તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાપાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપ:ફુકુશિમામાં સતત બીજા દિવસે પણ ધરતી ધ્રુજી; ભૂકંપની તીવ્રતા 5.2, સુનામીની ચેતવણી નહીં

ફુકુશિમા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફુકુશીમામાં શનિવારે રાત્રે પણ  7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 140 લોકો ઘાયલ થયા હતા. - Divya Bhaskar
ફુકુશીમામાં શનિવારે રાત્રે પણ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 140 લોકો ઘાયલ થયા હતા.

જાપાનના ફુકુશીમા ક્ષેત્રમાં રવિવારે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા 5.2 હતી. એજન્સીએ જણાવ્યું હતું કે બપોરે લગભગ 4.15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 50 કિ.મી. અંદર હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ફુકુશિમામાં શનિવારે રાત્રે પણ 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 140 લોકો ઘાયલ થયા હતા. તેના આંચકા ટોક્યો સુધી અનુભવાયા હતા. મુખ્ય કેબિનેટ સચિવ કાત્સુનોબુ કાતોએ કહ્યું કે શક્તિશાળી ભૂકંપને કારણે દેશના 9.50 લાખ ઘરોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. ભૂકંપ બાદ જાપાન સરકારના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન યોશિહિદે સુગાએ અધિકારીઓને નુકસાન અંગે ટૂંક સમયમાં સર્વે કરવા જણાવ્યું છે.

શનિવારે આવેલા ભૂકંપના કારણે અનેક ઘરોને નુકશાન પહોંચ્યું છે.
શનિવારે આવેલા ભૂકંપના કારણે અનેક ઘરોને નુકશાન પહોંચ્યું છે.

2011માં ભૂકંપ બાદ સુનામીના કારણે 16,000 લોકો મૃત્યુ પામ્યા હતા
જાપાનમાં આ જ જગ્યાએ 10 વર્ષ પહેલાં માર્ચ 2011માં 9ની તીવ્રતાના વિનાશક ભૂકંપને કારણે સુનામી આવી હતી. ત્યારે આવેલ સુનામીના મોજાએ ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટને નષ્ટ કરી દીધો હતો. પર્યાવરણને નુકસાનની દ્રષ્ટિએ તે એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારબાદ દરિયામાં 10 મીટર ઉંચી તરંગોના કારણે ઘણા શહેરોમાં વિનાશ સર્જાયો હતો. તેમાં લગભગ 16 હજાર લોકોનાં મૃત્યુ થયા હતા.

જાપાનમાં 2011માં 9ની તીવ્રતાના વિનાશક ભૂકંપને કારણે સુનામી આવી હતી.
જાપાનમાં 2011માં 9ની તીવ્રતાના વિનાશક ભૂકંપને કારણે સુનામી આવી હતી.
વર્ષ 2011માં આવેલ સુનામીના કારણે જાપાનમાં ઘણા શહેરોમાં વિનાશ સર્જાયો હતો.
વર્ષ 2011માં આવેલ સુનામીના કારણે જાપાનમાં ઘણા શહેરોમાં વિનાશ સર્જાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો