તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈમ્યુનિટી:વાઈરસના બદલાતા સ્વરૂપથી નિષ્ણાતો ચિંતિત; વેક્સિનનો બૂસ્ટર ડોઝ તેનાથી બચાવ કરી શકે

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં ફાઈઝર-બાયોએન્ટેક અને મોડર્નાની કોરોના વાઈરસ વેક્સિનને નિયમક એજન્સી - ફૂડ, ડ્રગ એડમિનિસ્ટ્રેશને જ્યારે ડિસેમ્બર, 2020માં મંજુરી આપી હતી તો મોટાભાગના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બંને વેક્સિન કોવિડ-19ના લક્ષણોથી બચાવમાં 94% અને 95% અસરકારક હતી.

હવે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, કોઈ જાણતું નથી કે વેક્સિન કેટલા સમય સુધી સુરક્ષા આપશે. હકીકતમાં વેક્સિનની સૌથી લાંબી ટ્રાયલ કેટલાક મહિના સુધી જ ચાલી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનના મુખ્ય મેડિકલ સલાહકાર ડો. એન્થની ફોસીનું સુચન છે કે વેક્સિના વધારાના ડોઝની જરૂર પડશે. દર વર્ષે વેક્સિન લગાવવાથી જનતા વાઈરસથી સુરક્ષિત રહેશે.

ઈન્ફ્લૂએન્ઝાથી માંડીને એચઆઈવી જેવા અન્ય વાઈરસની જેમ સાર્સ સીઓવી-2 વાઈરસ ચુપચાપ બેસતો નથી. તે સતત પોતાનું સ્વરૂપ બદલતો રહે છે. જેમાંથી કેટલાક સ્વરૂપ આજકાલ દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે. વાઈરસના નવા સ્ટ્રેન વેક્સિનથી બનેલી ઈમ્યુન કોશિકાઓ અને શરીરની રોગપ્રતિકાર શક્તિને ચકમો આપી શકે છે. આ કારણે વિશેષજ્ઞો ચિંતિત છે. વિશેષજ્ઞોએ કહ્યું કે, કોવિડ-19 વાઈરસના તમામ સ્વરૂપમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા સામે આવેલા બી.1.351 વિરુદ્ધ વેક્સિન પાકી સુરક્ષા આપે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, વેક્સિનનો વધારાનો ડોઝ સુરક્ષા કવચ બનશે.

વેક્સિનની પ્રારંભિક ટ્રાયલમાં સામેલ લોકો પર સતત બે વર્ષ સુધી કરાયેલા અભ્યાસથી આ સવાલનો જવાબ મળશે કે લોકોને વેક્સિન ક્યાં સુધી સુરક્ષા આપે છે. બંને કંપનીઓનું માનવું છે કે, બૂસ્ટર ડોઝ જરૂરી બની શકે છે. 14 એપ્રિલના રોજ મોડર્નાના સીઈઓ સ્ટીફેન બાન્સેલે સીએનબીસી ટીવી પર કહ્યું કે, કંપનીની યોજના ટૂંક સમયમાં જ બૂસ્ટર ડોઝ બનાવવાની છે. ફાઈઝરના સીઈઓએ એક રેકોર્ડેડ વીડિયોમાં સીએનબીસીને કહ્યું કે, પ્રથમ બે ડોઝના એક વર્ષ પછી લોકોને તેમની કોવિડ-19 રસીના બીજા ડોઝની જરૂર પડી શકે છે.

વેક્સિન અંગે બીજો એક સવાલ છે કે, તેનાથી પેદા થનારી ઈમ્યુનિટી કેટલાક સમય સુધી રહેશે. એપ્રિલમાં પ્રકાશિત ડેટામાં ફાઈઝર-બાયોએન્ટેક અને મોડર્નાએ જણાવ્યું છે કે, વેક્સિના બે ડોઝથી મજબૂત એન્ટીબોડીઝ બનશે. જે કોવિડ-19 વાઈરસથી છ મહિના સુધી બચાવ કરસે. ડો. ફોસીનું કહેવું છે કે, જો વેક્સિન દ્વારા ટીસેલ્સ જેવી ઈમ્યુન કોશિકાઓ સક્રિય થાય છે તો સુરક્ષાનો સમય લાંબો થઈ શકે છે.

ફાઈઝરે બી.1.351 વેરિએન્ટ વિરુદ્ધ નવી વેક્સિન બનાવવાનું શરૂ કરી દીધું છે. મોડર્નાએ પણ આ સ્વરૂપને નિષ્ક્રિય કરતી નવી વેક્સિનનું પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું છે. પ્રાણીઓમાં વાઈરસ વિરુદ્ધ શક્તિશાળી એન્ટીબોડી વિકસિત થઈ છે. એટલે માર્ચમાં વિજ્ઞાનીઓ એ લોકોને પર ત્રીજા ડોઝનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જેમને મૂળ વેક્સિનના બે ડોઝ આપી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...