ઓફિસમાં પોતાની મુશ્કેલીઓને અન્ય સાથે શેર કરવી એ હવે જાણીતો ટ્રેન્ડ બની ચૂક્યો છે. હવે મુશ્કેલી છૂપાવવાનો નહીં, બતાવવાનો સમય આવી ગયો છે. લોકો હવે ઓફિસમાં તેમની અંગત મુશ્કેલીઓને તેમના સહકર્મીઓ સાથે શેર કરી રહ્યા છે. તેઓ ઓફિસમાં સાથે કામ કરતા સહકર્મીઓ સાથે તેમની મુશ્કેલીઓ અને દુ:ખ વ્યક્ત કરવા માંગે છે.
વાસ્તવમાં, કોરોના મહામારીને કારણે દુનિયામાં અનેક બદલાવ જોવા મળ્યા છે. ઓફિસના માહોલમાં બદલાવ તેનું જ પરિણામ છે. લિન્ક્ડઇનના એક સરવેમાં આ ખુલાસો થયો છે. સરવે અનુસાર કર્મચારી એવા બોસ અને સહકર્મી ઇચ્છે છે, જે તેમની અંગત મુશ્કેલીઓ અને ભાવનાઓને સમજી શકે. લિન્ક્ડઇને દુનિયાભરના 23,000 કર્મચારીઓ પર સરવે કર્યો હતો જેમાં 61 ટકા લોકોના મતે સોફ્ટ સ્કિલ્સની સાથે હાર્ડ સ્કિલ્સ પણ મહત્વપૂર્ણ છે. એક અન્ય સરવે અનુસાર જે કર્મચારીને એવું લાગે છે કે તેના બોસ તેની ભાવનાને નથી સમજી રહ્યા તે નવી નોકરીની તકો જલદી શોધવા લાગે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અન્ય એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે જે કંપનીઓમાં કર્મચારીઓનો ખ્યાલ રખાય છે તે તેમની ભૂમિકાથી સંતુષ્ટ હોવા ઉપરાંત નોકરી બદલવા માટે પણ નથી ઇચ્છતા.
અમેરિકામાં પીપલ સાયન્સ એટ હેમુના સંસ્થાપક ડૉ. જેસી વિજડમ કહે છે કે, કોરોના બાદ જીવન મુશ્કેલ બન્યું છે. કર્મીઓની અછત છે. આ સ્થિતિમાં કંપનીઓ કર્મચારીઓનો ખ્યાલ રાખે તે જરૂરી છે અને તેની જરૂરી વસ્તુઓ પર તરત જ ધ્યાન આપવાનું શરૂ કરે.
સોફ્ટ સ્કિલ્સ એટલે કર્મચારીઓ સાથે ભાવનાત્મક જોડાણ
ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ, તેની સાથે વાતચીત કરવાની સાથે તેની ભાવનાઓનું સન્માન કરવું તેને સોફ્ટ સ્કિલ્સ કહેવામાં આવે છે. સાથે જ મેનેજરો માટે એ પણ જરૂરી છે કે, તેમના સહયોગીઓ સાથે સ્વયં વાતચીતની શરૂઆત કરે અને તેને સાંભળે. તે પણ ઓફિસનો હિસ્સો છે તેવું ફીલ કરાવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.