56 માળની હોટલના હેલિપેડ ઉપર પ્લેનનું લેન્ડિંગ-ટેકઓફ:માત્ર 27 મીટરનો રનવે; પાઇલટે સ્ટંટ પહેલાં 650 વખત પ્રેક્ટિસ કરી- જુઓ VIDEO
હેલિપેડ તરફ આગળ વધતા લ્યૂક સેપેલા. તેઓ પોલેન્ડના નાગરિક છે.
દુનિયાના એક સર્વશ્રેષ્ઠ એર રેસિંગ ચેમ્પિયને દુબઈના બુર્જ અલ અરબ હોટલની છત ઉપર બનેલા હેલિપેડ ઉપર પ્લેનનું લેન્ડિંગ કર્યું. આ 7 સ્ટાર હોટલ છે. એટલું જ નહીં, તેમણે સ્મોલ એરક્રાફ્ટને લેન્ડ કરાવ્યા પછી ત્યાંથી જ અદ્ભુત રીતે ટેકઓફ પણ કર્યું.
બુર્જ અલ અરબ હોટલની છત ઉપર બનેલું હેલિપેડ.
થોડું વિચારો, આ કેટલું ખતરનાક કામ હતું
આ રુવાંટાં ઊભાં કરનાર સ્ટંટને અંજામ આપનાર પાઇલોટનું નામ લ્યૂક સેપેલા છે. તેઓ પોલેન્ડના રહેવાસી છે. તેમણે બુર્જ અલ અરબ જુમૈરા હોટલની છત ઉપર બનેલા હેલિપેડ ઉપર લેન્ડિંગ કર્યું. અહીંનું હેલિપેડ કોઈ લૉન ટેનિસના કોર્ટ કરતાં પણ નાનું છે.
થોડું વિચારો, દુનિયાનો સૌથી નાનો કોમર્શિયલ રનવે 400 મીટરનો છે અને જે રનવે ઉપર લ્યૂકે પોતાનું સિંગલ એન્જિન એરક્રાફ્ટ લેન્ડ કરાવ્યું, તે લગભગ 27 મીટર લાંબો છે. 39 વર્ષના લ્યૂકે કહ્યું- આ લેન્ડિંગ પહેલાં મેં 650 વખત પ્રેક્ટિસ સેશન કર્યું. તેમ છતાંય ફાઇનલ લેન્ડિંગ ત્રીજી કોશિશમાં કરી શક્યો.
બુર્જ અલ અરબ હોટલ તરફ આગળ વધતું લ્યૂકનું સ્મોલ એરક્રાફ્ટ
હોટલની છત ઉપર બનેલા હેલિપેડ ઉપર લેન્ડિંગ પહેલાં પાઇલટ લ્યૂક સેપેલા
અનેક ચેલેન્જ હતી
- લ્યૂકે ત્યાર બાદ કહ્યું- સૌથી મોટી ચેલેન્જ તો એ હતી કે આ લેન્ડિંગ માટે મને એર ટ્રાફિક કંટ્રોલના સિગ્નલ કે કોઈ અન્ય ફેસિલિટી મળી નથી. આ ફેસિલિટી તો અમને માત્ર એરપોર્ટ ઉપર મળે છે. આજે તો હેલિપેડ દેખાયું જ નહીં, રેડિયસ પણ ખૂબ જ ઓછું હતું. મેં મારી આવડતનો ઉપયોગ કર્યો અને એકદમ યોગ્ય જગ્યાએ લેન્ડિંગ કર્યું. તે પછી ટેકઓફ કરવું તેનાથી પણ વધુ રોમાંચક હતું.
- આ મામલે ખાસ વાત એ છે કે આ પ્લેનને ખાસ આ સ્ટંટ માટે અમેરિકન એન્જિનિયર માઇક પેટે ડિઝાઇન કર્યું હતું. ફ્યૂલ ટેંક આગળની જગ્યાએ પાછળ લગાવવામાં આવી.
- આ હેલિપેડને ખાસ બનાવવા માટે 2005માં અહીં રોજર ફેડરર અને આંદ્રે અગાસીએ ટેનિસ મેચ પણ રમી હતી. બુર્જ અલ અરબ જુમૈરા 1999માં શરૂ થઇ હતી. તેને બનાવવામાં એક અબજ ડોલર ખર્ચ થયા. આ હોટલમાં 199 એક્સક્લૂસિવ સ્યૂટ્સ્ટ છે. સૌથી મોંઘા રૂમનું ભાડું 24 હજાર ડોલર છે.
બુર્જ અલ અરબ જુમૈરા 1999માં શરૂ થઇ હતી. તેના ઉપર 1 અબજ ડોલરનો ખર્ચ થયો.