તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Fighting Against The Taliban, Saleh Told His Bodyguard That If He Was Wounded, He Would Shoot Him In The Head And That He Would Not Surrender.

પંજશીરના શેર સાલેહની જાહેરાત:તાલિબાની સામે લડી રહેલા સાલેહે અંગરક્ષકને કહી દીધું હતું કે ઘાયલ થઈ જઉં તો માથામાં ગોળી મારી દેજો, હું સમર્પણ નહી કરું

લંડન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાન સ્પેશિયલ ફોર્સની સાથે મોબ કન્ટ્રોલ યુનિટની મદદથી જેલમાં સ્થિતિને સંભાળવામાં આવી

અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાનીઓની વિરુદ્ધ બળવાખોરીની આગેવાની કરી રહેલા અમરુલ્લાહ સાલેહે કહ્યું કે તે આત્મસમર્પણ કરવા માંગતા નથી. નિર્ણાયક જંગની જાહેરાત કરતા સાલેહે કહ્યું કે મેં મારા ગાર્ડને કહી દીધું છે જો હું ઘાયલ થઈ જાઉં તો મને માથામાં ગોળી મારી દેજો, કારણ કે હું તાલિબાન સમક્ષ ઘૂંટણ ટેકવા માંગતો નથી.

લંડનના ન્યુઝ પેપર ડેલી મેલમાં 48 વર્ષના સાલેહે લખ્યું છે કે સંકટના સમયે જ નેતાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું, મારુ માનવું છે કે તેમણે પોતાની જમીન સાથે ડગો કર્યો છે. જે રાતે કાબુલ તાલિબાનીઓના કબ્જામાં આવ્યું, મને ત્યાંના પોલીસ ચીફે ફોન કર્યો. તેમણે જણાવ્યું કે જેલમાં વિદ્રોહ મચી ગયો છે અને તાલિબાની કેદી ભાગવાની કોશિશ કરી રહ્યાં છે. મેં તાલિબાની ન હોય તેવા કેદીઓનું નેટવર્ક તૈયાર કર્યું છે. મેં તેમને જેલની અંદર વિદ્રોહનો વિરોધ કરવાનો આદેશ આપ્યો.

મને કાબુલમાં ક્યાંય કોઈ અફઘાની સૈનિક ન મળ્યો
સાલેહે કહ્યું- અફઘાનિસ્તાન સ્પેશિયલ ફોર્સની સાથે મોબ કન્ટ્રોલ યુનિટની મદદથી જેલમાં સ્થિતિને સંભાળવામાં આવી. ત્યારના રક્ષામંત્રી, ગૃહમંત્રીને પણ મેં ફોન કર્યો હતો અને આગામી સવારે તેમના ડેપ્યુટીને પણ, પરંતુ તે મળ્યા નહોતા. બંને મંત્રાલયોમાં કોઈ જવાબદાર અધિકારી ન મળ્યા, જે મને કહી શકે કે રિઝર્વ ફોર્સિસ કે કમાન્ડોને તહેનાત શાં માટે કરવામાં આવ્યા નથી. મને શહેરમાં ક્યાંય અફઘાની સૈનિક મળ્યા નથી, જેને તહેનાત કરી શકાય.

તે પછી મે કાબુલ પોલીસ ચીફ સાથે વાત કરી, જે ખૂબ જ બહાદુર માણસ છે. તેમણે જણાવ્યું કે પૂર્વી સીમા પર અમે હારી ગયા અને દક્ષિણમાં પણ 2 જિલ્લા તાલિબાનીના કબજામાં છે. સાથે જ વરદાકની પણ આ જ સ્થિતિ છે. તેમણે કમાન્ડોઝને તહેનાત કરવા માટે મારી મદદ માંગી છે. મેં તેમને કહ્યું હતું કે જે પણ સૈનિક તેમની સાથે છે, તે તેમની સાથે જ લગભગ એક કલાક સુધી મોરચા પર લાગેલા રહ્યાં પરંતુ હું તેમની વિરુદ્ધ કોઈ ફોજ એકત્રિત કરી શક્યો નથી.

