• Home
  • International
  • Europe bans Pakistan's state owned airlines for 6 months after fake licenses revealed

ફજેતી / બનાવટી લાઈસન્સનો ખુલાસો થયા બાદ યુરોપે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પર 6 મહિના માટે પ્રતિબંધ મુક્યો

ઇસ્લામાબાદ ઇન્એટરનેશનલ એરપોર્ટની તસવીર
ઇસ્લામાબાદ ઇન્એટરનેશનલ એરપોર્ટની તસવીર
X
ઇસ્લામાબાદ ઇન્એટરનેશનલ એરપોર્ટની તસવીરઇસ્લામાબાદ ઇન્એટરનેશનલ એરપોર્ટની તસવીર

  • યુરોપિયન યુનિયન એર સેફ્ટી એજન્સીએ મંગળવારે રાત્રે PIAની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો
  • પાકિસ્તાનના એવિએશન મીનીસ્ટરે સંસદમાં કહ્યું હતું કે 262 પાઈલોટના લાઈસન્સ નકલી છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 01:54 PM IST

બ્રસેલ્સ/ઇસ્લામાબાદ. 860માંથી 262 કોમર્શિયલ પાઈલોટના લાઈસન્સ નકલી છે તે વાતનો ખુલાસો કરવો પાકિસ્તાનને ભારે પડી રહ્યો છે. યુરોપિયન યુનિયન એર સેફ્ટી એજન્સી (EASA)એ પાકિસ્તાનની સરકારી એરલાઈન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ઉપર 6 મહિના માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમયગાળા દરમિયાન PIAની એક પણ ફ્લાઈટ્સ યુરોપના કોઈ પણ દેશમાં આવ-જા કરી શકાશે નહિ.

થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એવિએશન મીનીસ્ટર ગુલામ સરવર ખાને સંસદમાં ખુલાસો કર્યો હતો કે PIAના 40% પાઈલોટ બનાવટી લાઈસન્સથી એરક્રાફ્ટ ઓપરેટ કરે છે. થોડા કલાકો બાદ તેમને પ્લેન ઉડાડવા ઉપર રોક લગાવવામાં આવી હતી.

યુરોપની સેફ્ટી એજન્સીએ શું કહ્યું?
મંગળવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાંEASAએ કહ્યું કે, અમે પાકિસ્તાનની સરકારી વિમાન કંપનીની યુરોપમાં કામગીરી પર 6 મહિનાનો પ્રતિબંધ મુકવાનું નક્કી કર્યું છે. આ 1 જુલાઈથી લાગુ થશે. PIAએ પણ તેની પુષ્ટિ કરી છે. સાથે જ કહ્યું કે તે આ પ્રતિબંધ સામે અપીલ કરી શકે છે. પ્રતિબંધનો અર્થ એ છે કે હવે પાકિસ્તાનની જનતા સરકારની એરલાઇન્સ દ્વારા યુરોપ જવા અથવા ત્યાંથી પાછા ફરવાનું અશક્ય બનશે.

ટિકિટના પૈસા પાછા મળશે
PIAએ નિવેદનમાં જણાવ્યું હતું કે, જેમણે યુરોપ માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી. તેઓ હવે રદ માનવામાં આવશે. ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. અમે EASA સાથે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે PIAએ નિવેદનમાં નથી કહ્યું કે આવી સ્થિતિ કઈ રીતે ઉભી થઇ?

પાંચ દેશોએ પહેલાથી જ પ્રતિબંધ મુક્યો છે
કુવૈત, ઈરાન, જોર્ડન, UAE અને વિયેતનામ જેવા પાંચ દેશોએ પહેલાથી જ પાકિસ્તાનથી આવતી જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમાંથી ચાર દેશોએ આનું કારણ કોરોનાનો ખતરો બતાવ્યું છે. જયારે વિયેતનામે પાકિસ્તાનના પાઈલોટને કાઢી નાખતા તેના પર પ્રતિબંધ મૂક્યાનું કહ્યું છે.

આ ફજેતીનું કારણ સંક્ષેપમાં સમજો
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન 22 મેના રોજ કરાચીમાં ક્રેશ થયું હતું. તેનો તપાસ અહેવાલ 25 જૂને સંસદમાં રજૂ થયો હતો. ઉડ્ડયન મંત્રીએ કહ્યું- આ દુર્ઘટના પાઇલટોની ભૂલને કારણે થઈ છે. તેઓ કોરોનાની ચર્ચામાં વ્યસ્ત હતો. PIA પાસે 860 પાઇલટ છે. તેમાંથી 262 લાઇસન્સ બનાવટી હોવાની શંકા છે. તેમની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી