ઓમિક્રોન દેશ-દુનિયામાં LIVE:સીરમની કોવોવેક્સ વેક્સિનને WHOએ ઈમર્જન્સીમાં ઉપયોગ કરવા મંજૂરી આપી, પુનાવાલાએ મોટી જીત ગણાવી

એક મહિનો પહેલા
  • મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 દર્દી મળી આવ્યા, દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા વધીને 109 થઈ
  • બિનજરૂરી પ્રવાસ અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, જે જિલ્લામાં નવા કેસ 5%થી વધારે છે તેઓ તૈયારી શરૂ કરી દે
  • બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 88,376 નવા કેસ નોંધાયા અને 146 લોકોનાં મૃત્યુ થયાં
  • 91 દેશોમાં ફેલાયો ઓમિક્રોન; ભારતના 11 રાજ્યોમાં અત્યાર સુધી 101 કેસ, સૌથી વધુ 32 મહારાષ્ટ્રમાં

ઓમિક્રોનના જોખમની સ્થિતિ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ સિરમ ઈન્સ્ટિટ્યુટની વેક્સિન Covovaxના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અદાર પુનાવાલાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે કોરોનાની લડાઈમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે Covovax વેક્સિન વધારે અસરકારક અને સુરક્ષિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવોવેક્સિનને સીરમે Novavax કંપની સાથે મળી તૈયાર કરી છે. જેટલા પણ ટ્રાયલ થયા છે આ તમામ વેક્સિન ઘણી અસરકારક સાબિત થઈ છે. તેને લીધે WHOએ 9મી વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

આ અંગે WHOના ડો.મેરિયાંગેલા સિમાઓએ જણાવ્યું હતું કે નવા વેરિયન્ટ વચ્ચે વેક્સિન જ અસરકારક ટૂલ છે, જે લોકોને ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. તેમણે જણાવ્યું કે Covovax વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે, જેથી ઓછી આવક ધરાવતા દેશોમાં વેક્સિનની સ્થિતિને સુધારી શકાય છે.

મહારાષ્ટ્રમાં 8 દર્દી મળ્યા ​​
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન હવે સૌને ડરાવી રહ્યો છે. અહીં શુક્રવારે ફરી એક વખત 8 દર્દી મળી આવ્યા છે. આ તમામ વિદેશમાંથી પરત ફર્યાં હતા. 4 સંયુક્ત આરાબ અમિરાત (UAE), 1-1 અમેરિકા અને નાઈઝીરિયાથી આવ્યા હતા, જ્યારે આ લોકોના સંપર્કમાં આવેલા 2 વ્યક્તિમાં નવા સંક્રમણની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રમાં હવે કુલ 40 કેસ થઈ ગયા છે. જ્યારે દેશભરમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 109 થઈ ગઈ છે.

ઓમિક્રોનને લઈને સાવચેત રહોઃ કેન્દ્ર
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને જોખમ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ, ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને નીતિ આયોગે શુક્રવારે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ચેતવણી આવતા ઓમિક્રોનને લઈને સાવચેત રહેવાની વાત કરી છે. સરકારે પણ એમ કહ્યું છે કે જે જિલ્લામાં 5%થી વધારે કેસ છે તેઓ તૈયારી શરૂ કરી દે.

ICMRના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું હતું કે ઓમિક્રોન બહુ ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. લોકોએ સાવધ રહીને બિનજરૂરી પ્રવાસ અને ભીડવાળા વિસ્તારમાં જતાં બચવું જોઈએ. તેઓએ એમ પણ કહ્યું હતું કે જે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અથવા તો 5%થી વધારે પોઝિટિવ કેસવાળા જિલ્લા છે તેઓ કડક પગલા ભરે.

આરોગ્ય વિભાગના લવ અગ્રવાલ અને બલરામ ભાર્ગવ પછી નીતિ આયોગના સભ્ય વીકે પોલે પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ કહ્યું હતું કે કોરોનાથી યુરોપના દેશોની સ્થિતિ ખરાબ છે. અહીં ડેલ્ટા સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આવામાં આપણે દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ. કેન્દ્ર સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે.

91 દેશોમાં ફેલાયો ઓમિક્રોન; ભારતના 11 રાજ્યોમાં અત્યાર સુધી 101 કેસ
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાના 91 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતના 11 રાજ્યોમાં નવા વેરિયન્ટના અત્યાર સુધી 101 કેસો મળ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે શુક્રવારે મીડિયા સાથેની વાતચીત કરતા આ જાણકારી આપી છે.