તેમણે રાષ્ટ્રપતિ ભવન અને પૂર્વ સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબને ફોન કર્યો પરંતુ કોઈ ફાયદો ન થયો. મેં પણ રાષ્ટ્રપતિ ભવન અને સુરક્ષા સલાહકારને ફોન કર્યો કે કઈક કરો. જોકે મને પણ કોઈ જવાબ મળ્યો નથી. 15 ઓગસ્ટની સવારે 9 વાગે કાબુલમાં હાહાકાર મચી ગયો હતો.

સાલેહે કહ્યું કે કાબુલ પર તાલિબાનના કબજા પછી મેં કાબુલમાં પોતાના ઘરે જઈને મારી પુત્રી અને પત્નીના ફોટોનો નાશ કર્યો. તાલિબાન સાથે લડવાની તૈયારીમાં પંજશીર તરફ નીકળી પડ્યો.
સાલેહે કહ્યું કે કાબુલ પર તાલિબાનના કબજા પછી મેં કાબુલમાં પોતાના ઘરે જઈને મારી પુત્રી અને પત્નીના ફોટોનો નાશ કર્યો. તાલિબાન સાથે લડવાની તૈયારીમાં પંજશીર તરફ નીકળી પડ્યો.

પોતાના માણસો સાથે દગો કરીને ભાગી ગયા નેતા
સાલેહે કહ્યું- 15 ઓગસ્ટ પહેલા ઈન્ટેલીજન્સ ચીફ મારી પાસે આવ્યા અને કહ્યું કે જ્યાં પણ તમે જશો, હું સાથે આવીશ. જો તાલિબાનીઓએ રસ્તો રોકી લીધો તો અમે અંતિમ જંગ સાથે-સાથે લડીશું. એ રાજકારણીએ જે વિદેશોની હોટલ અને વિલામાં રહી રહ્યાં છે, તેમણે પોતાના લોકો સાથે દગો કર્યો. આ લોકો હવે ગરીબ અફઘાનીઓને વિદ્રોહ કરવાનુ કહી રહ્યાં છે. જે કાયરતા છે. જો આપણે વિદ્રોહ ઈચ્છીએ છીએ તો આ વિદ્રોહની આગેવાની પણ હોવી જોઈએ.

સાલેહે કહ્યું તે કહી શકે છે કે અઘાનિસ્તાનમાં જે લોકો રહી ગયા છે, તે શહીદ થઈ જશે. કેમ નહી? અમે એવા નેતા ઈચ્છીએ છીએ જે શહીદ થાય. અમને એવા નેતા જોઈએ છે જે કેદી બને. મેં મારા પોતાના મેન્ટર અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદને ફોન કર્યો. તેમને પુછ્યું કે ભાઈ તમે ક્યાં છો. તેમણે કહ્યું કે તે કાબુલમાં છે અને આગામી પગલાની યોજના બનાવી રહ્યાં છે. મેં તેમને જણાવ્યું કે હું પણ કાબુલમાં છું. મેં કહ્યું કે અમારી આર્મીની સાથે આવો.

તે પછી હું કાબુલમાં પોતાના ઘરે ગયો. પોતાની પુત્રી અને પત્નીના ફોટોનો નાશ કર્યો. પોતાનું કમ્પ્યુટર શોધ્યુ અને પોતાના ચીફ ગાર્ડ રહીમને કહ્યું કે પોતાનો હાથ કુરાન પર રાખો. મેં તેમને કહ્યું કે અમે પંજશીર જઈ રહ્યાં છે અને રસ્તા પર તાલિબાનીનો કબજો છે. અમે લડીશું અને સાથે મળીને લડીશું. જો હું ઘાયલ થઈ જઉં તો મારા માથામાં 2 ગોળી મારી દેજો. હું તાલિબાની સામે ઘંૂટણ ટેકાવવા માંગતો નથી.

અન્ય સમાચારો પણ છે...