સ્થાનિક સમા સમાચાર મુજબ, પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં આતંરવાદીઓની હાજરીની સૂચના મળી હતી. ત્યાર બાદ ત્યાં ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ વખતે 3 આતંકવાદીને મારવામાં આવ્યા અને 2 જવાનો શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...