અગ્રવાલે જણાવ્યું કે WHO પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા સ્ટ્રેનના મુકાબલે વધુ ઝડપી સંક્રમણ ફેલાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં જ 24 નવેમ્બરે ઓમિક્રોન વેરિયન્ટના પહેલો કેસ મળી આવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે અલર્ટ રહેવા જણાવ્યું
જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે દેશવાસીઓને અલર્ટ આપતા કહ્યું કે દેશમાં અત્યારે 19 જિલ્લા એવા છે કે જ્યા સંક્રમણ ખૂબ જ વધારે છે, ત્યાં સાપ્તાહિક પોઝિટિવિટી 5-10% વચ્ચે છે. કેરળમાં એવા 9 જિલ્લા, મિઝોરમમાં 5 જિલ્લા, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં એવા એક-એક જિલ્લા છે.

કોરોના મુદ્દે રાષ્ટ્રપતિ બાઇડને આપી ચેતવણી
અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એને જોતાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે જે લોકોએ વેક્સિન નથી લીધી તેમને આ શિયાળામાં ગંભીર બીમારી થઈ શકે છે અને મૃત્યુનો પણ સામનો કરવો પડી શકે છે. જ્યારે મહામારી બાબતે તબીબી નિષ્ણાતો સાથેની બેઠક પછી તેમણે કહ્યું હતું કે દેશ ઓમિક્રોનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે અને મુસાફરીને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આજનાં અન્ય મુખ્ય અપડેટ્સ..

યુરોપિયન દેશો ફાઇઝર ટેબ્લેટ દ્વારા કોરોનાની સારવાર કરશે, EUની મેડિકલ સંસ્થાએ ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનને કારણે મહામારીની ચોથી લહેર નજીક પહોંચી ગયેલા યુરોપિયન દેશોમાં હવે કોરોનાની સારવાર કરવા માટે ફાઈઝર કંપનીની કોવિડ પિલ (કોરોના ટેબ્લેટ)નો ઉપયોગ કરવામાં આવશે.

યુરોપિયન યુનિયન (EU)ના ડ્રગ્સ રેગ્યુલેટરે આ ટેબ્લેટના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરે આ અઠવાડિયે દાવો કર્યો હતો કે તેમની ટેબ્લેટના ઉપયોગ દ્વારા કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ અને મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં 90 ટકા સુધીનો ઘટાડો થશે.

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ પુખ્ત વયના લોકો માટે ફાઈઝર ટેબ્લેટના ઈમર્જન્સીના ઉપયોગને મંજૂરી આપી છે, જેમને ઓક્સિજન સપ્લાયની જરૂર નથી તેમજ જેમને સંક્રમણ વધુ ગંભીર થવાની શક્યતા નથી.

બ્રિટનમા છેલ્લા 24 કલાકમાં 88,376 નવા કેસ નોંધાયા
કોરોના સંક્રમણનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જે ઝડપે કેસ મળી રહ્યા છે એ સાથે ચિંતા પણ વધી રહી છે. કોવિડ-19નો ઓમિક્રોન વેરિયન્ટ ભારતમાં અત્યારસુધીમાં 11 રાજ્યમાં ફેલાઇ ગયો છે, દેશમાં 87 કેસ નોંધાયા છે. વિદેશની વાત કરીએ તો ગઇકાલે, એટલે કે ગુરુવારે કોરોનાએ બ્રિટનમાં અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. યુકેમાં એક જ ​​​​દિવસમાં 88,376 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાને કારણે એક જ દિવસમાં 146 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે કે ખતરો ઝડપથી આગળ વધી રહ્યો છે.

કોરોનાને કારણે એક જ દિવસમાં 146 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોનાને કારણે એક જ દિવસમાં 146 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમેરિકામાં પણ સ્થિતિ સતત બગડી રહી છે
વિશ્વના દેશોએ કોરોનાના નવા વેરિયન્ટને ઘાતક માનવા માંડ્યા છે. ખાસ કરીને બ્રિટન અને અમેરિકામાં લોકો ઓમિક્રોનના નામથી ડરવા લાગ્યા છે, કારણ કે ઓમિક્રોને યુકેમાં રેકોર્ડ તોડ્યો છે. અમેરિકામાં પણ સ્થિતિ સતત બગડી રહી છે. અહીં કેસ ઝડપથી બમણા થઈ રહ્યા છે. જે વેરિયન્ટને કારણે બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં સંક્રમણનો ડર સતાવી રહ્યો છે ત્યારે ભારતના લોકોએ પણ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

ઓમિક્રોન વેરિયન્ટની ઝપેટમાં ભારતનાં 11 રાજ્ય આવી ગયાં
ભારતનાં 11 રાજ્ય- મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, તામિલનાડુ ઓમિક્રોન વેરિયન્ટની ઝપેટમાં આવી ગયાં છે. ગયા વર્ષે 20 ડિસેમ્બરે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટની ઓળખ કરવામાં આવી હતી. થોડા મહિનાઓ બાદ, એટલે કે એપ્રિલ 2021માં ડેલ્ટાને કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ હતી. હવે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઓમિક્રોન એક ખતરો તરીકે ઊભરી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...