તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Experts Warn Investigate The Emergence Of Kovid 19 From China, Otherwise Be Prepared For Kovid 26 And Kovid 32

નિષ્ણાતોની ચેતવણી:ચીનમાંથી ફેલાયેલા કોવિડ-19ના ઉદભવની તપાસ કરો, અન્યથા કોવિડ-26 અને કોવિડ-32 માટે તૈયાર રહો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વને એ વાતનો અહેસાસ નથી કે જે પ્રકારે કોરોના ફેલાયો છે તેને જોતા ભવિષ્યમાં પણ મહામારી ફેલાવાનું જોખમ વધી ગયું છે
  • ચીનના વૈજ્ઞાનિકોએ વર્ષ 2015માં કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં વાઈરસનો જૈવિક હથિયારની માફક ઉપયોગ કરવામાં આવશે

સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાયો તેની પાછળ ચીનનો હાથ છે તે અંગે વિશ્વભરમાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કોરોના વાઈરસના સર્જન અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે ત્યારે હવે અમેરિકા સહિતના વિશ્વના અનેક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. અમેરિકાના બે નિષ્ણાતોએ કહ્યું છે કે જો કોરોના-19ના સર્જન અંગે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો પછી કોવિડ-26 અને કોવિડ-32 માટે તૈયાર રહેવું પડશે.

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશ્નર રહી ચુકેલા સ્કોટ ગોટલીન અને ટેક્સાસના ચિલ્ડ્રન હોસ્પિટલ સેન્ટર ફોર વેક્સિન ડેવલપમેન્ટના ડો-ડિરેક્ટર પીટર હોટ્સે આ અંગે ચેતવણી આપી છે.

કોવિડ-19ની ઉત્પતિ અંગે તપાસ નહીં થાય તો કોવિડ-26 અથવા કોવિડ-32નું જોખમ
જો આપણે કોવિડ-19ની ઉત્પતિને યોગ્ય રીતે નહીં સમજીએ તો કોવિડ-26 અથવા કોવિડ-32 પણ આવી શકે છે.ચીનના વૂહાન સીફૂડ માર્કેટમાં વાઈરસ મળ્યાના એક વર્ષ બાદ પણ તેની ઉત્પત્તિ અંગે જાણી શકાયુ નથી. વૈજ્ઞાનિકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે કોઈ જંગલી જાનવરમાંથી માનવી સુધી પહોંચ્યો. ટ્રમ્પ સરકારમાં રહેલા કેટલાક નિષ્ણાતો કહી ચુક્યા છે કે વાઈરસ ભૂલથી ચીનની વુહાન લેબની બહાર આવી ગયો. ​​​​​​​

ચીન વિશ્વની મદદ કરે
નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના ઓરિજિન અંગે ભાળ મેળવવા અને ભવિષ્યમાં મહામારીના જોખમને અટકાવવામાં ચીને વિશ્વને યોગ્ય મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે ચીનની વુહાન લેબમાંથી કોરોના વાઈરસ લીક થયો હોવાનાના દાવાને મજબૂત કરતી માહિતી મળી રહી છે. આ સાથે ચીને આ થિયરીને ખોટી સાબિત કરવાના પુરાવા પણ આપ્યા નથી. બીજી બાજુ હોટ્સે કહ્યું છે કે વિશ્વને આ વાતનો અહેસાસ નથી કે જે પ્રકારે કોરોના ફેલાયો છે તેને જોતા ભવિષ્યમાં પણ મહામારી ફેલાવાનું જોખમ વધી ગયું છે.

માઈક પોમ્પિયો પ્રશ્ન સર્જી ચુક્યા છે
અમેરિકામાં અગાઉ ટ્રમ્પ સરકાર ચીન પર કોરોના ફેલાવાનો આરોપ લગાવી ચુક્યું છે. ટ્રમ્પ તેને ચીની વાઈરસ પણ કહી ચુક્યાં છે. જ્યારે અમેરિકાના ભૂતપુર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચીનની મિલિટ્રી સાથે જોડાયેલી કામગીરીમાં પણ વુહાન લેબની સામેલગીરી હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા મીડિયાએ દાવો કર્યો હતો કે ચીન છેલ્લા 6 વર્ષથી સાર્સ વાઈરસની મદદથી જૈવિક હથિયારો બનાવવાનો પ્રયત્ન કરતું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ચીનના વૈજ્ઞાનિક વર્ષ 2015માં જ કોરોનાના વિવિધ સ્ટ્રેન અંગે ચર્ચા કરતા હતા. ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં તેનો જૈવિક હથિયારની માફક ઉપયોગ કરવામાં આવશે.​​​​​​​

કોરોના વાઈરસના સર્જન અંગે બે પ્રકારની સંભાવના
કોરોના વાઈરસના સર્જનને લઈ વિશ્વમાં બે પ્રકારની સંભાવના પર ચર્ચા થઈ રહી છે. પહેલી થિયરી પ્રમાણે તે જાનવરોમાંથી માનવીમાં આવ્યો છે. અને બીજી થિયરી પ્રમાણે ચીનના વુહાનની લેબમાં તેને તૈયાર કરવામાં આવ્યો છે. CNC ન્યૂઝના એક કાર્યક્રમમાં ગોટલીબે કહ્યું હતું કે ચીને અત્યાર સુધી એવા કોઈ કોઈ તથ્યો રજૂ કર્યાં નથી કે જેમાં જાનવરોમાંથી માનવીમાં ફેલાવાના સંભાવના પ્રબળ રહી છે.

ચીન અને WHOના રિપોર્ટમાં પણ કોરોના અંગે પ્રશ્ન યથાવત રહ્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ટીમે આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વુહાનમાં પોતાની એક ટીમ મોકલી હતી. ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસ ચામાચીડિયામાંથી માનવીમાં આવ્યો હશે. જોકે લેબની બહાર લીક થયાની થિયરી અંગે આશંકા દર્શાવી ન હતી. ચીન અને WHOએ 29 માર્ચના રોજ એક સંયુક્ત રિપોર્ટ જાહેર કર્યો હતો, જોકે તેમા આ અંગેના વેધક પ્રશ્નોના જવાબ મળ્યા ન હતા.