તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોનાલ્ડ ટ્રમ્પના સાથી, સૈનિક ભાડે આપતી અમેરિકી કંપની બ્લેકવોટરના પૂર્વ વડા એરિક પ્રિન્સે લીબિયામાં સરકાર ઉથલાવવા પ્રયાસ કર્યો હતો. લીબિયાના એક કમાન્ડરને હથિયારો આપવાની ઓફર કરી હતી. આ યુએનના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
યુએનના ગુપ્ત તપાસ અહેવાલમાં આ વિગતો જણાવાઇ છે. ઇરાક યુદ્ધમાં અમેરિકા પ્રાઇવેટ મિલિટ્રીનો કન્સેપ્ટ લઇને આવ્યું હતું, જે અંતર્ગત બ્લેકવોટર જેવી સિક્યુરિટી કોન્ટ્રાક્ટર કંપનીઓએ યુદ્ધમાં અમેરિકાને કોન્ટ્રાક્ટ પર સૈનિકો તથા યુદ્ધ સહાય પૂરી પાડી. આ સૈનિકો દ્વારા નાગરિકોની હત્યા અને અત્યાચાર બાદ આ પ્રયોગ સામે સવાલ ઊઠ્યા. ઇરાકમાં 17 નાગરિકોની હત્યાનો કેસ અમેરિકી કોર્ટમાં ચાલ્યો, જેમાં બ્લેકવોટર દોષિત ઠરી હતી. હવે યુએનના આ તપાસ અહેવાલ બાદ ફરી સૈન્યના ખાનગીકરણની આડઅસરો અંગે ચર્ચા થવા લાગી છે.
અહેવાલમાં જણાવાયું છે કે એરિક 2019માં લીબિયાના એક સૈન્ય કમાન્ડરને વિદેશી સૈનિક, અટેક એરક્રાફ્ટ, ગનબોટ તથા સાયબર વૉરની ક્ષમતા આપવાની ડીલ કરી રહ્યો હતો. આ સોદો અંદાજે 600 કરોડ રૂ.માં થઇ રહ્યો હતો. તેમાં લીબિયાના અમુક ચોક્કસ કમાન્ડર્સ પર નજર રાખવાની અને તેમને મારવાની યોજના હતી, જેથી લીબિયાની આં.રા. માન્યતા ધરાવતી સરકાર ઉથલાવી શકાય. અમેરિકી કોર્ટે બ્લેકવોટરને પ્રતિબંધિત કર્યા બાદ કંપનીએ પોતાનું નામ બદલી નાખ્યું.
એરિકે ગત દાયકામાં પોતાને હુમલાના સોદા કરનાર એક્ઝિક્યુટિવ તરીકે રિલૉન્ચ કરી લીધા. આ સોદા ક્યારેક ખનીજો માટે તો ક્યારેક મિલિટ્રી ફોર્સ માટે થતા પણ મોટાભાગના સોદા સંસાધનોથી સમૃદ્ધ અને આફ્રિકન દેશોમાં થતા હતા.
એરિક પ્રાઇવેટ અમેરિકી મિલિટ્રીના અત્યાચારોનો પોસ્ટર બોય છે
ઇરાક યુદ્ધ બાદ એરિક પ્રિન્સ પ્રાઇવેટ અમેરિકી મિલિટ્રીનો પોસ્ટર બોય બની ગયો. તેની કંપનીએ ઇરાકમાં 17 નાગરિકોની હત્યા કરી અને લોકો પર અત્યાચાર કર્યા, યુદ્ધના નિયમો તોડ્યા. એરિક પૂર્વ નેવી સીલ છે. તેનો ભાઇ ડેવોસ ટ્રમ્પનો એજ્યુકેશન સેક્રેટરી હતો. ટ્રમ્પના રશિયા કનેક્શનની તપાસમાં પણ એરિકનું નામ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.