તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • During The Swearing in Ceremony, Biden Wore A Rs 5 Lakh Rolex Datejust Watch, While Trump Also Wore An Expensive Watch.

US રાષ્ટ્રપતિની કાંડા ઘડિયાળની ચર્ચા:શપથ દરમિયાન બાઇડને 5 લાખ રૂપિયાની રોલેક્સ ડેટજસ્ટ ઘડિયાળ પહેરી હતી, ટ્રમ્પ પણ કીમતી ઘડિયાળ પહેરતા હતા

વોશિંગ્ટન5 મહિનો પહેલા

20 જાન્યુઆરીએ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા જો બાઈડન વધુ એક કારણે ચર્ચામાં છે. ફેમિલી બાઇબલ પર હાથ રાખીને શપથ લેતી વખતે મીડિયાની નજર તેમની ઘડિયાળ (કાંડા ઘડિયાળ) પર અટકી ગઈ હતી. બાઈડનના ડાબા હાથના કાંડા પર 7 હજાર ડોલર (5.1 લાખ રૂપિયા)ની રોલેક્સ ડેટજસ્ટ (Rolex Datejust )નજરે પડી રહી હતી. બ્લુ ડાયલકેસવાળી આ ઘડિયાળ સ્ટેઈનલેસ સ્ટીલની બનેલી છે.

ઘડિયાળના શોખીન રહ્યા છે અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ
'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના એક અહેવાલ મુજબ, પહેલાં પણ રાષ્ટ્રપતિ શપથ દરમિયાન મોંઘી ઘડિયાળો પહેરતા રહ્યા છે. આ તેમની સ્થિતિ માટે અનુકૂળ હોવાનું પણ કહેવામાં આવતું હતું. વ્હાઇટ હાઉસમાં લાગેલી તસવીરોને જોઈએ તો આપણે પૂર્વ પ્રમુખ આઈઝનઓવર અને લિંડન બી. જોહન્સનના હાથના કાંડા પર પણ 'ગોલ્ડ રોલેક્સ' નજરે પડતી હતી. સામાન્ય રીતે રોલેક્સ ગોલ્ડ (ડે-ડેટ મોડેલ) ઘડિયાળોને રાષ્ટ્રપતિઓ માટે માનવામાં આવે છે. ઘણા નેતાઓ અથવા રાષ્ટ્રાધ્યક્ષ આવી ઘડિયાળ પહેરી રહ્યા છે.

ક્લિન્ટનથી ઓબામા સુધી
બિલ ક્લિન્ટનના હાથમાં પણ આવી જ ઘડિયાળ નજરે પડતી હતી. તેઓ ટાઈમેક્સ આયર્નમેન મોડલ પહેરતા હતા. જોર્જ ડબ્લ્યુ બુશના હાથ પર પણ ટાઈમેક્સ ઈંડિગ્લો દેખાતી હતી. બરાક ઓબામા Shinola બ્રાન્ડની ઘડિયાળ પહેરતા હતા. એની કિંમત એ સમયે લગભગ 500 ડોલર (36500) જેટલી હતી. આ મોડલ અમેરિકાના ડેટ્રોયટમાં જ બને છે.

ટ્રમ્પની વાત જ અલગ
ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રિચ પ્રેસિડેન્ટમાંના એક માનવમાં આવે છે. તેમની પાસે અલગ-અલગ બ્રાંડની ઘડિયાળો હતી. તેઓ Patek Philippe, Rolex અને Vacheron Constantin બ્રાન્ડની ગોલ્ડ કાંડા ઘડિયાળ પહેરતા હતા.

બાઈડનની વાત કરીએ તો તેઓ રોલેક્સ, ઓમેગા સ્પીડ માસ્ટર અને મૂનવોચ પહેરે છે. આ દરેકમી કિંમત 5 થી 6 હજાર ડોલર (3.65થી 4.38 લાખ રૂપિયા)ની વચ્ચે છે. જો પ્રામાણિકતાથી કહીએ તો બાઈડનની ઘડિયાળોને લક્ઝરી કેટેગરીમાં નથી રાખવામાં આવતી.

બોન્ડ પણ પહેરતા હતા રોલેક્સ ઘડિયાળ
Rolex Datejust ની જ વાત કરીએ તો આ ક્લાસિક, પરંતુ એન્ટ્રી લેવલ મોડલ છે. બાદમાં એની કિંમત પાંચ આંકડામાં પહોંચી ગઈ હતી. Seamaster હકીકતમાં સ્કૂબા વોચ છે, જેને ડેનિયલ ક્રેગએ પોતાની જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મોમાં પહેરી હતી. Moonwatch પણ સ્વિસ મોડલ કાંડા ઘડિયાળ છે. તેને એપોલો 11 દ્વારા ચંદ્ર પર ગયેલા એસ્ટોનોટ્સે પણ એને પહેરી હતી.