• Home
  • International
  • Dr. Nigar Johar becomes Lieutenant General, first lady to get Three Star rank in Pak Army

પાકિસ્તાન / ડો. નિગાર જૌહર બની લેફ્ટેનન્ટ જનરલ, Pak આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક મેળવનાર પ્રથમ મહિલા

ડો.નિગાર જૌહર પાકિસ્તાનની પ્રથમ મહિલા છે કે જેણે પાકિસ્તાન આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક પ્રાપ્ત કર્યો છે
ડો.નિગાર જૌહર પાકિસ્તાનની પ્રથમ મહિલા છે કે જેણે પાકિસ્તાન આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક પ્રાપ્ત કર્યો છે
X
ડો.નિગાર જૌહર પાકિસ્તાનની પ્રથમ મહિલા છે કે જેણે પાકિસ્તાન આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક પ્રાપ્ત કર્યો છેડો.નિગાર જૌહર પાકિસ્તાનની પ્રથમ મહિલા છે કે જેણે પાકિસ્તાન આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક પ્રાપ્ત કર્યો છે

  • વર્ષ 2017માં નિગારને મેજર જનરલ બનાવવામાં આવી હતી, ત્યારે આ રેન્ક હાંસલ કરનારી તે ત્રીજી મહિલા હતી
  • નિગાર પાકિસ્તાનના શ્વાબી જિલ્લાના ખૈબર પખ્તૂનખ્વા રહેવાસી છે, એક ડોક્ટર હોવા સાથે તે શૂટર પણ છે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 07:38 PM IST

ઈસ્લામાબાદ. ડો.નિગાર જૌહર પાકિસ્તાન આર્મીમાં લેફ્ટેનન્ટ જનરલ બની છે. તે પાકિસ્તાનની પ્રથમ મહિલા છે કે જેણે પાકિસ્તાન આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ તેને પાકિસ્તાન સેનાની પહેલી મહિલા સર્જન જનરલ પણ નિયુક્ત કરવામાં આવી છે. વર્ષ 2017માં નિગારને મેજર જનરલ બનાવવામાં આવી હતી. ત્યારથી આ રેન્ક હાંસલ કરનારી તે ત્રીજી મહિલા હતી. નિગાર પાકિસ્તાનના શ્વાબી જિલ્લાના ખૈબર પખ્તૂનખ્વાની રહેવાસી છે.
નિગાર એક ડોક્ટર હોવાની સાથે માહિર શૂટર પણ છે. લેફ્ટેનન્ટ જનરલ જૌહર પાકિસ્તાન આર્મીના મેડિકલ કોરમાં પોસ્ટેડ છે. તે સાઉથ એશિયાની સૌથી મોટી આર્મી હોસ્પિટલની કમાન સંભાળી રહી છે, જ્યાં દરરોજ 700થી વધારે રોગીઓના ઈલાજ થઈ રહ્યા છે. નિગારને વર્ષ 2015માં CMH ઝોલમના કમાન્ડેડ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ પદ પર પહોંચનારી તે પ્રથમ મહિલા હતી.

પિતા પણ આર્મીમાં કર્નલ હતા
નિગાર પાકિસ્તાનના ભૂતપુર્વ સેના અધિકારી રિટાયર્ડ મેજર મોહમ્મદ આમિરની ભત્રીજી છે. તે ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)માં હતા. તેમના પિતા કર્નલ કાદિર પણ ISIમાં હતા. આશરે 30 વર્ષ અગાઉ એક માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયુ હતું. આ દુર્ઘટનામાં તેમની પત્ની પણ મૃત્યુ પામ્યા હતા.

નિગારને વર્ષ 2015માં ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ને એક વીડિયોમાં જોવા મળી હતી. તેમાં કે કહેતી હતી કે પાકિસ્તાન મારો દેશ છે, અહીં મારો જન્મ થયો હતો અને આગળ વધવાની તક મળી. આ પ્રથમ એવો દેશ છે કે જેમાં આર્મીમાં મહિલા જનરલ ઓફિસર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી