અત્યાર સુધીમાં 67 મહિલાઓ અવકાશયાત્રી બની ચૂકી છે પણ સ્વાસ્થ્યલક્ષી કારણોસર મહિલાઓને અવકાશમાં મોકલવાના કાર્યક્રમ બહુ ઓછા ચલાવાય છે. નાસાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે અવકાશમાં યાત્રી ઉચ્ચ સ્તરીય હાનિકારક વિકિરણોના સંપર્કમાં આવે છે.
આ વિકિરણોથી નર્વ્સ સિસ્ટમને નુકસાન પહોંચી શકે છે, જેથી કેન્સર અને હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ પર વિકિરણોની વધુ ખરાબ અસર પડે છે. અવકાશી વિકિરણોની અસરોનો અભ્યાસ કરવો મુશ્કેલ છે.
નાસા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન પર ફેંકાયેલા અણુ બોમ્બના પીડિતોને ટ્રેક કરી રહ્યું છે. આ રિસર્ચમાં જણાયું કે વિકિરણોના સંપર્કમાં આવેલા પુરુષોની સરખામણીમાં મહિલાઓને કેન્સર થવાનું જોખમ વધુ રહે છે. તેમને બ્રેસ્ટ કેન્સર અને થાઇરોઇડ થઇ શકે છે. તેથી નાસા ઓછી સ્ત્રીઓને અવકાશયાત્રા પર મોકલે છે.
વૅલી ફન્કની અવકાશયાત્રાથી મહિલાઓને આશા
મહિલા અવકાશયાત્રી વૅલી ફન્કે જેફ બેઝોસની ન્યૂ શેપર્ડ ફ્લાઇટથી અવકાશયાત્રા કરી. મહિલા અવકાશયાત્રીઓ માટે આ સીમાચિહન છે પણ મહિલાઓમાં ક્ષમતા હોવા છતાં 1961માં આ પ્રકારની એક યોજના રદ કરી દેવાઇ હતી. વૅલી ફન્કે 1960ના દાયકામાં નાસાના અવકાશયાત્રી કોરમાં બધા જ ટેસ્ટ પાસ કર્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.