તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિમ જોંગના દૂબળા થવા પાછળનું રહષ્ય:નિષ્ણાતોનો દાવો-ઉત્તર કોરિયામાં લોકો ભૂખથી મરી રહ્યા છે, પોતાને દૂબળા દેખાડવાનો પ્રોપેગેંડા ફેલાવી રહ્યો છે તાનાશાહ

પ્યોંગયાંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે લોકોને જણાવવાનો પ્રયત્ન કરે છે કે ભોજનની અછતે તમારા દેશના સર્વોચ્ચ નેતા પર પણ અસર કરી છે

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં તે ખૂબ જ દુબળા દેખાય છે. તસવીર સામે આવ્યા બાદ વિશ્વમાં હવે નવી ચર્ચા છેડાઈ છે. વિદેશ નીતિના જાણકારોનું માનવું છે કે આ કિમ જોંગ ઉનનો દુષ્પ્રચાર છે. તેનાથી તે પોતાના દેશમાં ભોજનની કારમી અછતથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા ઈચ્છે છે.

કોરિયાની બાબતોના જાણકારો તથા નેધરલેન્ડની લીડેન યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટોફર ગ્રીનના જણાવ્યા પ્રમાણે પોતાનું શાસન ચલાવવા માટે કિમનું આમ કરવું સામાન્ય વાત છે. નોર્થ કોરિયાના લોકો માટે પોતાના સ્વાસ્થ્યને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ એક સીધી વ્યૂહરચના છે, તેનાથી શાસન ચલાવવામાં ફાયદા મળે છે.

એક મહિના બાદ લોકોની સામે આવ્યા
દક્ષિણ કોરિયાની એક કંપનીના CEO ચાડ ઓ કેરોલે જણાવ્યું કે આ એક દુષ્પ્રચારની માફક લાગે છે. તે લોકોને જણાવવાનો પ્રયત્ન કરે છે કે ભોજનની અછતે તમારા દેશના સર્વોચ્ચ નેતા પર પણ અસર કરી છે. તાનાશાહ કિમ જોંગ ઉન એક મહિનો ગુમ રહ્યા બાદ જૂનમાં ત્યાની પ્રજાની સામે આવ્યા હતા. દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી ઓપરેટ થનારા NK ન્યૂઝે દાવો કર્યો હતો કે કિમને પાતળા દેખાવા માટે તેમના કાંડા ઉપર ઘડિયાળ સખત રીતે બાંધી હતી.​​​​​

સરકારી મીડિયાએ દર્શાવ્યું નેરેટિવ
નિષ્ણાતોનું કહેવું છે કે કિમના પાતળા થવું તે નેરેટિવ નોર્થ કોરિયાના સરકારી મીડિયાએ બનાવ્યું છે. ત્યાંના મીડિયાએ અનેક રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે નોર્થ કોરિયાના લોગો કિમ પાતળા થવા અંગે ઘણા દુખી છે. ત્યાના સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસે અનેક લોકોનું ઈન્ટરવ્યૂ જાહેર કર્યું હતું. તેમણે રડતા કિમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ઢીલા કપડાંમાં દેખાડવામાં આવતા ભારે આશ્ચર્ય
પ્રોજેક્ટ 38 હેઠળ નોર્થ કોરિયા પર નજર રાખનારા અમેરિકાના અધિકારી જૈની ટાઉનનું કહેવું છે કે કિમ જોંગ ઉનના પાતળા થવા પાછળ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવું બની શકે છે કે તેમને કોઈ બીમારી હોય શકે છે. આ અગાઉ વર્ષ 2014માં પણ કિમના આરોગ્યને લઈ અનેક પ્રકારની ચર્ચા થઈ હતી.

15 એપ્રિલના રોજ નોર્થ કોરિયાના ફાઉન્ડર કિમ-2 સુંગના જન્મદિવસ નિમિતે કિમ જોંગ ઉન ઉપસ્થિત ન હતા. તેનાથી લોકોને તેમના આરોગ્ય અંગે ધારણા વ્યક્ત કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ લોકો સામે આવ્યા હતા.