તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અમેરિકાના ઘટતા જન્મદરથી નિષ્ણાતો ચિંતિત, કહ્યું- હવે આર્થિક શક્તિને વધારવાની સાથે વસતી પણ 100 કરોડ કરવાની જરૂર

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં મહિલાઓ મહામારીમાં મા બનવા નથી માંગતી, જન્મદર હજાર મહિલાએ 56

અમેરિકામાં જન્મદર 112 વર્ષના રેકોર્ડબ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટમાં કહેવાયું છે કે, 1979 પછી આ સૌથી મોટો ઘટાડો છે. તેનું મુખ્ય કારણ ચિંતા, ગભરાટ અને મહામારીના કારણે આર્થિક કટોકટી પણ છે.

મહિલાઓ મહામારીમાં આવા અનેક કારણસર માતા બનવા જ નથી માંગતી. આ રિપોર્ટ પછી વ્હાઈટ હાઉસ અને નિષ્ણાતો ચિંતિત છે. અહીં જન્મદર 1000 મહિલાએ ફક્ત 56 થઈ ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો છે. અમેરિકામાં થોડા સમય પહેલા ફર્ટિલિટી રેટ 2.1 હતો, જે ઘટીને 1.6 થઈ ગયો છે.

આ રિપોર્ટને લઈને આર્થિક નિષ્ણાતો સૌથી વધુ ચિંતિત છે. તેમનું માનવું છે કે, અમેરિકાએ આર્થિક ઉન્નતિ માટે વસતી પણ વધારવી પડશે. અમેરિકામાં વૃદ્ધ સંપન્ન સમાજના બદલે એક એવો દેશ બનવાની જરૂર છે, જેની વસતી આશરે 100 કરોડ હોય. જોકે, આવું કરવામાં બીજી મુશ્કેલીઓ પણ આવી શકે. બાળકો પેદા કરતા પહેલા એ સુનિશ્ચિત કરવું પડશે કે, તેમને ભોજન ક્યાં મળશે. આજે દુનિયામાં ભૂખ પણ સૌથી મોટી સમસ્યા છે. આવનારા સમયમાં ભૂખમરા અને કુપોષણની સમસ્યા વધશે.

ક્લાઈમેટ ચેન્જના કારણે દરેકને ભોજન ઉપલબ્ધ કરાવવું અઘરું બનશે. એવું કહેવાય છે કે, 2060 સુધી દુનિયાની વસતી 970 કરોડ થઈ જશે અને આટલા લોકોને ભોજન પૂરું પાડવું અઘરું છે. અમેરિકા પણ મહામારીમાં ભોજનની અછતનો ભોગ બન્યું હતું. બીજી તરફ, ઈટાલી, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા 33 દેશોની વસતી અડધી થઈ જશે. દ. કોરિયાએ ...અનુસંધાન પાના નં. 6

15-19 વર્ષની યુવતીઓમાં જન્મદર 8% સુધી ઘટ્યો
વૉશિંગ્ટન ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના મતે, 15થી 19 વર્ષના વયજૂથમાં જન્મદર વર્ષે 8% સુધી ઘટ્યો છે. બીજી તરફ, એશિયા-અમેરિકન મહિલાઓમાં જન્મદર 8%, હિસ્પેનિકમાં 3% અને શ્વેત મહિલાઓમાં 6% ઘટ્યો છે. આ ઉપરાંત સિઝેરિયન ડિલિવરી 32% વધી છે. ગયા વર્ષે અમેરિકામાં આશરે 36 લાખ બાળકો જન્મ્યા. 2019માં તે આશરે 38 લાખ હતા, જ્યારે 2007માં એ આંકડો 43 લાખ હતો.

અન્ય સમાચારો પણ છે...