તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Donald Trump US President Seat Race 2024 Update; Trump All Set To Be Front Runner For The 2024 Nomination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 વર્ષ પછી ફરી ટ્રમ્પ:રિપબ્લિકન પાર્ટી 2024માં ટ્રમ્પને જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે, તેમની પાસે વિકલ્પ પણ નથી

વોશિંગ્ટન5 મહિનો પહેલા

અમેરિકામાં 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ ચુકી છે. ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડન જીતી ચુક્યા છે. જો કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ પણ હાર માનવા માટે તૈયાર નથી. હાલ તો એવા સમાચારો સામે આવી રહ્યાં છે રિપબ્લિકન પાર્ટી 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને જ ફરી ઉમેદવાર બનાવી શકે છે.જેનું કારણ પણ સ્પષ્ટ છે. પાર્ટી પાસે ટ્રમ્પ કરતા વધુ શક્તિશાળી અને લોકપ્રિય નેતા નથી. જો કે, ત્યાં સુધી ટ્રમ્પની ઉંમર 78 વર્ષ થઈ ચુકી હશે.

ટ્રમ્પ પોતે ઈશારો કરી ચુક્યા છે
Axios અને વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં આપેલા બે રિપોર્ટ્સ પબ્લિશ કર્યા. જેમાં કહેવામાં આવ્યું કે, ટ્રમ્પે તેમના અંગત લોકોને જણાવી દીધું છે કે 2024માં તે ફરી રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે.રિપબલ્કિન પાર્ટીને GOP એટલે ગ્રેન્ડ ઓલ્ડ પાર્ટી પણ કહેવામાં આવે છે. CNNના એક રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ પાર્ટી પર પક્કડ મજબૂત કરી રહ્યાં છે. ગત દિવસોમાં તેમણે નેશનલ કમિટિમાં તેમના કટ્ટર સમર્થક રોના મેક્ડેનિયલને અપોઈન્ટ કર્યા હતા. આ કમિટિ સૌથી છેલ્લે પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મહોર લગાવે છે.

શું પાર્ટી મજબૂર છે
CNNના જણાવ્યા પ્રમાણે, રિપબ્લિકન પાર્ટી પાસે આગામી ચૂંટણી માટે વધુ વિકલ્પ નથી. જો છે તો પણ ટ્રમ્પની તુલનામાં તેમનું કદ ઘણું નાનું છે.તે પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા છે. 2020ની ચૂંટણીમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને બાઈડનને કેટલી ટક્કર આપી.એ પણ ત્યારે જ્યારે વધારે પ્રી અને પોસ્ટ પોલ્સમાં તેમને ફગાવવામાં આવી રહ્યા હતા. એવું નથી કે ટ્રમ્પનો પાર્ટીમાં વિરોધ નથી. અમુક વિરોધીઓ પણ છે, પણ તે પણ જાણે છે કે ટ્રમ્પની લોકપ્રિયતાને નકારવી સત્તામા વાપસીનો રસ્તો મુશ્કેલ કરી દેવા જેવું છે.

અને કયા નામ રેસમાં હશે
વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ, અરકંસાસના સેનેટર ટોમ કોટન, મિસૌરી સેનેટર જોશ હોવલે, UNમાં એમ્બેસેડર રહી ચુકેલા ભારતીય મૂળના નિક્કી હેલી. આ એવા નામ થે જે ટ્રમ્પ નહીં લડે તો રેસમાં સામેલ થઈ શકે છે.પરંતુ ટ્રમ્પ 2024 માટે તૈયાર થઈ જશે તો આ તમામ પાછળ હટી જશે. રિપબ્લિકન પાર્ટીના સૂત્રોએ પણ આની પુષ્ટી કરી છે. પાર્ટીમાં ટ્રમ્પના વિચારોને સ્વીકારી પણ શકાય છે. 94% રિપબ્લિકન્સ માને છે કે ટ્રમ્પે પાર્ટીના એજન્ડાને સારી રીતે લાગુ કર્યો છે. કટ્ટરપંથી ધડામાં 97% લોકો તેમના પક્ષમાં છે. દેખીતું છે કે જો ટ્રમ્પ 2024 માટે હા કરશે તો પછી બીજા કોઈ નેતા સામે નહીં આવે.

પણ અમુક સવાલો પણ છે
હવે સવાલ એ છે કે શું ટ્રમ્પનો રસ્તો એટલો જ સરળ છે, જેટલો માનવામાં આવી રહ્યો છે. જેનો જવાબ છે -ના. ટ્રમ્પ 2024માં 78 વર્ષના હશે. રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રમાણે આ વધુ ઉંમર છે. બીજી વાત. તેમના વિરુદ્ધ ઘણા આરોપો છે અને રાષ્ટ્રપતિ પદ પરથી હટતાની સાથે તેમને ઘણા કેસનો સામનો કરવો પડી શકે છે. જો કાયદાકીય અટકળો સામે નહીં આવે તો ટ્રમ્પ આગામી ચૂંટણીમાં ફરી જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો