તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીનને ભણાવીશું પાઠ:ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ચીને મહામારી દ્વારા ખોટો ભય પેદા કર્યો, અમે તેની આ કાર્યવાહીને ક્યારેય ભૂલીશું નહીં

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રમ્પે શુક્રવારે ટાઉન હોલમાં ભાગ લીધા બાદ બે ચૂંટણી રેલીમાં ભાગ લીધો હતો
  • એક રેલીમાં મજાકના અંદાજમાં કહ્યું- બાઈડન સામે ચૂંટણી હારીશ તો હું દેશ છોડી દઈશ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કોરોના વાઇરસના મુદ્દે ચીનને ચેતવણી આપી છે. શુક્રવારે સાંજે એક રેલીમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા મહામારીના મુદ્દા પર ચીનને માફ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે ફ્લોરિડાની રેલીમાં કહ્યું હતું કે- ચીને જે કર્યું છે એને અમેરિકા ભૂલી શકશે નહીં. ટ્રમ્પે બીજી એક રેલીમાં મજાકમાં કહ્યું કે- જો હું બાઇડનની સામે ચૂંટણી હારીશ તો હું દેશ છોડી દઇશ. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના આ નિવેદનની મજાક પણ ઉડાવી હતી.

ચીન પર આક્રોશમાં ટ્રમ્પ
ફ્લોરિડાની એક રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું કે ચીને અમારા દેશ સાથે જે કર્યું છે એ અમે ભૂલીશું નહીં. ચીને આ વાત યાદ રાખવી જોઈએ. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું- કોઈને ખબર નથી હોતી કે ચીનમાં શું થઈ રહ્યું છે, કેમ કે કોઈએ કંઈ જોયું જ નથી. જ્યાં સુધી પ્લેગ (કોવિડ- 19ને ટ્રમ્પ થોડા દિવસ પહેલાં પ્લેગ કહી રહ્યા હતા) આવ્યો ન હતો, ત્યાં સુધી અમે તેનાથી ઘણા આગળ હતા. આજે અહીં અત્યારસુધીમાં બે લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એટલા માટે હું ફરી કહું છું કે જે ચીને અમારી સાથે કર્યું છે, એને અમેરિકા ક્યારેય ભૂલશે નહીં. આ વાઇરસ દ્વારા ખોટા ભયનું વાતાવરણ બનાવવામાં આવ્યું. કોવિડ-19 પહેલાં આપણી અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતી.

બાઈડન પર ફરી સાધ્યું નિશાન
અગાઉની રેલીઓની જેમ ટ્રમ્પે પણ ફ્લોરિડામાં પણ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું- જો ડેમોક્રેટ્સ ન હોત તો ચીન ક્યારેય ડબ્લ્યુટીઓમાં પ્રવેશ કરી શક્યું ન હોત. એ અમેરિકન સરકારની ઐતિહાસિક ભૂલ હતી. તાજેતરમાં જ એવું બહાર આવ્યું હતું કે ચૂંટણીદાન મેળવવાના મામલે બાઈડન હવે ટ્રમ્પ કરતાં આગળ નીકળી ગયા છે. ટ્રમ્પે આ બાબતે કહ્યું- હું વધારે દાન પણ એકત્ર કરી શકું છું. કદાચ વિશ્વનો સૌથી વધુ ભંડોળ એકત્ર કરનારી વ્યક્તિ બની શકુ છું, પરંતુ હું એમ કરવા માગતો નથી.

તો હું દેશ છોડી દઇશ
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ ચૂંટણી છે. ટ્રમ્પને બાઈડન પડકાર ફેંકી રહ્યા છે. ટ્રમ્પે શુક્રવારે સાંજે જ્યોર્જિયાના મેકન શહેરમાં એક રેલી દરમિયાન બે કલાકનું ભાષણ આપ્યું હતું. લગભગ દરેક મુદ્દા પર પોતાની વાત કરી હતી. આ દરમિયાન મજાક કરતાં તેમણએ કહ્યું હતું- હું મજાક કરતો નથી, પણ તમે બધા જાણો છો. હું અમેરિકન ઇતિહાસમાં ખરાબ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની સામે ચૂંટણી લડી રહ્યો છું. તમે કલ્પના કરી શકો છો કે હું ચૂંટણી હારી જઈશ તો મને એ ગમશે નહીં. જો એમ થાય તો હું લગભગ દેશ છોડી દઇશ. ફરી હસતાં- હસતાં કહ્યું, શું તમે આવું વિચારી શકો છો? ગત મહિને એક રેલી દરમિયાન ટ્રમ્પે આવી જ મજાક કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે ચૂંટણી હાર્યા પછી હું શું કરીશ એ મને ખબર નથી. એ પછી કદાચ તમારી સાથે ક્યારેય મુલાકાત ન થાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો