રશિયા-યુક્રેન યુદ્ધના એક વર્ષ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રથમ વખત યુક્રેન પહોંચ્યા છે. તેમણે રવિવારે રશિયાના કબજા હેઠળના શહેર મારયુપોલની મુલાકાત લીધી હતી. ડોનેટ્સક ક્ષેત્રના આ શહેર પર મે 2022થી રશિયાની સેનાનો કબજો છે. પુતિન હેલિકોપ્ટર દ્વારા મારિયુપોલ પહોંચ્યા હતા. અહીં તેઓ ઘણા જિલ્લાઓમાં ગયા. તેમણે ડેપ્યુટી પીએમ ખુશુનિલિનની સાથે મારિયુપોલના રસ્તા પર કાર પણ ચલાવી હતી. પુતિને ત્યાંના રસ્તાઓને સારા ગણાવ્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી.
પુતિન એક દિવસ પહેલાં ક્રિમિયા ગયા હતા પુતિન શનિવારે રશિયાના કબજા હેઠળના ક્રિમિયા પહોંચ્યા હતા. તેઓ બ્લેક સીના દ્વીપકલ્પના કબજાની નવમી વર્ષગાંઠ પર અહીં પહોંચ્યા હતા. રશિયાના મીડિયા મુજબ, તેઓ સેવાસ્તોપોલના બ્લેક સી પોર્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી. પુતિને ક્રિમિયામાં એક આર્ટ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
રશિયાએ જનમતના આધારે 2014માં યુક્રેનના ક્રિમિયા પર કબજો કરી લીધો હતો. રશિયાના આ પગલાને યુક્રેન અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા માન્યતા આપવામાં આવી ન હતી.
શુક્રવારે ધરપકડ વોરંટ જાહેર થયું હતું
શુક્રવારે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું- પુતિને યુક્રેનમાં વોર ક્રાઈમ કર્યો છે. પુતિન યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર છે. જો કે, રશિયાએ યુદ્ધ ગુનાના આરોપોને નકારી કાઢ્યા છે.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું- કાયદાકીય રીતે આ ધરપકડ વોરંટનો રશિયા માટે કોઈ અર્થ નથી. કારણ કે રશિયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના રોમ સ્ટેટ્યુટ (Rome Statute)નો ભાગ નથી. ખરેખરમાં, 123 દેશોએ કોર્ટની સ્થાપના માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રશિયાએ હસ્તાક્ષર કર્યા નથી. આ કારણે રશિયા ICCના કોઈપણ નિર્ણયને સ્વીકારતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.