તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતિની ગતિ નહીં:રશિયામાં 1.5 લિટર વોડકા પીધા બાદ લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન વૃદ્ધનું મોત

મોસ્કોએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રશિયામાં 60 વર્ષના એક વૃદ્ધનું સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન મોત થયું. તેમણે 1.5 લિટર વોડકા લાઇવ પીવાની ચેલેન્જ સ્વીકારી હતી. જોકે, વોડકા પી લીધા બાદ તેઓ તરત જ ઢળી પડ્યા. બાદમાં તેમનું મોત થયું.

સમગ્ર ઘટના દર્શકોએ લાઇવ જોઇ. આ ઘટના રશિયાના ચર્ચિત ‘થ્રેશ સ્ટ્રીમિંગ’નો ભાગ હતી, જેમાં વિવિધ ચેલેન્જ સ્વીકારીને ઇનામ જીતી શકાય છે. તેમાં લોકો પૈસા ડોનેટ કરીને સ્પર્ધકોને વધુમાં વધુ વોડકા પીવા પ્રોત્સાહિત કરે છે. પોલીસે મૃતકની ઓળખ યૂરી ડશેચેકિન તરીકે કરી છે.

તેઓ સ્મોલેંસ્ક શહેરના રહેવાસી હતા. તેમણે અંદાજે 2 લાખ રૂ.ના ઇનામ માટે ચેલેન્જ સ્વીકારી હતી. નોંધનીય છે કે રશિયાના સેનેટર એલેક્સી પુશ્કોવે થ્રેશ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ લાદવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો