• Gujarati News
  • International
  • Electricity Became 250%, Gas 400% More Expensive; The Situation Has Deteriorated In Many Countries Of The World

બ્લૂમબર્ગમાંથી:વીજળી 250%, ગેસ 400% મોંઘા થયા; દુનિયાના અનેક દેશોમાં સ્થિતિ બગડી

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચીનમાં ફેક્ટરીઓ બંધ, લેબેનોનમાં અંધકાર - Divya Bhaskar
ચીનમાં ફેક્ટરીઓ બંધ, લેબેનોનમાં અંધકાર
  • ચીનમાં ફેક્ટરીઓ બંધ, લેબેનોનમાં અંધકાર

દુનિયાભરમાં વીજળીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. અંધકારમાં ડૂબવાની સ્થિતિ પેદા થઈ રહી છે. અનેક દેશોમાં વીજળી કપાઈ ચૂકી છે તો અનેક દેશોમાં કોલસાની અછતને કારણે વીજળી કપાવાની તૈયારીમાં છે. કોલસો જ નહીં, કુદરતી ગેસ અને ઓઈલના ભાવ પણ આકાશ આંબી રહ્યા છે.

યુરોપમાં ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી કુદરતી ગેસના ભાવ 400%, વીજળીના 250% સુધી વધી ચૂક્યા છે. ચીનની ફેક્ટરીઓમાં 18% સુધી ઉત્પાદન ઘટી ગયું છે. મોટો સવાલ એ છે કે દુનિયાએ આખરે આ વીજસંકટનો સામનો કેમ કરવો પડી રહ્યો છે? નિષ્ણાતો અનુસાર કોરોના કાળ બાદ સામાન્ય સ્થિતિ પાછી ફરતા ઉત્પાદન ક્ષેત્રમાં અચાનક વધેલી માગ તેનું મોટું કારણ છે. હવે આશંકા સેવાઈ રહી છે કે આવનારા દિવસોમાં આખી દુનિયામાં વીજસંકટ ઘેરાઈ શકે છે.

વીજસંકટની અસરથી શિયાળામાં મુશ્કેલી વધશે

  • દુનિયાના જુદા જુદા દેશો માટે શિયાળામાં તકલીફ વધશે. ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન ઘર અને અન્ય સ્થળોને ગરમ રાખવા ઈંધણનો વધુ વપરાશ થાય છે પણ આવનારા સમયમાં ઊર્જા સપ્લાય સુચારુ રીતે થવાની સંભાવના ન દેખાતા શિયાળામાં લોકોની મુશ્કેલી વધી શકે છે.
  • ઉત્પાદન ક્ષમતા પર પણ વિપરીત અસર થવાની શક્યતા છે. કોલસાની અછતને લીધે ચીન અને દક્ષિણ પૂર્વના દેશોમાં ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં ઘટાડો થવા લાગ્યો છે. વીજળીના સ્ત્રોતોમાં થયેલા ઘટાડાને લીધે પરોક્ષ રીતે રોજગારની તકો પર પણ અસર થવાની આશંકા છે.

અનેક દેશોમાં ઉત્પાદનમાં ઘટાડો, રોજગાર પર સંકટ
ચીન:
અનેક પ્રાંતોમાં કલાકો સુધી વીજળી કપાતી જઈ રહી છે. કોલસાનું ઉત્ખનન 65% સુધી ઘટાડાયું છે. ચીનની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન શૂન્ય થયું છે. અનેક ફેક્ટરી બંધ થઇ છે.
લેબેનોન: વીજળી ન હોવાને લીધે અંધકાર છવાયો છે. બે સૌથી મોટા વીજળી સ્ટેશન અલ ઝહરાની અને દીર અમ્માર પર ઊર્જા ઉત્પાદન ઠપ થઈ ગયું છે.
અમેરિકા: શુક્રવારે એક ગેલન ગેસોલિન માટે કિંમત 3.25 ડૉલર, જોકે એપ્રિલમાં આ કિંમત 1.27 ડોલર પ્રતિ ગેલન હતી. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રો.સ્ટિવન ડેવિસે કહ્યું કે શિયાળામાં પરંપરાગત ઈંધણનો વપરાશ 1% વધી જશે.
બ્રિટન: ગેસના ભાવ પણ ગત એક દાયકા દરમિયાન સૌથી વધુ છે. બ્રિટન પાસે ઉત્તર સાગરમાં ગેસના મોટા ભંડાર છે. પણ ત્યાંથી ગેસ કાઢવાનું કામ બંધ કરી દેવાયું હતું.
દ.પૂ.એશિયા : સપ્ટેમ્બર બાદથી અહીં નેચરલ ગેસના ભાવમાં 85% સુધીની વૃદ્ધિ થઈ ચૂકી છે. આ ગત 13 વર્ષોમાં સૌથી વધુ છે. ફેક્ટરીઓના ઉત્પાદનમાં 16% સુધીનો ઘટાડો.

અર્થતંત્ર ખુલી રહ્યું છે, માગ વધી તો અછત સર્જાઈ

  • આ સંકટ વીજળીની વધતી માગને કારણે સર્જાઈ રહ્યું છે. ઈકોનોમીના ઓપન અપના દોરમાં વીજળીની વધતી માગે રિસ્ટોકિંગની પ્રક્રિયાને અવરોધી છે. પ્રાકૃતિક ગેસ માટે ચીનની વધતી માગે પણ અછતમાં વધારો કર્યો છે.
  • વિશ્લેષકો વીજળીની કિંમતમાં વૃદ્ધિને ગ્રીનફ્લેશન ગણાવે છે. યુકે વીજળીની એક ચતૃર્થાંશ જરૂરિયાતોને પવન ઊર્જાથી પૂરી કરે છે. અમેરિકી અને ઈયુ ઓઈલ કંપનીઓએ 2015 અને 2021ના રોકાણને અડધાથી પણ વધુ ઘટાડી દીધું છે.

હવે શુંઃ વીજ ઉત્પાદન વધારવામાં ભાવ નિયંત્રણ પડકાર

  • વીજ સપ્લાય હજુ થોડા સમય માટે ઠપ રહી શકે છે. ઉત્પાદકો માટે વીજળીનું ઉત્પાદન વધારવામાં ભાવ નિયંત્રણ મોટો પડકાર સાબિત થઇ શકે છે.
  • ક્લાઈમેટ ચેન્જ પર 31 ઓક્ટોબરે ગ્લાસગોમાં કોપ-26 બેઠક યોજાશે. કોલસાના ઉત્ખનન અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની શક્યતા છે.
અન્ય સમાચારો પણ છે...