ભાસ્કર વિશેષ:દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક બેઘર, છેલ્લી પ્રોપર્ટી પણ 237 કરોડમાં વેચાશે

ન્યૂયોર્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23.9 લાખ કરોડની નેટવર્થવાળા મસ્કને ભાડાનું ઘર લેવું પડ્યું

દુનિયાના સૌથી ધનવાન શખસ અને ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના માલિક ઈલોન મસ્ક બેઘર થઈ ગયા છે. તેમને કેલિફોર્નિયાના ખાડી ક્ષેત્રમાં આવેલી પોતાની છેલ્લી પ્રોપર્ટીનો ખરીદાર પણ મળી ગયો છે. 47 એકરમાં ફેલાયેલા 10 બેડરૂમનું આ ઘર એક સદી જૂનું છે, જે મસ્કે 2017માં આશરે રૂ. 156 કરોડમાં ખરીદ્યું હતું. હવે આ ઘર તેઓ રૂ. 237 કરોડમાં વેચશે. આ ઘરમાં બૉલરૂમ, બેન્ક્વેટ હૉલ, લેધર વૉલ, લાઈબ્રેરી, સ્વિમિંગ પૂલ અને આઠ કારનું પાર્કિંગ છે.\

મસ્ક 400 ચોરસ ફૂટના ભાડાના ઘરમાં રહે છે
મસ્ક 23.09 લાખ કરોડની નેટવર્થ ધરાવે છે. તેમણે 26 જુલાઈએ જાહેરાત કરી હતી કે, હવે હું કોઈ પણ ઘરનો માલિક રહેવા નથી ઈચ્છતો. તે આ વર્ષે જૂનમાં પોતાની કંપની સ્પેસએક્સની બોકા ચિકા સ્થિત ટેસ્ટિંગ ફેસિલિટી સાઈટ પર 400 ચોરસ ફૂટમાં બનાવેલા ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...