ચીન પાસે વળતરની માગ:ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- US અને દુનિયાને 10 હજાર અબજ ડોલર આપે ચીન, તેણે મહામારી ફેલાવી અને લાખો લોકો માર્યા ગયા

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આરોપ લગાવ્યો છે કે કોરોનાવાયરસ ચીનને કારણે જ ફેલાયો છે. શુક્રવારે આપેલા એક નિવેદનમાં ટ્રમ્પે ચીનને અમેરિકા અને દુનિયાને થયેલા નુકસાનનું વળતર આપવાનું કહ્યું છે. ટ્રમ્પે કહ્યું- ચીન અમેરિકા અને દુનિયાને 10 હજાર અબજ ડોલર આપે. તેમને દુનિયાને મોત અને તબાહી આપી છે. હવે દરેક વ્યક્તિ અને ત્યાં સુધી કે કથિત દુશ્મનોએ પણ એમ કહેવાનું શરૂ કરી દીધું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યોગ્ય દાવો કરતા હતા કે કોરોના ચીની વાયરસ છે અને એ વુહાન લેબમાંથી જ ફેલાયો છે.

આ પહેલી વખત નથી કે જ્યારે ટ્રમ્પે કોરોનાને ચીની વાયરસ ગણાવ્યો હોય. ગત વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેમણે અનેક વખત આ વાતનો ઉલ્લેખ કર્યો અને ત્યાં સુધી દાવો કર્યો કે તેમની પાસે ચીની ષડયંત્ર વિરૂદ્ધ પુરાવાઓ પણ છે. નવી વાત એ છે કે આ વખતે તેમણે દુનિયા અને અમેરિકાને નુકસાનની ભરપાઈની માગ કરી છે.

એન્થોની ફૌસીથી પણ નારાજ
ચીન પર પ્રહારો કરનારા ટ્રમ્પ ડોકટર એન્થોની ફૌસીથી પણ નારાજ છે. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા તો ફૌસી કોરોના ટાસ્કફોર્સમાં હતા. અનેક પ્રસંગે બંને વચ્ચે અણબનાવના સમાચારો આવ્યા હતા. ફૌસી માસ્ક, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર જોર આપતા હતા, જ્યારે ટ્રમ્પ કોરોનાને ફ્લૂ અને ચીની વાયરસ ગણાવતા હતા. આ વખતે પણ ટ્રમ્પે ફૌસીના નામને લઈને કટાક્ષ કર્યો છે અને કહ્યું- ડોકટર ફૌસીએ પણ અનેક સવાલોનો જવાબ આપવા પડશે. ટ્રમ્પે જે 'કથિત દુશ્મન' શબ્દનો ઉપયોગ કર્યો છે તેમનો ઈશારો પણ ફૌસી તરફ જ સમજવામાં આવે છે.

હજારો અમેરિકન્સના જીવ બચાવ્યા
ટ્રમ્પના જણાવ્યા મુજબ- તેમણે ડોકટર ફૌસીની વાત ન માનીને હજારો અમેરિકન્સના જીવ બચાવ્યા છે. આમ તો ટ્રમ્પના આ તાજા નિવેદનની બીજી બાજુ પણ છે. કેટલાક દિવસ પહેલાં ડોકટર ફૌસીના કેટલાંક મેલ લીક થયા હતા. એને જોઈને લાગે છે કે ફૌસી કોરોનાના ઓરિજિનની હકીકત જાણતા હતા, પરંતુ એને બધાની સામે જાહેર કરવાથી બચતા રહ્યાં. ટ્રમ્પે કહ્યું- ચીન અને ફૌસી વચ્ચે જે સંપર્ક થયો તે એટલા પૂરતા છે કે કોઈ એને અવગણી ન શકે. જ્યારે મેં આ વાત કરી તો લોકો મને સનકી કહેતા હતા.

હવે ફૌસીની ચીન પાસે માગ
શુક્રવારે જ એક ઈન્ટરવ્યુમાં ડોકટર ફૌસીએ કહ્યું- હું ચીનમાં 2019માં બીમાર થયેલા એ 9 લોકોના મેડિકલ રેકોર્ડ્સ જોવા માગું છું, જેઓ હજુ સુધી સામે નથી આવ્યા. આ વાતથી આપણે એ જાણી શકીશું કે આ મામલો કોઈ લેબ લીકથી જોડાયેલો છે કે નેચરલ વાયરસ છે. હું જાણવા માગું છું કે શું તેઓ હકીકતમાં બીમાર થયા હતા? અને જો તેઓ વાસ્તવમાં બીમાર થયા હતા તો તેમનામાં કયાં લક્ષણ હતાં, તેઓ કઈ રીતે બીમાર પડ્યા?

પ્રેસિડેન્ટ હતા એ સમયે ટ્રમ્પના ચીન પર 5 નિવેદનો

  • ચીને જે કંઈ કર્યું છે, અમેરિકા તેને કદી નહીં ભૂલે. જ્યાં સુધી પ્લેગ (કોવિડ-19ને ટ્રમ્પે ફ્લૂ અને પ્લગે ગણાવ્યો હતો) આવ્યો ન હતો, ત્યાં સુધી અમે એનાથી ઘણા જ આગળ હતા.
  • ચીનમાં શું થઈ રહ્યું છે એ કોઈ નથી જાણતું, કેમકે કોઈએ કંઈ જોયું જ નથી.
  • તેમાં કોઈ જ શંકા નથી કે કોરોનાવાયરસ ચીનમાંથી જ નીકળ્યો છે. તેણે એને બહાર નીકળવા દેવાની જરૂર જ ન હતી. ચીન આ કામ સહેલાયથી કરી શક્યું હોત, પરંતુ તેઓ એને રોકવા માગતા ન હતા. પરિણામ હવે દુનિયા જોઈ રહી છે.
  • કોરોનાવાયરસ વુહાનની લેબમાંથી નીકળ્યો અને અમેરિકાની પાસે એના પૂરતા પુરાવા છે. અમે હજુ વધુ કેટલાક રિપોટ્સની રાહ જોઈ રહ્યા છીએ. આ વાયરસ યુરોપ, અમેરિકા અને આખી દુનિયાને ઝપેટમાં લઈ લીધું છે. ચીનમાં ટ્રાન્સપરેન્સી જેવું કંઈ જ નથી.
  • હું ચીનની સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી.ચીને અમેરિકા અને દુનિયાની સાથે જ કર્યું છે એવું વિચારી પણ ન શકીએ.
અન્ય સમાચારો પણ છે...