તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ રિવોલ્યુશન:વિશ્વમાં પ્રથમ વખત એકસાથે જ ફેસ અને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ, કાર અકસ્માતમાં 80% દાઝ્યા હતા જોસેફે

ન્યુજર્સી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
18 જુલાઈ 2018ના અકસ્માત પહેલાં જોસેફ(ડાબે). બીજો ફોટો ટ્રાન્સપ્લાન્ટ પછીનો છે. - Divya Bhaskar
18 જુલાઈ 2018ના અકસ્માત પહેલાં જોસેફ(ડાબે). બીજો ફોટો ટ્રાન્સપ્લાન્ટ પછીનો છે.

અમેરિકાના જોસેફ ડોમિયો(22) વિશ્વના પ્રથમ એવી વ્યક્તિ બન્યા છે, જેમના બંને હાથ અને ફેસ એટલે કે ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જુલાઈ 2018માં જોસેફ એક કાર અકસ્માતમાં 80 ટકા સળગી ગયા હતા. મેડિકલ એક્સપર્ટ્સે જોસેફનો જીવ બચાવવા સિવાય તેમને નવો ચહેરો અને હાથ પણ આપ્યો. હવે તે પરિવારની સાથે નવી જિંદગી જીવી રહ્યાં છે.

પહેલા મામલો જાણીએ
ન્યૂજર્સીમાં રહેતા જોસેફને લોકો પ્રેમથી જોય પણ કહે છે. જુલાઈ 2018માં તે ઓફિસથી નાઈટ શિફટ પછી પરત ફરી રહ્યાં હતા. કાર ચલાવતી વખતે તેમને ઉંધ આવી ગઈ. તેના કારણે કાર એક જગ્યાએ અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ. કેટલાક લોકોએ જેમતેમ કરીને તેમને કારમાંથી બહાર કાઢ્યા હતા. તેમની આંગળીઓ અને હાથ સળગી ચુક્યા હતા, ચેહેરો પણ લગભગ ખત્મ થઈ ચૂક્યો હતો. આંખ પણ એ હદ સુધી ખરાબ થઈ ગઈ કે કોઈ ચીજને જોવી લગભગ અશકય થઈ ગઈ.

20 ઓગસ્ટ 2020ના રોજ જોસેફની સર્જરી કરાઈ.
20 ઓગસ્ટ 2020ના રોજ જોસેફની સર્જરી કરાઈ.

પહેલા ચાર મહિના દાઝ્યા હતા તેની સારવાર ચાલી
insider.comના જણાવ્યા મુજબ ઘટનાના ચાર મહિના સુધી જોસેફે હોસ્પિટલના બર્ન યુનિટમાં રહેવું પડ્યું. કોઈ પણ રીતે તેમનો જીવ બચાવવામાં આવ્યો. તેમાંથી લગભગ અઢી મહિના સુધી તે કોમામાં રહ્યાં. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમણે ડોક્ટર્સને કહ્યું કે તેઓ પહેલાની જેમ જ જીંદગી જીવવા માંગે છે. તે એ સમય હતો જ્યારે તેમની મેડિકલ ટીમે જોસેફના ફેસ અને બંને હાથને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો.

ટ્રાન્સપ્લાન્ટ પ્રોસેસ
તેના માટે 3D ટેકનિકની મદદ લેવામાં આવી. 96 મેડિક્લ એક્સપર્ટ્સની ટીમે મોરચો સંભાળ્યો હતો. જેના લીડર હતા ડોક્ટર અદુઆર્દો રોડિગ્ઝ. રોડિગ્ઝ કહે છે- મેં મારી જીંદગીમાં જોસેફ જેવી હિંમ્મતવાળો દર્દી પહેલા જોયા નથી. આ ડોક્ટર તરીકેના કેરિયરમાં મેં ચાર ફેસ ટ્રાન્સપ્લાન્ટ અગાઉ પણ કર્યા, જોકે ફેસ અને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ એક સાથે પ્રથમ વખત કર્યુ છે. રોડ્રિગ્જ બે અન્ય દર્દીઓના ફેસ અને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવાની અગાઉ પણ કરી ચૂક્યા હતા. બંને વખત ઈન્ફેક્શનના કારણે ઓપરેશન નિષ્ફળ રહ્યું. એક દર્દીનું તો મૃત્યુ પણ થયું હતું.

સર્જરીના થોડા મહિના પછી હવે જોસેફ ઘરમાં રહી રહ્યાં છે.
સર્જરીના થોડા મહિના પછી હવે જોસેફ ઘરમાં રહી રહ્યાં છે.

રિસ્ક અને જીવ જવાનો ખતરો
જોસેફના મામલામાં કેટલાક ડોનર્સની જરૂરિયાત હતી. ડોનર્સ મળ્યા પણ. જોકે 94 ટકા કોમ્પલિકેશન્સના કારણે નિષ્ફળ થયા હતા. અંતે ડેલાવેયરના એક ડોનરને પરફેક્ટ મેચ માનવામાં આવ્યો. બંને હાથોની કોણીમાં મુવમેન્ટ લાવી તે એક મોટી ચેલેન્જ હતી. 6 બલ્ડ વેસલ્સને સરક્યુલેશન માટે તૈયાર કરવી તે સરળ કામ ન હતું. ચહેરો સંપૂર્ણ ખરાબ હતો.

આ બધી મુશ્કેલીઓ છતા, જે સૌથી મોટો ખતરો હતો, તે એ હતો કે જો સર્જરી નિષ્ફળ રહી તો જોસેફની સ્થિતિ પહેલા કરતા પણ ખરાબ થઈ જાત.

જોસેફના જણાવ્યા મુજબ, હવે તે સંપૂર્ણ રીતે ફીટ છે. તેમને કોઈ પણ દુખાવો રહેતો નથી.
જોસેફના જણાવ્યા મુજબ, હવે તે સંપૂર્ણ રીતે ફીટ છે. તેમને કોઈ પણ દુખાવો રહેતો નથી.

હવે ગોલ્ફ રમી રહ્યાં છે જોસેફ
12 ઓગસ્ટ 2020ના રોજ જોસેફના સંપૂર્ણ ફેસને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. સર્જરી 23 કલાક ચાલી અને તે પછી રિહેબિલેટેશન. સૌથી વધુ ખુશી એ વાતની છે કે તેઓ હવે ઘણુ વજન ઉઠાવી શકે છે. તેમની કુલ 20 સર્જરી થઈ છે. ટ્રાન્સપ્લાન્ટમાં 6 મહિના પછી જોસેફની મેડિકલ ટીમે તેને સક્સેસફુલ ગણાવી.

usatoday મુજબ, 2005માં વિશ્વમાં માત્ર 40 ફેસ ટ્રાન્સપ્લાન્ટ થયા. જોસેફ કહે છે કે મારુ શરીર હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. હા સ્કિન જરૂર ડેમેજ થઈ છે. હવે કોઈ દુખાવો કે બળતરા થતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો