તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઇકોનોમિસ્ટમાંથી:દુબઈએ શ્રીમંત વૃદ્ધોને આકર્ષવા માટે નવી યોજના રજૂ કરી, તળિયે ગયેલા અર્થતંત્રને ટેકો આપવા રેસિડેન્ટ વિઝાનો પ્રસ્તાવ

દુબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગભગ રૂ.4 કરોડના રોકાણની શરત મૂકી

સંયુક્ત અરબ અમીરાતના આકર્ષક શહેર દુબઈમાં ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં વૃદ્ધો જોવા મળી શકે છે. સપ્ટેમ્બરમાં દુબઈએ 55 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રેસિડન્ટ વિઝા આપવાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પડી ભાંગેલા અર્થતંત્રને ટેકો આપવા આ યોજના બનાવી છે.

આ વર્ષે દુબઈના અર્થતંત્રમાં 11%નો ઘટાડો આવી શકે છે. રેસિડન્ટ વિઝાની અરજી આપનારાએ રૂ.3 કરોડ 95 લાખ જેટલી કિંમતની સંપત્તિ ખરીદવી પડશે કે તેમની પાસે એટલા પૈસા હોવા જોઈએ. અન્ય ખાડી દેશોતી અલગ દુબઈ તેલ કે ગેસ પર નિર્ભર નથી. જીડીપીમાં તેની ભાગીદારી માત્ર 1% છે. તેનું અર્થતંત્ર સર્વિસ સેક્ટર પર ટકેલું છે. પ્રવાસીઓને આકર્ષવા મટે નવી હોટલ, મોલ બનતા રહે છે. જોકે, મહામારીથી પહેલા દુબઈમાં જરૂર કરતાં વધુ બાંધકામ થઈ ચૂક્યું છે. દુબઈમાં એક ફ્લેટની ચોરસ ફૂટની કિંમત 2014ની સરખામણીએ 35% ઘટી ગઈ છે. ભાડું પણ ઘટી રહ્યું છે.

સપ્ટેમ્બરમાં અમીરાતે બે અબજ લોડરના બોન્ડ બહાર પાડીને પોતાની બેલેન્સ શીટની દુર્લભ ઝલક આપી હતી. જેમાં દુબઈ સરકારનું દેવું રૂ.2.49 લાખ કરોડ બતાવાયું હતું. જે જીડીપીના 30%થી ઓછું છે. રેટિંગ એજન્સી એસએન્ડપીએ દુબઈના દેવાને જીડીપીના 148% જણાવ્યું છે. યોજના હેઠળ આવનારા પેન્શનર દુબઈની વધારાની ક્ષણતાનો થોડોઘણો ઉપયોગ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો