ગયા વર્ષે એટલે કે 2022 સપ્ટેમેબરમાં પોલીસ કસ્ટડીમાં મહાસા અમીનીનો મોત બાદ ઈરાનમાં પ્રદર્શન ચાલું છે. ઈરાનમાં યુવાઓ અનેક અધિકારીથી લઈને સરકાર સામે રસ્તા પર ઉતર્યા છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસકર્મી કોઈપણ કારણવીના રસ્તે જાઈ રહેલી મહિલાને લાતો મારતા મારપીટ કરતા નજરે પડી રહ્યો છે.
આ વીડિયો ઈરાનની એક મહિલા પત્રકાર માસિહ અલિનેજદે શેર કર્યો છે. તેમાં એક પોલીસકર્મી ગાડીઓ વચ્ચેથી દોડતો આવે છે અને કોઈ જ કારણો વીના જ મહિલા સાથે મારપીટ કરવા લાગે છે.
અન્ય મહિલાઓ ડરીને ભાગી ગઈ
વીડિયોમાં જોઈ શકાય છે કે દોડીને આવી રહેલા પોલીસકર્મીને જોઈએ મહિલાઓ ભાગવા લાગે છે, પરંતુ તેમાંની એક મહિલા ત્યાં ઉભી રહીને તેને જોઈ રહી હોય છે. તે દરમિયાન તે પોલીસકર્મી તે મહિલાને લાત મારે છે. પછી તેને ધક્કો મારીને થપ્પડ મારી દે છે. પોલીસકર્મીના આ હુમલા બાદ મહિલા હેરાન થઈ જાય છે.
આ દરમિયામ અન્ય એક મહિલા તેના બચાવમાં આવી જાય છે. પોલીસકર્મી તે મહિલાને જતા રહેવા માટે કહે છે અને બાદમાં અન્ય લોકોને ત્યાં આવતા જોઈને પોલીસકર્મી મોઢું સંતાડીને ત્યાંથી નાશી જાય છે.
મહિલાઓએ હિજાબ પહેર્યો નહોતો
વીડિયોમાં જોઈ શકાય છે કે જે મહિલાઓ પર પોલીસકર્મીએ અચાનક હુમલો કર્યો હતો તેમણે હિજાબ પહેર્યો નહોતો. સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારીએ લખ્યું કે ઈરાનમાં મહિલાઓને હિઝાબ ન પહેરવા મામલે સજા આપવામાં આવી રહે છે. તેણે કહ્યું કે મહિલા સાથે મારપીટ કરનાર ઈરાનનો રિવોલ્યુશનરી ગાર્ડ છે. તેને આતંકવાદી સંગઠન જાહેર કરી દેવું જોઈએ.
IRGC આતંકી સંગઠન જાહેર કરાયું નહીં
EUમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે IRGCને આતંકવાદી સંગઠન જાહેર કરના મામલે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે યુરોપિયન ફોરેન પોલિસીના ચીફે કહ્યું કે જણાવ્યું હતુ કે કોર્ટની મંજપરી વીના ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરી શકાય નહીં. જો કે EUએ હિજાબ મામલે પ્રદર્શનકારીઓ પર ત્રાસ ગુજારવા અને તેમને મોતની સજા આપવા બાબતે ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
જાણો શું છે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ
ઈરાનના રિવોલ્યુશનરી આર્મ્ડ ગ્રુપને 1979માં ઈરાની ક્રાંતિની સફળતા બાદ બનાવવામાં આવ્યું હતું. તેનો હેતું ત્યાં ઈસ્લામી તંત્રની રક્ષા કરવાનો હતો. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ઈરાન માટે ધાર્મિક, રાજકીય અને આર્થિક મોરચા પર લડનારી સેના છે. તે દેશનાં સંકટની સાથે વિદેશી જોખમો વચ્ચે ઈરાનના હિતોની રક્ષા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.