• Gujarati News
 • International
 • Ex President Demands Release From Prison, Clashes With Army Of Supporters; Indications Of Emergency Imposition

પેરુમાં હિંસા દરમિયાન 17નાં મોત:પૂર્વ રાષ્ટ્રપતિને જેલમાંથી મુક્તિની માગણી, સમર્થકોની સેના સાથે અથડામણ; કટોકટી લાદવાના સંકેતો

એક મહિનો પહેલા

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં પૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલાના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અત્યાર સુધીમાં 17 લોકોનાં મોતનાં અહેવાલ છે. 73 લોકો ઘાયલ થયા છે. આમાં ઘણી મહિલાઓ પણ છે.

3.37 કરોડની વસ્તીવાળા પેરુમાં રાજકીય સંઘર્ષ એ નવી વાત નથી. સંસદ (કોંગ્રેસ) અને રાષ્ટ્રપતિ વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ટક્કર ચાલી રહી છે. આ કારણે ઘણી વખત હિંસા થઈ છે. જોકે, પહેલીવાર આટલા લોકોનાં મોત થયા છે. એવું માનવામાં આવે છે કે નવા રાષ્ટ્રપતિ દિના બોલ્યુર્ટે ટૂંક સમયમાં કટોકટી જાહેર કરી શકે છે.

હિંસાના દ્રશ્યો તસવીરોમાં જુઓ....

હિંસક અથડામણનાં કારણો શું છે

 • પેરુમાં લગભગ ત્રણ વર્ષથી રાજકીય તણાવ ચાલી રહ્યો છે. જો કે, તાજેતરનો તણાવ ડિસેમ્બરથી ચાલે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલા પર ભ્રષ્ટાચાર અને હિટલરશાહીનો આરોપ હતો. કોંગ્રેસમાં તેમનો વિરોધ શરૂ થયો હતો અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
 • પેડ્રો કોઈપણ ભોગે રાજીનામું આપવા તૈયાર ન હતા. વિપક્ષે તેમને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પેડ્રો પહેલાં પણ આવા પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને તેને ખાતરી હતી કે આ વખતે પણ વિપક્ષ તેને ખુરશી પરથી હટાવી શકશે નહીં.
 • સંસદમાં 130 સભ્યો હતા અને પેડ્રોને ખુરશી બચાવવા માટે અડધા એટલે કે 65 મતોની જરૂર હતી. કોંગ્રેસમાં મોટા પક્ષો એક થયા હોવા છતાં કેટલાક નાના પક્ષો પેડ્રો સાથે હતા.
 • જો કે, આ વખતે પેડ્રોની રાજકીય ચાલ સફળ રહી ન હતી અને સંસદમાં તેમની વિરુદ્ધ 101 મત પડ્યા હતા. પેડ્રોને ખુરશી છોડવી પડી. ત્યારથી તેમના સમર્થકો નારાજ છે.
દક્ષિણ પેરૂના એંડીઝ શહેરના મુખ્ય દરવાજા પર લોકો એકઠાં થયા હતા
દક્ષિણ પેરૂના એંડીઝ શહેરના મુખ્ય દરવાજા પર લોકો એકઠાં થયા હતા

હવે શું થયું

 • ખુરસી છોડ્યા બાદ ડીના બુલેર્તોને નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. હિંસાની ધમકી આપનાર પેડ્રોની ધરપકડ કરવામાં આવી અને અહીંથી હિંસા શરૂ થઈ. પેડ્રો ઇચ્છતા હતા કે તેઓ નાના પક્ષોના સમર્થનથી કોંગ્રેસ એટલે કે સંસદને વિખેરી નાખે, જેથી ડીના રાષ્ટ્રપતિ ન બની શકે અને દેશમાં નવી ચૂંટણીઓ યોજાય. તેનું ષડયંત્ર પણ નિષ્ફળ ગયું.
 • જ્યારે સરકારને લાગ્યું કે પેડ્રો દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે ત્યારે ગયા મહિને તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા સહિત ઘણા દેશોએ પેરુવિયન સરકારને પેડ્રો સાથે વાટાઘાટો કરીને કોઈ રસ્તો કાઢવા અને તેને તાત્કાલિક મુક્ત કરવા કહ્યું.
 • ડીના સરકાર અને વડાપ્રધાન આલ્બર્તો ઓટરેલાએ પેડ્રોને મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી તેના સમર્થકો ગુસ્સે થયા અને હિંસા શરૂ થઈ.
 • ઝુલીકા શહેરમાં સોમવારે અને મંગળવારે પણ હિંસા થઈ હતી. પેડ્રોના સમર્થકોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પેટ્રોલ બોમ્બનો ઉપયોગ

 • કેટલાક અહેવાલો અનુસાર બે દિવસની હિંસા દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો પર તીક્ષ્ણ હથિયારો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ સુરક્ષા દળોએ કડક જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો અને તેમાં 17 લોકો માર્યા ગયા હતા.
 • સરકાર હવે ટૂંક સમયમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થશે તો સુરક્ષા દળો પાસે પાવર આવશે અને તેઓ વિરોધને દબાવી શકશે.
 • પેરુના ઘણા ભાગો એવા છે જ્યાં પેડ્રોના સમર્થકોએ કેટલાક અઠવાડિયાથી નાકાબંધી કરી છે. જેની અસર ધંધા પર પણ પડી છે. પેડ્રોના સમર્થકોએ કહ્યું છે કે જો સરકાર આ અઠવાડિયે નવી ચૂંટણીની જાહેરાત નહીં કરે તો તેમનો વિરોધ વધુ ખતરનાક બની શકે છે.
 • આ દરમિયાન સરકારે એરપોર્ટ અને અન્ય સરકારી ઈમારતો પર સુરક્ષા સઘન બનાવી દીધી છે. પોલીસને આદેશ છે કે હિંસા કરનારાઓને જોતાં જ ગોળી મારી દો.
 • બીજી તરફ, પેડ્રોએ જેલમાંથી બહાર પાડેલા નિવેદનમાં કહ્યું- મને ષડયંત્ર હેઠળ પદ પરથી હટાવવામાં આવ્યો છે. કાયદેસર રીતે હું હજુ પણ દેશનો રાષ્ટ્રપતિ છું. હું કોઈપણ રીતે સરકારના જુલમ સામે શરણે જઈશ નહીં.
અન્ય સમાચારો પણ છે...