તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Emergency Was Imposed For The First Time In History After The Heaviest Rainfall In 400 Years; Highways Turned Into Rivers, Subway Tracks Sank

ન્યૂયોર્કમાં ઇડા વાવાઝોડાથી 44ના મોત:400 વર્ષમાં સૌથી વધુ વરસાદ બાદ ઇતિહાસમાં પ્રથમ વખત ઇમરજન્સી લાદવામાં આવી; હાઈવે નદીઓમાં ફેરવાઈ ગયા, સબ-વે ટ્રેક ડૂબી ગયા

ન્યૂયોર્ક સિટી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદના કારણે 3 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે

અમેરિકામાં ચક્રવાત ઇડાએ તબાહી મચાવી છે. ચાર દિવસ પહેલા અમેરિકાના શહેર લુઇસિયાનાને ટકરાયા બાદ તે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયા સહિત ઉત્તર અમેરિકાના રાજ્યોમાં પહોંચી ગયું છે. દેશમાં લગભગ 6 કરોડ લોકો પૂર સામે લડી રહ્યા છે, જ્યારે 3 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

અમેરિકામાં ઇડા વાવાઝોડાને કારણે થયેલી વિનાશના ફોટો...

વાવાઝોડાને કારણે ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત થયું છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ન્યૂયોર્કમાં આ વરસાદ છેલ્લા 400 વર્ષોમાં સૌથી ભારે વરસાદ હોઈ શકે છે. ન્યૂયોર્કના ઇતિહાસમાં પ્રથમ વખત ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. ન્યૂયોર્ક શહેરના મોટાભાગના સબ-વેમાં પાણી ભરાઈ ગયા છે. મેટ્રો બંધ છે. એમટીએસ બસ રૂટ સંપૂર્ણ રીતે અટકી ગયો છે. રસ્તાઓ પર કાર ડૂબી ગઈ છે. સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ન્યૂજર્સીમાં પૂરમાં 14 લોકોનાં મોત થયા
બીજી બાજુ, ન્યૂજર્સીમાં પૂરના કારણે 14 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે વર્ષનો બાળક પણ સામેલ છે. 9 લોકો ઘાયલ થયા છે અને ઘણા ગુમ થયા છે. એક કલાકમાં 3.24 ઇંચ વરસાદ બાદ એરપોર્ટમાં પાણી ભરાઇ ગયા હતા. ન્યૂજર્સીના નેવાર્ક લિબર્ટી એરપોર્ટ પરથી ઉડતી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. જો કે બાદમાં કેટલીક આવશ્યક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી.

સબ-વે લાઇન અને ટ્રાન્ઝિટ સેવા બંધ
ન્યૂયોર્કની સબવે લાઇન અને ન્યૂજર્સી માટે 18 ટ્રાન્ઝિટ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ઈમરજન્સી વાહનો સિવાય, કોઈ વાહનોને રસ્તાઓ પર ચાલવાની મંજૂરી નથી. હવામાન વિભાગે ફિલાડેલ્ફિયા અને ઉત્તરી ન્યૂજર્સી માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...