તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Even After Spending Billions Of Dollars On The Project, China Is Now Seeking Help From Pakistan's Political Parties

CPECમાં ફસાયું ડ્રેગન:અબજો ડોલર ખર્ચ કર્યા બાદ પણ પ્રોજેક્ટ બંધ, હવે પાકિસ્તાનની રાજકીય પાર્ટીઓ પાસેથી મદદ માગી રહ્યું છે ચીન

ઈસ્લામાબાદ/બેઈજિંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાની મીડિયાના અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નું કામ ઘણાં મહિનાઓથી બંધ છે. તેના સૌથી મોટા પ્રોજેક્ટ (મેન લાઈન 1) અંગે તો ચીને જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાકિસ્તાનને 9 અબજ ડોલરની લોન નહીં આપે. પરંતુ ચીનની મુશ્કેલી એ છે કે આ પ્રોજેક્ટમાં તેના પહેલેથી જ અબજો ડોલર ફસાયેલા છે. CPECની તમામ શરતો ગુપ્ત છે. તેથી તે વાત ક્યારેય સામે નથી આવી કે ચીને કેટલો ખર્ચ કર્યો છે અને પાકિસ્તાનને તેને કયા વ્યાજ દર કેટલી લોન આપી છે.

હવે ચીનને લાગવા લાગ્યું છે કે તેને CPECને લઈને ભૂલ કરી છે. તેથી પાકિસ્તાનમાં ચીનના રાજદૂત રાજકીય પાર્ટીઓની મદદ માગી છે, કે જેથી આ પ્રોજેક્ટમાં કામ આગળ વધી શકે. CPECના ચેરમેન આસિમ સલીમ બાજવાના પૂર્વ આર્મી ચીફ છે અને તેના પર ભ્રષ્ટાચારના ઘણાં જ ગંભીર આરોપ છે.

પ્રોજેક્ટની ચિંતા
પાકિસ્તાનમાં ચીનના એમ્બેસેડર નોંગ રોંગે શુક્રવારે એક વેબિનારમાં ભાગ લીધો. જેનું નામ હતું- સેલિબ્રિટિંગ 100 યર્સ ઓફ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. જેમાં તેઓએ ઈશારામાં કેટલીક ગંભીર વાત કરી. રોંગે કહ્યું- અમે પાકિસ્તાનની સાથે કામ કરવા માગીએ છીએ. બેઈજિંગ ઈચ્છે છે કે પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટીઝ CPECનું સમર્થન કરે, જેમાં મદદ કરે અને નવું પાકિસ્તાન બનાવવાની દિશામાં કામ કરે. રોંગ આ વાત ત્યારે કરી રહ્યાં છે, જ્યારે ચીન આ પ્રોજેક્ટ પર અબજો ડોલરનો ખર્ચ કરી ચુક્યું છે અને ઈમરાન સરકાર આ પ્રોજેક્ટનું કામ ફરીથી શરૂ નથી કરી શકતી.

ઈમરાનની મુશ્કેલી
ગત મહિને પાકિસ્તાનની સંસદે CPEC સાથે જોડાયેલા એક મહત્વનું બિલ પાસ કર્યું હતું. પરંતુ વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ મામલા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સંસદની મદદથી દેશની સામે રાખે. ઈમરાન સરકાર તેના માટે તૈયાર નથી. વિપક્ષનો આરોપ છે કે આ પ્રોજેક્ટથી પાકિસ્તાનને કોઈ ફાયદો નહીં થાય, જ્યારે ચીન કરોડો ડોલર કમાશે અને તેના અધિકારો પર કાયદો પણ લાગુ નહીં થાય. ન્યૂઝ એજન્સી મુજબ ચીન ઈચ્છે છે કે ઈમરાન સરકારની બદલે સેના CPECને સંભાળે. જેનું સૌથી મોટું કારણ છે કે ઈમરાન સરકાર આ પ્રોજેક્ટ પર 9 મહિનાથી આગળ વધી નથી શકી.