તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Emergency like Conditions Due To The Corona Epidemic In The United States, With One Million Patients Being Received Every Day As They Did Six Months Ago, With 40 Percent Of Cases In The Country Coming From Texas And Florida.

બ્લૂમબર્ગમાંથી:અમેરિકામાં કોરોના મહામારીને કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ, દરરોજ એક લાખ દર્દી મળી રહ્યાં છે, દેશમાં 40 ટકા કેસ ટેક્સાસ અને ફ્લોરિડામાં

ટેક્સાસ2 મહિનો પહેલાલેખક: લિનુસ ચુઆ
ડેલ્ટા વેરિયન્ટને કારણે ઓસ્ટિનમાં દર્દીઓની સંખ્યા 10 ગણી વધી શકે છે.
  • હોસ્પિટલ: ઓસ્ટિનની વસતી 24 લાખ લોકોની અને ફક્ત 6 આઈસીયુ બેડ ખાલી

અમેરિકામાં કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી લોકોને ચેપગ્રસ્ત કરી રહી છે. દેશમાં અનેક જગ્યાએ હોસ્પિટલોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં આઈસીયૂમાં ફક્ત 6 બેડ ખાલી છે. જોકે આ શહેરની વસતી 24 લાખ છે. રાજ્યના સ્વાસ્થ્ય ડેટા અનુસાર હોસ્પિટલમાં 313 વેન્ટિલેટર છે.

જાહેર સ્વાસ્થ્ય મેડિકલ નિર્દેશક ડેસમર વૉક્સની ઓફિસેથી શહેરના નાગરિકોને તબાહીની ચેતવણી આપનારા ઈમેઈલ અને ફોન કોલ કરાયા છે. વૉક્સ કહે છે કે અમે લોકોને મહામારીને કારણે ઉપજેલી સ્થિતિની સૂચના મોકલી છે. અમારી હોસ્પિટલો ગંભીર રૂપે તણાવમાં છે. અમે તેમનું ભારણ ઘટાડવા માટે લોકો સાથે મળીને કામ કરીએ શકીએ છીએ. ડેલ્ટા વેરિયન્ટને કારણે શહેરમાં ગત એક મહિનામાં નવા દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનો દર સરેરાશ 600%થી વધુ છે. જોકે આઈસીયૂમાં 570% વધ્યાં. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 4 જુલાઈએ વેન્ટિલેટર પર ફક્ત 8 દર્દી હતા જે એક જ દિવસમાં વધીને 102 થઈ ગયા.

આવનારા દિવસોમાં ઓસ્ટિનમાં આવનારા કેસોમાં 10 ગણી વૃદ્ધિ થઈ શકે છે. સમગ્ર ટેક્સાસ રાજ્યમાં કુલ 439 આઈસીયૂ બેડ અને 6991 વેન્ટિલેટર છે. અમેરિકી ચેપી રોગોના નિષ્ણાત ડૉ. એન્થની ફૌસી અનુસાર દેશના 40 ટકા કેસ ટેક્સાસ અને ફ્લોરિડાથી આવી રહ્યા છે.

બ્રેડલીમાં પરિજનોને ગુમાવનારા પણ વેક્સિનેશન જાગૃકતા અભિયાનમાં જોડાયા.
બ્રેડલીમાં પરિજનોને ગુમાવનારા પણ વેક્સિનેશન જાગૃકતા અભિયાનમાં જોડાયા.

વેક્સિન : અરકન્સાસનું બ્રેડલી યુવાઓની મદદથી વેક્સિન આપવામાં અગ્રેસર
અરકન્સાસ રાજ્યમાં લોકોએ કોરોના વેક્સિનેશનનો વ્યાપક વિરોધ કર્યો. તેના લીધે જ અહીંના ગામડાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર થઈ ચૂકી છે. અહીંના ગામડાઓમાં મોટી સંખ્યામાં રિપબ્લિકન પાર્ટીના સમર્થકો રહે છે. અરકન્સાસમાં મોટાભાગના ઘર એવા છે જેમાં લોકોએ કોઈને કોઈ પરિજનને ગુમાવ્યા છે. પણ અહીંની બ્રેડલી કાઉન્ટી દેશભરમાં વેક્સિનેશન માટે ઉદાહરણ બની ગઈ છે. 10 હજારની વસતી ધરાવતી આ કાઉન્ટીમાં અડધા લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. ખરેખર ગત વર્ષે એપ્રિલ 2020માં અહીં એક નિવૃત્ત શિક્ષકનું વાઈરસથી મૃત્યુ થયું હતું. રાજ્યના પ્રતિનિધિ જેફ વૉર્ડલો અનુસાર વેન્ટિલેટર પર પહોંચવા સુધી મોટાભાગના લોકો જાગૃત નથી થતા પણ આ મૃત્યુ સાથે બ્રેડલીના લોકો જાગી ગયા.

બ્રેડલી કાઉન્ટી મેડિકલ સેન્ટરના ડૉક્ટર મિશેલ વીવર કહે છે કે અહીં ડૉક્ટરોની સંખ્યા મર્યાદિત છે પણ ડૉક્ટરો, હેલ્થવર્કર લોકોને જાગૃત કરવા માટે તેમને મળતા રહ્યા. ડૉક્ટરોએ એકબીજાથી એસએમએસની મદદથી તાલમેલ જાળવી રાખ્યો. સોશિયલ મીડિયાની પણ મદદ લીધી. અમારો ફોકસ યુવાઓ પર હતો કેમ કે તે બહાર વધારે અવર-જવર કરે છે. વેક્સિન આવતા જ શિબિર યોજી તેમને વેક્સિન આપવા અભિયાન શરૂ કર્યું. અહીં લાકડાના કારખાનામાં કામ કરનારા મોટી સંખ્યામાં છે એટલા માટે મેડિકલ સ્ટોર પર જ વેક્સિનેશન કરાયું.