• Gujarati News
  • International
  • Ethanol Also Used 78 Times More Water To Make Green Fuel, And Water Levels In Brazil Dropped By 80%; India Learns Something

વિશેષજ્ઞ સાથે વાતચીત:ઇથેનોલ ગ્રીન ફ્યૂઅલ પણ બનાવવામાં 78 ગણું વધુ પાણી વપરાય, બ્રાઝીલમાં જળસ્ત્રોતોનું સ્તર 80% ઘટી ગયું; ભારત કંઈક શીખે

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. જેનિફર ઈગ્લિન - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડૉ. જેનિફર ઈગ્લિન - ફાઇલ તસવીર
  • પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના નિર્ણયથી બ્રાઝીલ કેવી રીતે દુષ્કાળની ઝપટમાં આવ્યું તે વિશેષજ્ઞ જણાવે છે

‘ભારતે 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મેળવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી વાયુ પ્રદૂષણમાં તો ઘટાડો થશે, પરંતુ જળ પ્રદૂષણ અને જળ-ભોજનની અસુરક્ષા પણ ઊભી થઈ જાય છે. ભારતે કેસ સ્ટડી તરીકે બ્રાઝીલ વિશે જાણવા ખૂબ જરૂરી છે.’ આ કહેવું છે ડૉ. જેનિફર ઈગ્લિનનું. તેઓ અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટ હિસ્ટ્રીના પ્રોફેસર અને બ્રાઝીલમાં ઇથેનોલ વિશેષજ્ઞ છે. હાલમાં તેમનું પુસ્તક ‘સ્વીટ ફ્યૂઅલ’ પ્રકાશિત થયું છે. રિતેશ શુક્લ સાથેની તેમની વાતચીતના અંશ-

પ્રશ્નઃ ઇથેનોલ ગ્રીન ફ્યૂઅલ કેમ છે?
જવાબઃ કોઈ પણ સ્ટાર્ચવાળા પાક જેમ કે બટાકા, દ્રાક્ષ, શેરડી, મકાઈથી ઇથેનોલ બનાવી શકાય છે. પેટ્રોલિયમથી ચાલતી કારોની તુલનામાં ઇથેનોલ કારો 70% ઓછો હાઇડ્રોકાર્બન, 30% ઓછો નાઇટ્રોજન અને 65% ઓછો કાર્બન મોનોક્સાઇડ છોડે છે. તેનાથી વાયુ પ્રદૂષણ નથી થતું તેથી તે ગ્રીન ફ્યૂઅલ છે.

પ્રશ્નઃ બ્રાઝીલનો અનુભવ કેવો રહ્યો છે?
જવાબઃ બ્રાઝીલમાં 1964થી 1985ની વચ્ચે તેમાં તેજી આવી, જ્યારે સૈન્ય તાનાશાહીનો સમય હતો. 70ના દશકમાં ગેસોલીન 20% ઇથેનોલ ઉપયોગની છૂટ આપવામાં આવી. 1979માં માત્ર 0.3% કારો ઇથેનોલ પર ચાલતી હતી. 1985માં તે આંકડો 90% સુધી પહોંચ્યો. જળ પ્રદૂષણ અને ભોજન અસુરક્ષાના કારણે 1998 સુધી તે સંખ્યા ઘટીને માત્ર 0.1% રહી ગઈ. 2003માં હાઇબ્રીડ કારોની મંજૂરી અપાઈ, જે ઇથેનોલ-ગેસોલીન બંનેથી ચાલતી હતી. બ્રાઝીલના અનુભવોથી શીખવું જોઈએ.

પ્રશ્નઃ ઇથેનોલથી શું સમસ્યા ઊભી થાય છે?
જવાબઃ તેને બનાવવાની પ્રક્રિયામાં જળ પ્રદૂષણ થાય છે. પાણી પણ 78 ટકા વધુ વપરાય છે. એક લીટર ઇથેનોલ બનાવવામાં 10થી 16 લીટર ઝેરી બાય-પ્રોડક્ટ નીકળે છે. તેને જળસ્ત્રોતોમાં વહેવાડાય છે. 1979થી 1985 સુધી ઇથેનોલનું ઉત્પાદન 50 કરોડ લીટરથી વધીને 1000 કરોડ લીટર વાર્ષિક થયું હતું. ડિસેમ્બર 2021 સુધી ત્યાં જળસ્ત્રોતોનું સ્તર 80% સુધી ઘટી ગયું. 20 વર્ષમાં સૌથી ભયાનક દુકાળ પડ્યો.

પ્રશ્નઃ 0.7% તેલના ખર્ચની વિરુદ્ધ જળ, જંગલ, જમીન; બ્રાઝીલના રસ્તે ચાલી રહ્યું છે ભારત?
જવાબઃ ભારતમાં ઇ-20 પ્રોજેક્ટ હેઠળ 2025 સુધી પેટ્રોલમાં 20% ઇથેનોલ મેળવવામાં આવશે. ઈન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ મુજબ આવું કરીને ભારત વાર્ષિક 30 હજાર કરોડ રૂપિયાનો પેટ્રોલિયમ ખર્ચ બચાવશે. તે કુલ ખર્ચનો 0.7% હશે. હવે ભારતને નક્કી કરવાનું છે કે તે 0.7% તેલના ખર્ચની સામે જળ, જંગલ, જમીનમાંથી શું બચાવવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...