તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Emanuel Macro And Former President Franવાois Hollande Will Also Be Questioned By A French Magistrate.

ફ્રાન્સમાં રાફેલ ડીલની તપાસ શરૂ:ફ્રેન્ચ મેજિસ્ટ્રેટે શરૂ કરી તપાસ, ઇમેન્યુઅલ મેક્રોન અને પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને પણ કરવામાં આવશે સવાલ-જવાબ

પેરિસ25 દિવસ પહેલા
ફ્રાન્સ અને ભારત વચ્ચે રાફેલ ફાઇટર પ્લેનની ખરીદી માટે 7.8 બિલિયન યુરો (59,000 કરોડ રૂપિયા)ની ડીલ કરવામાં આવી હતી.- ફાઇલ ફોટો.
  • ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદ અને પૂર્વ નાણામંત્રીની પણ પૂછપરછ કરવામાં આવશે
  • રાહુલ ગાંધીએ પણ રાફેલમુદ્દે મોદી સરકાર પર 21 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે

રાફેલ ડીલ પર ફ્રાંસમાં તપાસ શરૂ થઈ ગઈ છે. ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસ (PNF) અનુસાર, તપાસ માટે એક જજની નિમણૂક કરવામાં આવી છે. 14 જૂને મેજિસ્ટ્રેટે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. ફ્રેન્ચ મીડિયા પાર્ટ મુજબ, PNFએ કહ્યું હતું કે ડીલમાં ભ્રષ્ટાચાર ઉપરાંત પક્ષપાતના આરોપની પણ તપાસ કરવામાં આવશે.

ફ્રાન્સમાં કામ કરનાર એક NGO શેરપાએ 2018માં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જે પછી મીડિયા પાર્ટે આ બાબતે સતત અહેવાલો પ્રકાશિત કર્યા હતા. જોકે એ સમયે PNFએ તપાસની માગને નકારી કાઢી હતી.

ફ્રાન્સસ્થિત NGO શેરપાએ 2018માં રાફેલકૌભાંડ મામલે તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી.
ફ્રાન્સસ્થિત NGO શેરપાએ 2018માં રાફેલકૌભાંડ મામલે તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેની પણ પૂછપરછ થશે
ફ્રાન્સ અને ભારત વચ્ચે રાફેલ ફાઇટર પ્લેનની ખરીદી માટે 7.8 બિલિયન યુરો (રૂ. 59,000 કરોડ)ના સોદા પર હસ્તાક્ષર થયા હતા. તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે અને એ સમયે નાણામંત્રી ઇમેન્યુઅલ મેક્રોન (વર્તમાન રાષ્ટ્રપતિ)ની પણ પૂછપરછ કરવામાં આવશે. આ બંનેના કાર્યકાળ દરમિયાન આ સોદા પર હસ્તાક્ષર થયા હતા. હાલમાં ફ્રાન્સમાં વિદેશમંત્રી પદ સંભાળી રહ્યા છે અને ડીલ સમયે સંરક્ષણમંત્રી રહેલા જીન-યવેસ લે ડ્રિયાનની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદની પણ પૂછપરછ કરવામાં આવશે.
તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદની પણ પૂછપરછ કરવામાં આવશે.

ફ્રાન્સ એરફોર્સના ચીફ અને દસો એવિએશને આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. કંપની અત્યારસુધી આ ડીલમાં કોઈ ભ્રષ્ટાચાર થયાનો ઇનકાર કરી રહી છે. કંપની દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલાં પણ ઘણા દેશો સાથે એરક્રાફ્ટની ડીલ કરવામાં આવી છે.

અત્યારસુધી 21 રાફેલ ભારતીય વાયુસેનાને મળી ચૂક્યાં છે
ફ્રેન્ચ કંપની ડસોલ્ટ એવિએશન તરફથી 2016માં ઓર્ડર કરાયેલાં 36 રાફેલ લડાકુ વિમાનોમાંથી 21 રાફેલને ભારતીય વાયુસેનાને ફ્રાન્સમાં સોંપવામાં આવ્યાં છે. એમાંથી અત્યારસુધી 14 ભારત પહોંચ્યાં છે. બાકીનાં 7 વિમાનને એરફોર્સના પાઇલટ્સને તાલીમ આપવા માટે ફ્રાન્સમાં રાખવામાં આવ્યાં હતાં.

અત્યારસુધી 14 રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યાં છે.
અત્યારસુધી 14 રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યાં છે.

રાહુલ ગાંધીએ 21 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો
કોંગ્રેસ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ થોડા મહિના પહેલાં દાવો કર્યો હતો કે ભારત સરકાર અને દસો એવિએશન (રાફેલ બનાવનાર ફ્રેન્ચ કંપની) વચ્ચે રાફેલ ડીલમાં 21,075 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમના આરોપ લગાવ્યાના થોડા સમય પછી જ કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે લખ્યું હતું, 'પ્રિય વિદ્યાર્થીઓ, વડાપ્રધાન કહે છે કે આપણે દરેક સવાલનો જવાબ ભય અને ગભરામણ વગર આપવો જોઈએ. તમે તેમને કહો કે મારા 3 સવાલના જવાબ કોઈપણ ભય અને ગભરાટ વગર આપે.' ત્યાર પછી તેમણે વડાપ્રધાનને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા.

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રાફેલ ડીલમાં 21 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રાફેલ ડીલમાં 21 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.