ભાસ્કર વિશેષ:જેમના ભોજનમાં ફેટ વધુ હોય તેમના માટે સાંજે કસરત કરવી સારી; શુગર કંટ્રોલમાં મદદરૂપ

ન્યુયોર્ક8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટીસ ટાઈપ-2થી પીડિત સાંજે કસરત લાભપ્રદ

સામાન્ય રીતે એવું કહેવાય છે કે સવારે વહેલા ઊઠી કસરત કરવી એ આરોગ્ય માટે લાભપ્રદ છે પરંતુ સાંજે કસરત કરવાના પણ અનેક ફાયદા છે. સાંજે કસરત કરવાથી મેટાબોલિજમ સુધરે છે સાથે જ એકાએક સુગર લેવલ નિયંત્રિત કરવાનું પણ સરળ થઈ જાય છે. જેમને ડાયાબિટીસ ટાઈપ-2નું જોખમ હોય છે તેમના માટે આ ઘણું જ ફાયદાકારક છે.

ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં આ દાવો કરાયો છે. ડૉયબિટીઓલાજિઆમાં પ્રકાશિત અભ્યાસમાં એવા પુરુષોને સામેલ કરાયા હતા કે જેમને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ હતું. વજન વધુ હતું અને તેઓ સક્રિય પણ નહોતા. તેમને 11 દિવસ સુધી 65 ટકા ફેટની માત્રાવાળું ભોજન અપાયું હતું. એક જૂથને સવારે 6.30 વાગે, બીજા જૂથને સાંજે 6.30 વાગે કસરત કરવાનું કહેવાયું હતું અને ત્રીજા જૂથને કસરત નહીં કરવાનું કહેવાયું હતું. સવાર-સાંજ કસરત કરનારાની કાર્ડિયોરેસ્પરેટરી ફિટનેસમાં ઘણો સુધારો જોવા મળ્યો જ્યારે સાંજે કસરત કરનારનું સુગર રાતોરાત ઓછું થઈ ગયું હતું.

જે લોકોએ કસરત કરી જ નહોતી તેમનો કોલેસ્ટ્રોલ ઘણો વધી ગયો હતો. સવારે કસરત કરનારમાં પણ તેમનું સ્તર વધેલું જોવા મળ્યું હતું. પરંતુ સાંજે કસરત કરનારમાં ખરાબ ડાયટની ઓછી અસર જોવા મળી. સાથે જ કોલેસ્ટ્રોલ પણ ઓછું રહ્યું હતું.એક્સરસાઇઝ વિજ્ઞાની ડૉ. ટ્રાઇન મોહાલ્ટ કહે છે કે પરિણામ પરથી સ્પષ્ટ છે કે સાંજે કસરત કરનારે ખરાબ ડાયટથી થનારા પરિવર્તનને ઊલટા કરી દીધા અથવા ઓછા કરી દીધા.

મોહાલ્ટ કહે છે કે આ અભ્યાસ એવું નથી જણાવતો કે સવારે કસરત કરવી એ સારી નથી પણ સાંજે કસરતથી મેટાબોલિજમ અને બ્લડ સુગર લેવલ સુધારવામાં અદભુત ફાયદો થાય છે. ખાસ કરીને જ્યારે ડાયટ વધુ ફેટવાળું હોય ત્યારે ખાસ. જરૂરી એ છે કે કોઈપણ સમયે કસરત કરો, કંઈ ન કરવાથી તો સારું જ છે.

સાંજે કસરત કરનારા લોકોમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હતું
સંશોધક ડૉ. મોહાલ્ટ કહે છે કે સવારે કે સાંજે કસરતથી ફિટનેસમાં સુધારો થયો પણ રાતનું ગ્લાયસેમિક નિયંત્રણમાં સુધારો સાંજે કસરત કરનારા જૂથમાં જોવા મળ્યો. આ વાત ખાસ છે કારણ કે ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં રાત્રે સૂતા સમયે જ ગ્લુકોઝની માત્રા ઝડપથી વધે છે. સાંજે કસરત કરનારામાં રાત્રે ગ્લુકોઝની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પર ઓછું હતું.

અન્ય સમાચારો પણ છે...