• Gujarati News
  • International
  • Employees Now Returning To Work From Work In The U.S., 40% Confusion In Offices Over Hybrid Work, 11% On Remote Work

ભાસ્કર વિશેષ:અમેરિકામાં હવે વર્ક ફ્રોમ વર્ક પર પાછા ફરતા કર્મીઓ, 40%ના હાઇબ્રિડ વર્કથી ઓફિસોમાં કન્ફ્યુઝન, 11% રિમોટ વર્ક પર

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને ખબર જ નથી હોતી કે સાથી ઓફિસે આવશે કે નહીં?

કોરોનાકાળમાં રિમોટ વર્કનું ચલણ વધ્યું. અમેરિકામાં મે, 2020 દરમિયાન સૌથી વધુ 35% કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરતા હતા. એટલે કે ઓફિસે નહોતા જતા પણ હવે શિયાળાની શરૂઆત સાથે જ માત્ર 11% કર્મચારીઓ જ રિમોટ વર્કિંગ કરી રહ્યા છે.

કર્મચારીઓ હવે વર્ક ફ્રોમ વર્કના જૂના રૂટીન તરફ વળી રહ્યા છે. તેને ‘ગ્રેટ ઓફિસ રિઓપનિંગ’ નામ અપાયું છે. અંદાજે 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ વર્ક તરફ વળ્યા છે પણ હજુય અમેરિકામાં લગભગ 11% કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરે છે, મતલબ કે ઓફિસે નથી જતા. કોરોનાકાળમાં ઘણી મોટી કંપનીઓએ રિમોટ વર્ક લાગુ કર્યું પણ હવે સ્થિતિ બદલાતાં ઓફિસોમાં ભ્રમની સ્થિતિ સર્જાઇ રહી છે.

વર્ક ફ્રોમ વર્કમાં કામ કરતા કર્મીઓ અંગે ઘણા સાથી કર્મીઓને ખબર જ નથી હોતી. એક એચઆર કંપનીના એક્ઝિક્યુટિવનું કહેવું છે કે હાઇબ્રિડ વર્કને કારણે વર્ક ફ્રોમ વર્ક કરતા કર્મચારીને કે રિમોટ વર્કિંગ કરતા કર્મચારીને આ અંગે ખબર નથી હોતી.

કંપનીઓને 3 કેટેગરીના કર્મીઓ માટે નીતિ ઘડવામાં તકલીફ પડી રહી છે
કંપનીઓને હવે વર્ક ફ્રોમ વર્ક, રિમોટ વર્ક અને હાઇબ્રિડ વર્ક એમ 3 કેટેગરીના કર્મીઓ માટે નીતિ ઘડવી પડે છે. ઘણા ઇન્સેન્ટિવ ટૂર વર્કના આધારે બને છે. તેથી તેમને ખબર જ નથી પડતી કે કયો કર્મી રિમોટ વર્ક પર છે અને કયો ઓફિસે આવે છે? વર્ક ફ્રોમ વર્કના ઘણા કર્મીઓ હાઇબ્રિડ કે રિમોટ વર્કની વિરુદ્ધ છે. કોરોનાકાળમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્ક કલ્ચર સાથે જેમ-તેમ એડજસ્ટ કર્યું પણ હવે તેમને હાઇબ્રિડ વર્કવાળા કર્મીઓ સાથે કામ કરવામાં તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...