• Gujarati News
  • International
  • European Union Will Have Its Own Army, Draft Leaked Military Equation Presented At EU Member States Meeting

બેલારુસ-પોલેન્ડ વિવાદ:યુરોપિયન યુનિયનની પોતાની સેના હશે, ઈયુના સભ્ય દેશોની બેઠકમાં રજૂ સૈન્ય સમીકરણનો ડ્રાફ્ટ લીક

બ્રસેલ્સ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રશિયાની યુરોપમાં વધતી દખલ પછી ઈયુ દેશોના નવા સમીકરણ

બેલારુસ અને પોલેન્ડ વચ્ચે સરહદી વિવાદને પગલે યુરોપમાં નવા સૈન્ય સમીકરણ સર્જાયા છે. યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વચ્ચે ગયા સપ્તાહે થયેલી બેઠકમાં સંયુક્ત સેનાનો પ્રસ્તાવ રજૂ કરાયો. આ લિક પ્રસ્તાવ પ્રમાણે, ઈયુના દેશોએ પોતાની સુરક્ષાની કવાયત શરૂ કરી દીધી છે, જેના માટે સંયુક્ત સેના પણ રચાશે. ઈયુનું માનવું છે કે, બદલાતા વૈશ્વિક સમીકરણો અને રશિયાની વધતી દખલથી હવે સૈન્ય ક્ષેત્રે આત્મનિર્ભરતાનો સમય આવી ગયો છે. અફઘાનિસ્તાનમાં પણ ઈયુ દેશોના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મુશ્કેલીઓ પડી હતી.

આ માટે ઈયુ દેશોના બજેટમાં પણ વધારો કરવો પડશે. આ સાથે રશિયાનો સામનો કરવા માટે નાટો પર નિર્ભરતામાં ઘટાડો થશે. જોકે, ઈયુના સભ્ય દેશ ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રિયા અને સ્વિડન સંયુક્ત સેના માટે ઉત્સાહિત નથી. ગયા વર્ષે ઈયુ દ્વારા કોરોના સામે લડવા ભેગા કરેલા ફંડમાં પણ આ ચારેય દેશે સાથ નહોતો આપ્યો. આ ઉપરાંત જર્મનીને પણ સંયુક્ત સેનાની રચના માટે મનાવવું પડશે કારણ કે, ચૂંટણી પછી હજુ નવી સરકારની રચના નથી થઈ. આ મુદ્દે નવી સરકારની રચના પછી નિર્ણય થઈ શકે છે.

  • 27 સભ્ય દેશની બેઠકમાં મૂકાયો ઈયુની સંયુક્ત સેનાનો પ્રસ્તાવ
  • 60 હજાર સૈનિકની સંયુક્ત સેનાનો પ્રસ્તાવ, થોડા સમયમાં અંતિમ મંજૂરી શક્ય
  • 05 હજાર સૈનિક પહેલા તબક્કામાં બેલારુસ સાથેની પોલેન્ટની સરહદે તહેનાત કરાશે

કેમ: અમેરિકા અને નાટો નહીં, હવે સુરક્ષા માટે આત્મનિર્ભરતા
બેલારુસ અને પોલેન્ડ વચ્ચે સરહદી વિવાદના કારણે ઈયુના દેશ પોલેન્ડે પોતાની સુરક્ષા માટે અમેરિકા અને નાટોના અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે. આ દેશોએ પોલેન્ડને વધારાની સુરક્ષા આપી છે. હવે ઈયુ દેશોનું માનવું છે કે, ભવિષ્યમાં જો કોઈ બીજા દેશને જરૂર પડશે, તો સંયુક્ત સેના કામમાં આવશે

કેવી રીતે: ઈયુના અમુક દેશ સામેલ, ગુપ્ત માહિતીની લેવડદેવડ
આ પ્રસ્તાવ પ્રમાણે, ઈયુના તમામ 27 દેશના સૈનિકની સંયુક્ત સેનામાં સામેલ નહીં કરાય. હાલ અમુક દેશના સૈનિકોને સામેલ કરવાનો જ પ્રસ્તાવ છે. સત્તાવાર રીતે ઈયુની સંયુક્ત સેના માટે તમામ દેશો તરફથી મંજૂરી અપાશે. બાદમાં ઈયુની સંયુક્ત સેનાની રચના કરાશે.

ક્યારે: માર્ચ 2022માં ફ્રાંસની અધ્યક્ષતામાં મંજૂરીની શક્યતા
માર્ચ 2022માં ઈયુની અધ્યક્ષતા ફ્રાંસ પાસે હશે! ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન ઈયુની સંયુક્ત સેનાના સૌથી મોટા સમર્થક છે. તેઓ ઈયુની સંયુક્ત સેના બનાવવાની વકીલાત કરી ચૂક્યા છે. તેમનું માનવું છે કે, ઈયુના દેશોની નાટો પર નિર્ભરતા ઘટાડવી તે જરૂરી છે. પોલેન્ડ, એસ્ટોનિયા અને લિથુઆનિયા પણ ઈયુ સેનાના સમર્થક છે.

અન્ય સમાચારો પણ છે...