દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ પર સરવે:દુનિયા પર મંદીનો ખતરો પણ ભારત સુરક્ષિત સ્થિતિમાં રહેશે

ન્યુયોર્ક21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી એક વર્ષ માટે દુનિયાનાં અનેક અર્થતંત્ર પર મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખરેખર મોંઘવારીને કાબૂમાં લેવા અનેક દેશોની કેન્દ્રીય બેન્કો વ્યાજદર વધારવા મજબૂર છે પણ ભારતમાં મંદીની જરાય આશંકા નથી. બ્લૂમબર્ગના એક સરવેમાં દુનિયાભરના અર્થશાસ્ત્રીઓનો આ જ અભિપ્રાય છે.

સરવે મુજબ સૌથી દયનીય આર્થિક હાલતમાંથી પસાર થઇ રહેલા શ્રીલંકા માટે આગામી વર્ષ વધુ ખરાબ સાબિત થઈ શકે છે. ત્યાં 85% મંદીની આશંકા છે. અર્થશાસ્ત્રીઓએ ન્યૂઝીલેન્ડ, તાઇવાન, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સમાં મંદી છવાઈ જવાની આશંકા ક્રમશ: 33%, 20%, 20% અને 8% વ્યક્ત કરી હતી. યુરોપ અને અમેરિકાની તુલનાએ એશિયન અર્થતંત્ર મહદઅંશે ફ્લેક્સિબલ છે. ચીનની વાત કરીએ તો તેના મંદીમાં ફસાવાની આશંકા 20 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...