તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Elections For A Non permanent Member Of The Security Council Will Be Held Next Month, With One Seat Fixed For India

સંયુક્ત રાષ્ટ્ર:સુરક્ષા પરિષદના બિન-કાયમી સભ્ય માટે આગામી મહિને ચૂંટણી યોજાશે, ભારતની એક બેઠક નિશ્ચિત

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષા પરિષદની ચૂંટણી મહાસભા હોલમાં યોજાય છે, જેમા 193 સભ્ય ગુપ્ત મતદાન કરે છે. કોરોનાને લીધે આ વખતે વ્યવસ્થા બદલાઈ ગઈ છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
સુરક્ષા પરિષદની ચૂંટણી મહાસભા હોલમાં યોજાય છે, જેમા 193 સભ્ય ગુપ્ત મતદાન કરે છે. કોરોનાને લીધે આ વખતે વ્યવસ્થા બદલાઈ ગઈ છે- ફાઈલ ફોટો
  • ભારત એશિયા-પ્રાશાંત સીટથી એકલું દાવેદાર છે, ચીન અને પાકિસ્તાન પણ કરી ચુક્યા છે સમર્થન
  • ભારત આ અગાઉ પણ સાત વખત સુરક્ષા પરિષદનું નોન-પર્મનન્ટ મેમ્બર રહી ચુક્યું છે

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સુરક્ષા પરિષદના પાંચ નોન-પર્મનન્ટ સભ્ય માટે જૂનમાં ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતની એક બેઠક નક્કી માનવામાં આવે છે, કારણ કે એશિયા-પ્રશાંત સીટ માટે ભારત એકમાત્ર દાવેદાર છે.

193 સભ્યવાળી મહાસભાએ કોરોના મહામારીને લીધે શુક્રવારે સંપૂર્ણ સભ્યોની બેઠક વગર ગુપ્ત મતદાન મારફતે ચુંટણી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે વર્ષ 2021-22 કાર્યકાળ માટે 17 જૂનથી ચૂંટણી યોજવામાં આવશે. ભારત પણ નોન-પર્મનન્ટ મેમ્બરની એક બેઠક માટે ઉમેદવારી છે અને આ બેઠક પર જીત પાકી માનવામાં આવે છે.

સુરક્ષા પરિષદમાં નોન-પર્મનન્ટ મેમ્બર માટે 10 બેઠક ખાલી છે. પ્રત્યેક વર્ષ પાંચ બેઠક પર ચૂંટણી યોજાય છે. નોન-પર્મનન્ટ મેમ્બરનો કાર્યકાળ બે વર્ષ હોય છે.

ભારતને પાકિસ્તાન અને ચીનનું સમર્થન

ભારતની ઉમેદવારીને ચીન અને પાકિસ્તાન સહિત એશિયા-પ્રશાંત સમૂહના 55 સભ્યએ ગયા વર્ષે જૂનમાં સર્વસંમત્તિથી સમર્થન આપ્યું હતું. મતદાન પદ્ધતિમાં પણ ફેરફારથી ભારતને કોઈ અસર નહીં થાય. 

આ રીતે થશે ચૂંટણી થશે
પરંપરાગત રીતે સુરક્ષા પરિષદની ચૂંટણી મહાસભા હોલમાં યોજાય છે, જેમાં 193 સભ્ય ગુપ્ત મતદાન કરે છે. હવે કોરોના મહામારીને પગલે સંયુક્ત રાષ્ટ્રમાં મોટી બેઠકનું આયોજન જૂનના અંત ભાગ સુધી અટકાવવામાં આવી છે. નવી મતદાન વ્યવસ્થા હેઠળ ચૂંટણી 10 દિવસ સુધી ચાલશે.

મહાસભાના અધ્યક્ષ તિજાની મોહમ્મદ-બંદે સભા સભ્યોને એક પત્ર મોકલશે. સાથે એમ કહેવામાં આવશે કે કઈ તારીખે કઈ બેઠક માટે ચૂંટણી યોજાશે. તમામ સભ્યોને એક નિશ્ચિત સમય સીમા આપવામાં આવશે. જ્યારે ચૂંટણી યોજાશે તો સભ્ય દેશ મહાસભા હોલમાં નિયત સમયે આવી મતદાન કરશે.

કયા-કયા દેશ મેદાનમાં
કનેડા, આયર્લેન્ડ અને નોર્વે પશ્ચિમી યુરોપ અને અન્ય દેશોની શ્રેણીની બે બેઠકો માટે મેદાનમાં છે. મેક્સિકો લેટિન અમેરિકા અને કેરેબિયાન સીટથી એકલા ઉમેદવાર છે. આફ્રીકાની બેઠક માટે કેન્યા અને જિબૂતી એક-બીજાની સામે છે.

ભારત અત્યાર સુધી સાત વખત ચૂંટણી યોજાઈ છે
ભારત અત્યાર સુધી સાત વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બિન-કાયમી સભ્ય રહી ચુક્યા છે. સૌથી પહેલી વખત વર્ષ 1950-51 માટે ભારતની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12માં પણ ભારત સુરક્ષા પરિષદનું બિન-કાયમી મેમ્બર રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...