પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપ:રિક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર; ભારે નુકસાનીની આશંકા

જકાર્તા25 દિવસ પહેલા
  • અહીં અવારનવાર વધુ તીવ્રતાના ભૂકંપ આવે છે

દક્ષિણ પશ્ચિમ સમુદ્રના દેશ પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. આ પહેલાં શરૂઆતમાં નાના આંચકા પણ આવ્યા હતા.

ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ માર્સેબેથી લગભગ 60 કિમી દૂર હતું. અહીં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર કાયનાન્તૂ છે. ભૂકંપનું કેન્દ્ર પણ અહીં જ હતું. આ વિસ્તારમાં અવારનવાર વધુ તીવ્રતાના ભૂકંપ આવે છે.

ભૂકંપ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. રસ્તાઓ પર તિરાડો જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા.
ભૂકંપ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. રસ્તાઓ પર તિરાડો જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા.

લોકોને સલામત સ્થળે જતા રહેવા માટે સૂચના
સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે 5:51 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે ભારે નુકસાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોને સલામત સ્થળે જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે.

લોકોના જણાવ્યા અનુસાર ઘણી ઇમારતોને નુકસાન થયું છે. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
લોકોના જણાવ્યા અનુસાર ઘણી ઇમારતોને નુકસાન થયું છે. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

સમગ્ર વિસ્તાર રિંગ ઓફ ફાયર પર આવેલો છે
પાપુઆ ન્યૂ ગિની, ન્યુઝીલેન્ડ, વનુઆતુ અને અન્ય પેસિફિક ટાપુઓમાં હંમેશા ભૂકંપનું જોખમ રહેલું છે. આ વિસ્તાર સમુદ્રની ચારેય તરફ સિસ્મિક ફોલ્ટ લાઇનની ઘોડાના નાળના આકારની શ્રેણી - ધ રિંગ ઓફ ફાયર, નજીકમાં સ્થિત છે.

પાપુઆ ન્યૂ ગિની ટાપુના પૂર્વ વિસ્તારમાં છે. આ દેશ ઇન્ડોનેશિયાના પૂર્વમાં અને પૂર્વ ઓસ્ટ્રેલિયાના ઉત્તરમાં આવેલો છે.
પાપુઆ ન્યૂ ગિની ટાપુના પૂર્વ વિસ્તારમાં છે. આ દેશ ઇન્ડોનેશિયાના પૂર્વમાં અને પૂર્વ ઓસ્ટ્રેલિયાના ઉત્તરમાં આવેલો છે.

સૌથી મોટો ભૂકંપ 2004માં આવ્યો હતો
વર્ષ 2018માં ન્યૂ ગિની પ્રદેશમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 125 લોકોનાં મોત થયાં હતાં. 1996ના ભૂકંપમાં 166 લોકોના મોત થયાં હતાં. ન્યૂ ગિનીએ 1900 થી અત્યાર સુધીમાં 7.5ની તીવ્રતાના ઓછામાં ઓછા 22 ભૂકંપ જોયા છે. 2004માં ઈન્ડોનેશિયામાં સૌથી મોટો ભૂકંપ ઉત્તર પાપુઆ પ્રાંતમાં આવ્યો હતો. ત્યારબાદ તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 9.1 માપવામાં આવી હતી. તે પછી સુનામી આવી, જેમાં લગભગ 2 લાખ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...