તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસવીરોમાં અમેરિકન હિંસા:લાલ ટોપી, બ્લુ ઝંડાની સાથે પહોંચ્યા હતા વિવાદ કરનારા ટ્રમ્પના સમર્થકો, કોઈનું માથું ફૂટ્યું તો કોઈ દીવાલ પરથી પડ્યું

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દુનિયાની સૌથી જૂની લોકશાહીનો દાવો કરનાર અમેરિકા જ્યારે સત્તાનું હસ્તાંતરણ કરવાની વાત આવી ત્યારે હિંસા-વિરોધનાં દૃશ્યો જોવા મળ્યાં. - Divya Bhaskar
દુનિયાની સૌથી જૂની લોકશાહીનો દાવો કરનાર અમેરિકા જ્યારે સત્તાનું હસ્તાંતરણ કરવાની વાત આવી ત્યારે હિંસા-વિરોધનાં દૃશ્યો જોવા મળ્યાં.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો બુધવારે જાહેર થવાનાં હતાં. આ પહેલાં અમેરિકન સંસદ ભવન (યુએસ કેપિટલ હિલ)ની સામે ટ્રમ્પના હજારો સમર્થકો ભેગા થઈ ગયા હતા. તેઓ ચૂંટણીપરિણામો રદ કરવાની માગણી કરતા હતા. તેમનો આરોપ છે કે આ ચૂંટણીમાં કૌભાંડ થયાં છે. ટ્રમ્પના મોટા ભાગના સમર્થકો લાલ ટોપી અને બ્લુ ઝંડા લઈને પહોંચ્યા હતા. આ બંને રંગો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઝંડાનો રંગ છે. હિંસા કરનારા લોકોના હાથોમાં બ્લુ કલરના ઝંડા હતા, જેના પર લખ્યું હતું- KEEP AMERICA GREAT, એટલે કે અમેરિકાને મહાન બનાવો.

અમેરિકન સંસદના બિલ્ડિંગ યુએસ કેપિટલ હિલ પર સમર્થકો ભેગા થયા. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી. ત્યાર પછી સેનાએ તેમને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસ ફોર્સે ટ્રમ્પના સમર્થકોને રોકવાનો પ્રયત્ન કર્યો. સમર્થકો ના માનતાં લાઠીચાર્જ કરાયો હતો, એમાં અમુક પ્રદર્શનકારીઓનાં માથાં ફૂટ્યાં.

અમુક સમર્થકો યુએસ કેપિટલ બિલ્ડિંગની બાજુમાં પાઈપથી બનેલા માળખા પર ચઢી ગયા હતા.

કેપિટલ હિલ બિલ્ડિંગની બહાર ભેગા થયેલા સમર્થકો. તેમણે રિપબ્લિકન પાર્ટીના ઝંડાના કલરનો ડ્રેસ પહેર્યો હતો.

ટ્રમ્પના સમર્થકો 2020ની ચૂંટણીનાં પરિણામોથી નારાજ છે. એમાં ટ્રમ્પની હાર અને ડો બાઈડનની જીત થઈ છે. ટ્રમ્પના સમર્થકો આ ચૂંટણીનાં પરિણામો રદ કરવાની માગ કરી રહ્યા છે.

આ અમેરિકન સંસદભવન છે, એટલે કે કોંગ્રેસ બિલ્ડિંગ. આ બિલ્ડિંગને યુએસ કેપિટલ કહેવામાં આવે છે. અહીં હજારો સમર્થકો પહોંચી ગયા છે.

પ્રદર્શનકારીઓને રોકવા સેનાને લાઠીચાર્જ કરવો પડ્યો.

પ્રદર્શનકારીઓ ના માન્યા તો ટીયરગેસ છોડવામાં આવ્યા.

સેનાએ પ્રદર્શનકારીઓને પહેલા બેરિકેડ્સ લગાવીને રોક્યા, પરંતુ તેમણે એ તોડી નાખ્યાં હતાં.

મેરીલેન્ડના રિપ્રેઝન્ટેટિવ ડેવિડ ટ્રોન યુએસ કેપિટલ હિલ બિલ્ડિંગમાં પોતાને કઈક આ રીતે માસ્કથી કવર કરેલા જોવા મળ્યા.

કેટલાક ટ્રમ્પ સમર્થક યુએસ કેપિટલ બિલ્ડિંગની અંદર સુધી પહોંચ્યા હતા.

ટ્રમ્પ સમર્થકોએ હંગામો અને તોડફોડ શરૂ કરી તો પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો