તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસમંજસમાં US રાષ્ટ્રપતિ:વ્હાઈટ હાઉસમાં જ રહેવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ, અહીંયા તે બંકરની જેમ સુરક્ષિત અનુભવે છે

વોશિંગ્ટન7 દિવસ પહેલા

ચૂંટણી હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ બે વખત મીડિયા સમક્ષ આવ્યા. પોતાની વાત કહી અને પાછા ચાલ્યા ગયા. મીડિયાના એક પણ સવાલનો જવાબ ન આપ્યો.વ્હાઈટ હાઉસથી લગભગ 40 કિમી દૂર વર્જિનીયામાં ગોલ્ફ રમી રહ્યાં છે. અમુક અધિકારીઓને બરતરફ કરી રહ્યાં છે અને અમુક મહત્વના નિર્ણયો કરી રહ્યાં છે. જેમાંથી એક અફઘાનિસ્તાન અને ઈરાકથી અમેરિકન સૈનિકોની વાપસીનો છે.

CNNએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, ટ્રમ્પ અને પત્ની મેલાનિયાને રજા માટે સાઉથ ફ્લોરિડામાં તેમના રિસોર્ટમાં જવાનું હતું. પણ હવે તેમણે વોશિંગ્ટનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે, આ બંકરમાં રહેવાની માનસિકતા છે.

ફેન્સિંગ પણ હટી ગઈ
ઈલેક્શન ડે પર વ્હાઈટ હાઉસની બહાર મેટલ ફેન્સિંગ કરવામાં આવી હતી. હવે તે હટી ગઈ છે. અહીંયા બાઈડનની પરેડ માટે સ્ટેન્ડ્સ બનવા લાગ્યા છે. ચાર વર્ષ પહેલા તે ટ્રમ્પ માટે પણ બન્યા હતા. પણ ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર નથી. તે લોકતંત્રની જંગ કાયદાકીય રીતે જીતવા માગે છે. 2016માં તેમણે લોકતાંત્રિક રીતે જ ચૂંટણી જીતી હતી. હવે તે કદાચ એ ભૂલી રહ્યાં છે. તેમણે ચાર વર્ષના ટેન્યોરમાં કદાચ જ એવી કોઈ તક જ્યારે કેમેરાથી અને ટીવીથી આ પ્રકારે અંતર રાખ્યું હશે.પણ 3 નવેમ્બર પછી તે આવું જ કરી રહ્યાં છે.

પેન્સને બે વખત લંચ પર મળ્યા
ત્રણ નવેમ્બર પછી ઘણી વખત તેમના પબ્લિક પ્રોગ્રામ લિસ્ટ કરવામાં આવ્યા, પણ દરેક વખતે તેને રદ્દ કરી દેવાયા. ગત સપ્તાહે ગુરુવારે તેમને વિદેશ અને નાણાં વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી. વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને બે વખત મળ્યા. પણ લગભગ એક મહિનાથી તે ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ નથી લઈ રહ્યાં. જો કે, એ પણ સાચું છે કે આ બ્રીફિંગ પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઈડન સુધી પણ નથી પહોંચી રહી.

વિદેશી નેતાઓ સાથે વાતચીત બંધ
ઘણા વિદેશી નેતા બાઈડનને જીતની શુભેચ્છા પાઠવી ચુક્યાં છે. તો આ તરફ ટ્રમ્પે આ રાષ્ટ્રધ્યક્ષો સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈન્યુઅલ મેન્ક્રો સાથે તેમણે 30 ઓક્ટોબરે વાતચીત કરી હતી. ત્યારપછી કોઈ વિદેશી નેતા સાથે સંપર્ક નહોતો કર્યો. તેમને અંગત મિત્ર બેન્જામિન નેતન્યાહૂ અને નરેન્દ્ર મોદીનો પણ નહીં. ફોક્સ ન્યૂઝમાં રિપોર્ટર અને ટ્રમ્પના મિત્ર ગેરાલ્ડોએ ગત દિવસોમાં ટ્વિટમાં કહ્યું કે, એ સમય નજીક આવી રહ્યો છે જ્યારે તમે સન્માન સાથે વિદાય લેશો. જો કે, ટ્રમ્પ જીતનો દાવો કરી રહ્યાં છે.

નિર્ણય લેવામાં પાછળ નહીં
ટ્રમ્પ ભલે જ સામે ન આવી રહ્યાં હોય,પણ આવું બિલકુલ નથી કે તે નિર્ણય નથી લઈ રહ્યાં. ડિફેન્સ મિનિસ્ટર માર્ક એસ્પરને તેમને હટાવ્યા, હોમલેન્ડ સિક્યોરિટી ચીફને પણ ચાલતા કરી દીધઆ. અફઘાનિસ્તાન અને ઈરાકમાંથી સૈનિકો ઓછા કરવાનો આદેશ આપ્યો. સમાચાર મળ્યા છે કે તે ઈરાન અને તેની વાયદા વિરુદ્ધીઓને પણ સજા આપવા માગતા હતા. ઈમીગ્રેશન પર ઝડપથી કડક નિર્ણય લઈ શકે છે. અમુક લોકો માની રહ્યાં છે કે આગામી થોડાક દિવસ શાંતિ નહીં પસાર થાય.

બાઈડન પણ વ્યસ્ત
ટ્રમ્પ ચુપચાપ અને પડદાની પાછળથી નિર્ણયો કરી રહ્યાં છે. તો આ તરફ ઈલેક્ટ જો બાઈડન રોજ મીડિયા સાથે વાત કરી રહ્યાં છે અને એડમિનિસ્ટ્રેશન પર ફોકસ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે ટ્રમ્પ ટીવી જુએ છે. ત્યાર પછી ઓવલ ઓફિસ પહોંચે છે અને મોડી સાંજ સુધી ત્યાં જ રોકાય છે. રાષ્ટ્રપતિએ અત્યાર સુધી કોરોનાથી માર્યા ગયેલા અમેરિકન લોકો પર કોઈ ટિપ્પણી નથી કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો