ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:આઝાદીની વાત કરનારા ઈલોન મસ્ક સરકારી મદદ લેતાં ખચકાતા નથી

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મસ્કની કંપનીઓએ અબજો ડોલરની ટેક્સ માફી લીધી છે

અનેક લોકો માટે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને 40 અબજ ડોલરમાં ખરીદવાની ઓફર આપનારા ઈલોન મસ્કના રાજકીય વલણને સમજવું મુશ્કેલ છે. લોકો તેમને ઉદારવાદી અને આઝાદની તરફદાર સમજે છે. જોકે, ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના 50 વર્ષીય માલિક મસ્કની રાજનીતિ આ પ્રકારની નથી. તેણણે કોવિડ-19 લોકડાઉનને ફાસિસ્ટ જણાવ્યું હતું. તેઓ કેન્દ્ર સરકારની સબસિડીનો વિરોધ તો કરે છે, પરંતુ તેમની કંપનીઓ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારો પાસેથી અબજો ડોલરની ટેક્સ માફી અને બીજી સુવિધાઓનો ફાયદો લઈ ચૂકી છે.

મસ્કે કામદારોનું યુનિયન બનાવવાનો આકરો વિરોધ કર્યો છે. તેઓ યુનિયન કામદારો દ્વારા બનાવાયેલા ઈલેક્ટ્રિક વાહનોને પ્રસ્તાવિત ટેક્સ માફી માટે રાષ્ટ્રપતિ બાઈડેનની સરકારની ટીકા કરે છે. મસ્કનું કહેવું છે કે, જો તેઓ ટ્વિટરના માલિક બન્યા તો કન્ટેની દેખરેખ અને સેન્સરના પ્રોગ્રામ બંધ કરશે. તેનાથી બિન-ઉદારવાદી વર્ગ ઘણો ખુશ છે. મસ્ક અનેક બબાતોમાં વિચારધારાને બદલે વ્યવહારિકતાના હિસાબે નિર્ણયલે છે. તેમણે નેતાઓને એ રાજ્યોમાં ફંડ આપ્યું છે, જ્યાં ટેસ્લાની ફેક્ટરીઓ છે.

રૂઢિવાદીઓનું સમર્થન
2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કન્ટેન્ટની દેખરેખ અને સેન્સરની નવી નીતિઓએ જ્યારે ટ્વિટર યુઝરોને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું તો મસ્કે અનેક રૂઢિવાદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીને સમર્થન આપ્યું હતું. ટ્વિટર પર ટ્રમ્પનું એકાઉન્ડ બંધ કરી દેવાયા પછી મસ્કે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ટ્વિટર ખૂબ જ બોરિંગ થઈ ગયું છે. તેણે, મોટી સંખ્યામાં સારા લોકોને દૂર કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...