અમેરિકન ફ્લાઇટમાં ભારતીય વિદ્યાર્થીએ અમેરિકન યાત્રી ઉપર પેશાબ કર્યો:નશામાં ધૂત હતો યુવક, ક્રૂ મેમ્બર્સની વાત સાંભળતો નહોતો; એરલાઇન્સે કર્યો પરમેનેન્ટ બેન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઇટ 292માં એક અમેરિક યુનિવર્સિટીના વિદ્યાર્થી દારૂના નશામાં ધૂત થઈને યાત્રા કરી રહ્યો હતો- સિમ્બોલિક ઇમેજ - Divya Bhaskar
અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઇટ 292માં એક અમેરિક યુનિવર્સિટીના વિદ્યાર્થી દારૂના નશામાં ધૂત થઈને યાત્રા કરી રહ્યો હતો- સિમ્બોલિક ઇમેજ

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં નશામાં ધૂત એક ભારતીય વ્યક્તિએ અમેરિકી યાત્રી ઉપર પેશાબ કરી દીધો. ઘટના 3 માર્ચની જણાવવામાં આવી રહી છે. મામલે હવે સામે આવ્યો છે. આ ફ્લાઇટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. એરલાઇનના જણાવ્યા પ્રમાણે- ઘટના પછી આરોપીએ માફી માગી લીધી હતી. પરંતુ એરલાઇન્સે આરોપી પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે.

દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ કહ્યું- ફ્લાઇટ 292માં અમેરિકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી નશામાં ધૂત થઈને યાત્રા કરી રહ્યો હતો. વિદ્યાર્થીનું નામ આર્યા વોહરા છે. તેણે સૂતી સમયે પેશાબ કરી દીધો, જે લીક થઈને પાસે બેઠેલા યાત્રી ઉપર પડ્યો. આ વાતની ફરિયાદ ક્રૂ મેમ્બરને કરવામાં આવી હતી.

આરોપીએ પાસે બેઠેલા યાત્રીની માફી માગી
અધિકારીએ કહ્યું- ફ્લાઇટે 3 માર્ચ રાતે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ઉડાન ભરી હતી. 14 કલાક 26 મિનિટની યાત્રા દરમિયાન આ ઘટના બની. આરોપીએ પીડિત યાત્રી પાસે માફી માગી લીધી. એટલે તે આ મામલાની જાણકારી પોલીસને આપવા ઇચ્છતો નહોતો. પરંતુ જ્યારે ક્રૂ મેમ્બરને આ બાબતની જાણકારી મળી ત્યારે તેમણે પાઇલટને જણાવ્યું.

વિમાન 4 માર્ચે સવારે 10.12 વાગ્યે દિલ્હી એરપોર્ટ ઉપર લેન્ડ થયું ત્યારે એર ટ્રાફિક કંટ્રોલર(ATC)ને આ મામલે જાણકારી આપવામાં આવી. દિલ્હીથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર CISFના જવાનોએ વિમાન લેન્ડ થતાં જ આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ક્રૂ મેમ્બરની વાત ઇગ્નોર કરી રહ્યો હતો આરોપી વિદ્યાર્થી
અમેરિકન એરલાઇન્સે કહ્યું- વિદ્યાર્થી નશામાં ધૂત હતો. તે ક્રૂ મેમ્બર્સની વાત સાંભળી રહ્યો નહોતો. જ્યારે તેને તેની સીટ ઉપર બેસવા માટે કહેવામાં આવ્યું ત્યાર તે વિવાદ કરવા લાગ્યો. તે અન્ય યાત્રીઓને પરેશાન કરી રહ્યો હતો. થોડીવાર પછી તે સૂઈ ગયો.

નશામાં ધૂત મુસાફરે વિમાનમાં કર્યું શરમજનક કૃત્ય: મહિલાની સીટ પાસે આવી તેના પર પેશાબ કર્યો, USથી આવતી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું, જેને તમામ લોકો જોતા રહી ગયા. નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાએ ફરિયાદ કરી છતાં કેબિન ક્રૂ-મેમ્બર્સ તરફથી તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો. ત્યાર પછી ઘટના અંગે તપાસ શરૂ થઈ. જાણો સમગ્ર મામલો

એર ઈન્ડિયાના વિમાનમાં મહિલા પર પેશાબ કરવાની બીજી ઘટના: પેરિસ-દિલ્હી ફ્લાઇટમાં નશામાં હતો આરોપી; માફી માગતાં છોડી મૂક્યો

6 ડિસેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ 142માં એક મુસાફર દારૂના નશામાં મુસાફરી કરી રહ્યો હતો. તે ફ્લાઈટ ક્રૂની કોઈ સૂચનાનું પાલન કરતો ન હતો. બાદમાં તેણે મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો. એરલાઈને આ અંગે દિલ્હી એરપોર્ટના અધિકારીઓને ફરિયાદ કરી. જાણો સમગ્ર મામલો

ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન આ અધિકાર હોય: જો ફ્લાઈટમાં કોઈ ગેરવર્તન કરે છે તો પાઇલટ ફ્લાઇટમાંથી ઉતારી શકે છે, હવાઈ મુસાફરીમાં શું છે કાયદાઓ?

છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટમાં મુસાફરો સાથે અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, જે મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. થોડા દિવસ પહેલાં એક મહિલા પર મુસાફર પેશાબ કરી દીધો હતો. તો વિસ્તારા એરલાઇનની ફ્લાઇટમાં એક મહિલાએ બધા મુસાફરોની સામે કપડાં કાઢી નાખ્યાં હતાં. આ બાદ તો આ મહિલાએ તમામ હદ પાર કરી દઇને ક્રુ મેમ્બર સાથે મારપીટ, ગાળો અને થૂંકવા લાગી હતી. આ બાદ અબુધાબીથી મુંબઇ જતી વિસ્તારા એરલાઇનમાં મુસાફરી કરતી 45 વર્ષીય ઇટલીની મહિલા યાત્રી પર એક ક્રુ સભ્યને કથિત રીતે મારવા અને બીજા મેમ્બર પર થૂંકવાના આરોપને કારણે બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. અહીં ક્લિક કરીને જાણો હવાઈ મુસાફરીમાં કાયદાઓ અંગે...