• Gujarati News
  • International
  • During The Ongoing Speech, A Former Navy Soldier Was Shot, Standing On The Spot For A While After Firing.

આબે પરના હુમલાનો LIVE વીડિયો:આબેનું નિધન, ચાલુ ભાષણ દરમિયાન નેવીના પૂર્વ સૈનિકે ગોળી મારી હતી, ફાયરિંગ કર્યા બાદ થોડીવાર સ્થળ પર જ ઊભો રહ્યો હતો

3 મહિનો પહેલા
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન આબેએ અંતિમ શ્વાસ લીધા.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન થયું છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેના અહેવાલ મુજબ, આ ઘટના સ્થાનિક સમય મુજબ, સવારના લગભગ 11.30 વાગ્યે બની હતી. પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શિન્ઝો આબેને ગોળી મારનાર હુમલાખોરની ધરપકડ કરી છે.

કોણ છે હુમલાખોર?
ધ જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શિન્ઝો આબેને ગોળી મારનાર શકમંદનું નામ તેત્સુયા યામાગામી છે. તેની ઉંમર 41 વર્ષની છે. તે નારા શહેરનો રહેવાસી છે. પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે તે જાપાની નેવીનો પૂર્વ સૈનિક છે.

હુમલાખોર પહેલાંથી જ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું ભાષણ શરૂ થયાના થોડા સમય બાદ જ થયો હતો. એવા પણ અહેવાલ છે કે હુમલાખોર ગોળીબાર કર્યા પછી ભાગ્યો ન હતો અને ત્યાં જ ઊભો રહ્યો હતો. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શંકાસ્પદ હુમલાખોર ઘાત લગાવીને હુમલો કરવા માટે ઊભો રહેલો નજરે પડી રહ્યો છે.

હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું
જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ઘટના સમયે યોમિઉરી શિમ્બુન ઘટનાસ્થળે હતા. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે પૂર્વ પીએમ શિન્ઝો આબે સવારે 11.20 વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે સંબોધન વકતે તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કોન્સ્યુલર ઉમેદવારનો પરિચય આપી રહ્યા હતા, આ દરમિયાન એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. એ વખતે જોરદાર અવાજ સંભળાયો હતો. હુમલાખોર પાસે લાંબી નળી જેવું કોઈ હથિયાર હતું.

15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી
જાપાનના પત્રકાર યોમિયુરી શિમ્બુનના જણાવ્યા અનુસાર, પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ઘણું લોહી વહી ગયું હતું. કહેવાય છે કે આબેની હાલત ખૂબ જ નાજુક હતી. હાર્ટ-એટેક પણ આવ્યો હતા. આબે 67 વર્ષના છે. તેઓ પહેલાંથી જ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આબેએ અંતિમ શ્વાસ લીધા હતા.

જાપાનની ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ પુષ્ટિ કરી હતી કે પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગરદનમાં જમણી બાજુ અને છાતીમાં ડાબી બાજુએ ગોળી વાગી હતી.

પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે પર થયેલા હુમલા બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું, 'મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પરના હુમલાથી દુઃખી છું. મારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.'

જાપાનમાં રાજકીય હલચલ તેજ બની
પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલા બાદ જાપાનમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. જો કે હાલમાં તો તમામ ચૂંટણીપ્રચાર હંગામી ધોરણે અટકાવી દેવામાં આવ્યો છે. જાપાનના અધિકારીઓએ આ માહિતી જણાવી છે.

પીએમ ફુમિયો કિશિદાની કેબિનેટની બેઠક મળશે
જાપાનનાં પીએમ ફુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, દેશમાં આગામી ચૂંટણી મોકૂફ રાખવી કે નહીં એ બેઠકમાં નક્કી કરવામાં આવશે. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ માહિતી આપી છે કે તમામ કેબિનેટ પ્રધાનો પ્રચારમાંથી ટોક્યો પરત ફરશે.

આ પ્રકારના હુમલાને સહન કરાશે નહીં: PM ફુમિયો કિશિદા
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના હુમલાને સહન કરવામાં આવશે નહીં, સાથે જ તેમણે માહિતી આપી હતી કે પૂર્વ પીએમ શિન્ઝો આબેને બચાવવા માટે ડોક્ટરો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે

અન્ય સમાચારો પણ છે...