• Home
  • International
  • Donald Trump | US Immigration Bill Latest News Updates On United States President Donald Trump

અમેરિકન ચૂંટણી પહેલાં પ્રવાસીઓને લલચાવાની તૈયારી / ટ્રમ્પે કહ્યું- ઘણાં મોટાં અને મેરિટ બેસ્ટ ઈમિગ્રેશન બિલની તૈયારી શરૂ, બાળપણમાં આવેલા વિદેશીઓને પણ નાગરિકતા મળશે

પહેલાં એવી ચર્ચા હતી કે, ટ્રમ્પ DACA પોલિસી ખતમ કરી શકે છે
X

  • ટ્રમ્પે કહ્યું- નવા બિલમાં ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ એટલે કે DACA પણ સામેલ થશે
  • બાળપણમાં બિન-કાયદાકીય રીતે અમેરિકા પહોંચેલા લોકો DACA દ્વારા ત્યાં રહેવા, વર્ક પરમિટ લેવાની છૂટ મળે છે

દિવ્ય ભાસ્કર

Jul 11, 2020, 09:57 PM IST

વોશિંગ્ટન. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ એક નવા અને ખૂબ મોટા મેરિડ બેસ્ડ ઈમિગ્રેશન સિસ્ટમની તૈયારી કરી રહ્યા છે. નવા ઈમિગ્રેશન બિલમાં ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ (DACA) પ્રોગ્રામ સાથે જોડાયેલા લોકોને પણ નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેનો અર્થ એવો થશે કે, તે પ્રવાસીઓને પણ નાગરિકતા મળી શકશે જે બાળપણથી અમેરિકા આવ્યા છે અને એક રીતે ગેરકાયદે રીતે અહીં રહે છે.

ક્રિમિનલ રેકોર્ડ નહીં હોય તો જ મળશે DACAનો ફાયદો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2012માં DACA પોલિસી લાગુ કરી હતી. આ પોલિસી પ્રમાણે 16 વર્ષની નાની ઉંમરના તે લોકો જે ગેરકાયદે રીતે અમેરિકા આવ્યા હતા તેમને અમેરિકામાં રહેવાની મંજૂરી અને વર્ક પરમિટ આપવા માટે લાવવામાં આવી હતી. જોકે શરત એ રાખવામાં આવી હતી કે તે વ્યક્તિનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. DACAને દરે 2 વર્ષે રિન્યૂ કરાવી શકે છે.

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બિલનો અર્થ એવો નથી કે ગેરકાયદે રીતે આવલા લોકોને માફી આપવામાં આવી રહી છે. ટ્રમ્પ ઘણાં સમયથી કહી રહ્યા છે કે, તેઓ DACAનું સમાધાન ઈચ્છે છે. તેમાં સીમાની સુરક્ષા અને મેરિટના આરાધ પર DACAના યોગ્ય લોકો અને નાગરિકતા આપવા જેવા સુધારા સામેલ કરવા માંગે છે.
પહેલાં એવી ચર્ચા હતી કે, ટ્રમ્પ DACA યોજનાને ખતમ કરી શકે છે. ટ્રમ્પે DACA સાથે જોડાયેલી ડીલ નહીં થવાના કારણે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ડેમોક્રેટ્સ માની જતા તો 2 વર્ષ પહેલાં જ ડીલ થઈ જતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી