નવી પહેલ:અમેરિકાના વિઝા માટે લાંબી રાહમાંથી મુક્તિ

મુંબઇ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન દૂતાવાસનો સ્ટાફ વધારવાનો નિર્ણય

ભારતમાં અમેરિકન વિઝાની રાહ જોનારા લોકો માટે અમેરિકન દૂતાવાસે અનેક નવી પહેલ કરી છે. અમેરિકાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, પહેલીવાર વિઝા અરજદારોએ વધુ રાહ ના જોવી પડે તે માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઇન્ટરવ્યૂ માટે પણ સામાન્ય ભારતીયોએ બે વર્ષ સુધી લાંબી રાહ જોવી પડતી હતી, તે સમયમાં પણ ઘટાડો કરવાનો પ્રયાસ કરાશે.

ખાસ કરીને દિલ્હી,મુંબઇ, કોલકાતા, ચેન્નઇ અને હૈદરાબાદ જેવા શહેરોમાં સ્થિતિ ઘણી ખરાબ હતી. મુંબઈ કોન્સ્યુલેટના ચીફ કોન્સ્યુલર જોન બલાર્ડે કહ્યું કે, અમારી કોન્સ્યુલર ટીમ સમગ્ર ભારતમાં સામાન્યથી વધુ કામ કરી રહી છે, જેથી સ્થિતિ સુધારી શકાય અને વિઝા ઇન્ટરવ્યૂ માટે લાગતા બે વર્ષના સમયને ઘટાડી શકાય.

અન્ય સમાચારો પણ છે...